ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: જકાર્તા. , બુધવાર, 22 ઑગસ્ટ 2018 (15:58 IST)

Asian Games 2018: ભારતે હોંગકોંગને 26-0 થી કચડીને 86 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

18મી એશિયન ગેમ્સમાં ભારતેય પુરૂષ હોકી ટીમે હોંગકોંગ વિરુદ્ધ ઈતિહાસની સૌથી મોટી જીત નોંધાવી. ભારતે હોંગકોંગને 26-0થી ધૂળ ચટાડી.  
 
આ પહેલા ભારતીય પુરૂષ હોકી ટીમે નીચલી રૈકિંગ પર રહેલા ઈંડોનેશિયાને 17-0થી કચડીને એશિયાઈ રમતમાં ખિતાબ બચાવ કરવાની શાનદાર શરૂઆત કરી હતી.  પૂલ એ ના એકતરફા હરીફાઈમાં ભારત માટે ત્રણ ભારતીય ખેલાડીઓએ હેટ્રિક બનાવી હતી. દિલપ્રીત સિંહ (છઠ્ઠી 29માં  32મા મિનિટ) સિમરનજીત સિંહ (13મા, 38માં 53માં  મિનિટ)અને મંદીપ સિંહ (29માં, 44મા, 49મી મિનિટ)એ હેટ્રિક કરી હતી.
 
ભારતે ઝડપી શરૂઆત કરી અને પહેલી પાંચ મિનિટમાં જ ચાર ગોલ બનાવ્યા. પહેલા ક્વાર્ટૅર પછી ભારતીય ટીમ 6-0થી આગળ હતી. જ્યારે મધ્યાંતર સુધી તેમની બઢત 14-0થી આગળ થઈ.  આ પહેલા ભારતે પોતાના પ્રથમ પુલ મેચમાં મેજબાન ઈંડોનેશિયાએને પણ 17-0થી હરાવ્યુ હતુ  લગભગ બધી રમત હોંગકોંગના હાફમાં રમાઈ અને ભારતીય કપ્તાન અને ગોલકીપર પીઆર શ્રીજેશને સમગ્ર મેચ દરમિયાન કોઈ પડાકર ન મળ્યો.  હોંગકોંગના ગોલકીપર માઈકલ ચૂંગ અગર ત્રીજા ક્વાર્ટરમાં થોડા સારા બચાવ ન કરતા તો ભારતંની જીતનુ અંતર હજુ વધુ રહેતુ.    શ્રીજેશે પ્રથમ હાફ જ્યારે કે કૃષ્ણ બહાદુર પાઠકે બીજા હાફમા ગોલકીપિંગની જવાબદારી સંભાળી  ભારતની આગામી મેચ શુક્રવારે જાપાન સાથે રમાશે.