ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 18 સપ્ટેમ્બર 2018 (17:07 IST)

LIVE INDvHKG: હોંગકોંગે જીત્યો ટોસ, ભારતને બેટિંગનુ આમંત્રણ

એશિયા કપના ગ્રુપ એ માં ભારતનો મુકાબલો હોંગકોંગ સાથે થઈ રહ્યો છે. હોંગકોંગે ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગનુ આમંત્રણ આપ્યુ છે. ભારતની એશિયા કપમાં આ પ્રથમ મેચ છે. જ્યારે કે હોંગકોંગની બીજી. હોંગકોંગે પહેલી મેચમાં પાકિસ્તાન વિરુદ્ધ આઠ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. 
 
હોંગકોંગની ટૂર્નામેંટ બહાર થવુ લગભગ નક્કી માનવામાં આવી રહ્યુ છે. આ પહેલા ગ્રુપ બી ની બે ટીમ સુપર ફોરમાં પહોંચી ચુકી છે. શ્રીલંકા ટૂર્નામેંટમાંથી આઉટ થઈ ચુકી છે. બાંગ્લાદેશ અને અફગાનિસ્તાન એશિયા કપના સુપર ફોરમાં પહોંચી ચુકી છે. 
 
 
ભારતની પ્લેઈંગ ઈલેવન - રોહિત શર્મા, શિખર ધવન, અંબાતી રાયડૂ, દિનેશ કાર્તિક, મહેન્દ્ર સિંહ ધોની, કેદાર જાધવ, ભુવનેશ્વર કુમાર, કુલદીપ