શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated :કલકત્તા , સોમવાર, 20 નવેમ્બર 2017 (17:24 IST)

IND vs SL Live: ટીમ ઈંડિયાની જીત ખરાબ લાઈટથી અટવાઈ... રોમાંચક પ્રથમ મેચ ડ્રો થયો

. ટીમ ઈંડિયા અને શ્રીલંકા વચ્ચે કલકત્તાના ઈડન ગાર્ડન્સ પર રમાયેલ ખૂબ જ રોમાંચક પ્રથમ ટેસ્ટ ડ્રો પર સમાપ્ત થઈ. વિરાટ કોહલીના કેરિયરના 18મી સદીને કારણે ટીમ ઈંડિયાએ પોતાના બીજા દાવમાં 353/8 પર જાહેર કરીને ડ્રો તરફ જઈ રહેલ કલકત્તા ટેસ્ટને રોમાંચ આપવાની કોશિશ કરી છે. ટીમ ઈંડિયાએ શ્રીલંકા ટીમને જીત માટે 231 રનનુ લક્ષ્ય આપ્યુ છે.  વિરાટે ઈડન ગાર્ડન પર સારી રમત બતાવતા 104 રન બનાવ્યા. આ દરમિયાન તેમને 119 બોલનો સામનો કર્યો અને 12 ચોક્કા અને બે છક્કા લગાવ્યા.  વિરાટ ઉપરાંત શિખર ધવને 94 અને કેએલ રાહુલે 79 રનનુ યોગદાન આપ્યુ. 
 
 
મેચમાં ભારતીય ટીમ પ્રથમ દાવમાં 172 રન બનાવીને આઉટ થઈ હતી જેના જવાબમાં શ્રીલંકાએ 294 ર્ફન બનાવ્યા હતા.  પ્રથમ દાવના આધારે શ્રીલંકા ટીમે 122 રનની મહત્વપૂર્ણ બઢત મેળવી હતી.  બીજા દાવમાં ભારતીય ટીમે જોરદાર પ્રદર્શન કરતા તેના પર જવાબી હુમલો બોલ્યો. બીજા દાવમાં શ્રીલંકાનો સ્કોર 25.4 ઓવરમાં  7 વિકેટ ગુમાવીને 75 રન બનાવ્યા છે.  સદીરા સમરવિક્રમા (0), દિમુથા કરુણારત્ને (1), લાહિર તિરિમાને (7),  એંજેલો મૈથ્યૂઝ (12) દિનેશ ચંદીમલ (20) નિરોથન ડિકવેલા અને (27) દશુરા શાહનાકા (6) આઉટ થનારા બેટ્સમેન છે..