શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 31 ઑગસ્ટ 2018 (11:41 IST)

India vs England 4th test: વિરાટ કોહલીની કેચમાં ડબલ સેંચુરી, સચિન-દ્રવિડ સાથે જોડાયા વિશેષ ક્લબમાં

ટીમ ઈંડિયાના કપ્તાન વિરાટ કોહલીને રેકોર્ડ્સ બનાવવાની ટેવ પડી ગઈ છે. બોલ સાથે પ્ણ અને મેદાન પર ફિલ્ડિંગ દરમિયાન પણ.  ઈગ્લેડ વિરુદ્ધ પાંચ મેચોની શ્રેણીના ચોથા ટેસ્ટ મેચના પ્રથમ દિવસે વિરાટનુ નામ એક ખાસ ડબલ સેંચુરી  સાથે જોડાય ગયુ છે. વિરાટ કોહલીએ ઈગ્લેંડના પ્રથમ દાવ દરમિયાન બે કેચ પકડ્યા. જોસ બટલરનો કેચ પકડતા જ વિરાટે ઈંટરનેશનલ ક્રિકેટમાં 200 કેચ પુરા કર્યા. 
 
વિરાટે બટલર ઉપરાંત એલિય્સ્ટેયર કુકનો કેચ લપક્યો હતો. જે તેમનો 199મો કેચ હતો. આ કેચ સાથે વિરાટ હવે રાહુલ દ્રવિડ, સચિન તેંદુલરકર અને મોહમ્મદ અઝહરુદ્દીન સાથે એક ખસ લિસ્ટમાં સામેલ થઈ ગયા છે. ભારત તરફથી સૌથી વધુ ઈંટરનેશનલ કેચ લેવાનો રેકોર્ડ રાહુલ દ્રવિડના નામે નોંધાઈ છે.  રાહુલ દ્રવિદના ખાતામાં 334 કેચ છે. જ્યરે કે મોહમ્મદ અઝહરુદ્દીને 261 કેચ લપક્યા છે. તેંદુલકરનાનામે 256 કેચ છે.