શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શનિવાર, 29 જુલાઈ 2017 (16:58 IST)

India vs Sri lanka 1st TEST: ટીમ ઈંડિયાએ શ્રીલંકાને 304 રનથી ધોયુ.. સીરિઝમાં 1-0થી આગળ

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાય રહેલ ત્રણ મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટ ટીમ ઈંડિયાએ 306 રનથી જીતી લીધી છે. આર અશ્વિન અને રવિન્દ્ર જડેજાએ ત્રણ-ત્રણ વિકેટ લીધી અને શ્રીલંકાનો ફાઈનલ સ્કોર 245/8 રહ્યો. કપ્તાન રંગના હેરાથ અને અસેલા ગુણારત્ને ઘાયલ થવાથી બેટિંગ ન કરી શક્યા.  બંને ફિલ્ડિંગ દરમિયાન ઘાયલ થયા હતા. 
 
શ્રીલંકાએ 550 રનના ટારગેટનો પીછો કરતા 240 રન સુધી સાતમી વિકેટ ગુમાવી હતી અને આઠમી વિકેટ 245 રન પર પડી. આર અશ્વિને નિરોશન ડિકવેલા પછી સલામી બેટ્સમેન દિમુત કરુણારત્નેને આઉટ કરી ભારતને મેચમાં શાનદાર કમબેક કરાવ્યુ. નુવાન પ્રદીપ ત્યારબાદ ખાતુ ખોલ્યા વગર જ પેવેલિયન પરત ફર્યા.  આ રીતે અશ્વિનના ખાતામાં 3 વિકેટ થઈ ચુકી .. બીજી બાજુ અંતિમ વિકેટ રવિન્દ્ર જડેજાના ખાતામાં ગઈ. 
 
 
ડિકવેલા 67 રન બનાવીને વિકેટ પાછળ રિદ્ધિમાન સાહાને કેચ થમાવીને પરત ફર્યા જ્યારે કે કરુણારત્ને સેંચુરીથી માત્ર 3 રનોથી ચુકી ગયા. 116 રન પર શ્રીલંકાને ચોથી ઝટકો લાગ્યો હતો.  ત્યારબાદ દિમુત કરુણારત્ને અને નિરોશન ડિકવેલા ક્રીઝ પર અડી રહ્યા. બંનેને ટી-બ્રેક સુધી સ્કોર 192 સુધી પહોંચાડી દીધો હતો.  
આ પહેલા રવિન્દ્ર જડેજાએ બૈક ટૂ બૈક કુસલ મેંડિસ અને એંજલો મૈથ્યૂઝની વિકેટ લઈને શ્રીલંકાને સંપૂર્ણ રીતે બૈકફુટ પર ઢકેલી દીધો. મેંડિસ 36 અને મૈથ્યૂઝ 2 રન બનાવીને આઉટ થયા. આ પહેલા લંચ બ્રેક સુધી શ્રીલંકાએ બે વિકેટ પર 85 રન બનાવી લીધા હતા. ભારત તરફથી અશ્વિન જડેજાએ 3-3 વિકેટ જ્યારે કે મોહમ્મદ શમી અને ઉમેશ યાદવે એક એક વિકેટ લીધી.  ભારતે શ્રીલંકા સામે જીત માટે 550નુ લક્ષ્ય મુક્યુ હતુ.  જવાબમાં મેજબાન ટીમ 29 રન સુધી બે વિકેટ ગુમાવી ચુક્યુ હતુ.