શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : બુધવાર, 2 સપ્ટેમ્બર 2015 (12:19 IST)

નેગેટિવ કમેટ્સથી પણ ડગમગાયા નહી કોહલી, શ્રેણી દ્વારા આપણને મળી આ 6 વસ્તુઓ

મહેન્દ્ર સિંહ ધોનીના ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધા પછી બીસીસીઆઈ સામે સૌથી મોટો સવાલ એ આવ્યો કે ટીમનો ભાવિ કપ્તાન કોણ હશે ? તેમણે વિરાટ કોહલી પર વિશ્વાસ કર્યો પણ એક્સપર્ટ તેમના એટીટ્યુડને કારણે તેમને આ લાયક ન સમજ્યા. શરૂઆતની મેચમાં પણ ટીમ ઈંડિયા માટે કશુ ખાસ ન કરી શક્યા. ત્યારબાદ ક્રિકેટ ફેંસ પન તેમના વિરોધમાં આવી ગયા. શ્રીલંકા જ્યા ભારતે 22 વર્ષથી ટેસ્ટ શ્રેણી જીતી નહોતી ધોની અને ગાંગુલી જેવા સફળ કપ્તાન પણ ફેલ થઈ ચુક્યા હતા. આવામાં ફેન્સને કોહલી પર વધુ વિશ્વાસ નહોતો.  કારણ કે તેમની સાથે ટીમ પણ એકદમ નવી હતી. આલોચના છતા કોહલીએ આત્મવિશ્વાસ કાયમ રાખ્યો.  અને છેવટે ટીમ ઈંડિયાએ ત્રણ મેચોની શ્રેણી 2-1થી જીતી લીધી. 
 
નેગેટિવ કમેંટસ છતા સીરીઝમાં મળ્યો આપણને વિશ્વાસપાત્ર કપ્તાન 
 
શ્રીલંકામાં પહેલી ટેસ્ટમાં ટીમ ઈંડિયા જે રીતે જીતેલી મેચ હારી ગયુ ત્યારબાદ ફેન્સે આશા ગુમાવી દીધી. ટીમ ઈંડિયા સાથે સાથે કોહલીને પણ અનેક નેગેટિવ કમેટ્સ સાંભળવા મળ્યા. ટીમ ડાયરેક્ટર રવિ શાસ્ત્રીએ તેમનો સાથ આપ્યો અને તેના એટીટ્યૂડની સાથે રમવા કહ્યુ, જે તેમણે પહેલી ટેસ્ટમાં અપનાવ્યુ હતુ. તેનુ પરિણામ એ આવ્યુ કે ભારતે બીજી ટેસ્ટ 278 રનથી અને ત્રીજી ટેસ્ટ 117 રનથી જીતી. કોહલીએ એ કરી બતાવ્યુ જે દિગ્ગજ નહોતા કરી શક્યા. આ ઐતિહાસિક જીત સાથે જ ભારતને વિશ્વાસ કરવા લાયક ટેસ્ટ કપ્તાન મળી ગયો. 
 
ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેંડની જેમ શ્રીલંકા પણ એ પસંદગીના દેશોમાં સામેલ છે જ્યા તેમને હરાવવા મુશ્કેલ કામ છે. વિરાટ કોહલીએ આ મુશ્કેલ કામ કરી બતાવ્યુ. ભારતે શ્રેણી 2-1થી પોતાને નામે કરી અને 22 વર્ષનો દુકાળ ખતમ કર્યો. સાથે જ 4 વર્ષ પછી વિદેશમાં કોઈ ટેસ્ટ શ્રેણી જીતી.  ટીમ ઈંડિયાએ આ શ્રેણી પહેલા છેલ્લીવાર 2011માં વેસ્ટ ઈંડિઝને 1-0થી હરાવ્યુ હતુ.  પહેલી ટેસ્ટ હાર્યા પછી કોહલીએ સ્પષ્ટ કહી દીધુ હતુ કે કોઈ રમે કે ન રમે મારો તો ભારતને જીત અપાવવા માટે રન બનાવવા જ પડશે. તેઓ શ્રેણીમાં ટીમ ઈંડિયા તરફથી હાઈએસ્ટ રન ગેટર રહ્યા. કોહલીએ 3 મેચની 6 ઈનિંગ્સમાં 1 સેંચુરી અને 1 હાફ સેંચુરીને કારણે 233 રન બનાવ્યા. 
 
બીજા મેચની સ્ટ્રેટેજી જોવા લાયક હતી 
 
વિરાટ કોહલીએ બીજી મેચમાં જે રીતે બીજી ઈનિંગમાં સમજદારી સાથે સમય રહેતા ઈંનિગ જાહેર કરી હતી તેનાથી સ્પષ્ટ ઝલકી રહ્યુ હતુ કિએ તેઓ કોઈપણ રીતે મેચ જીતવા માંગતા હતા. છેલ્લી ટેસ્ટમાં પણ તેમણે જે રીતે ફાસ્ટ-સ્પિન બોલિંગ કોમ્બિનેશનનો ઉપયોગ કર્યો તે વખાણવા લાયક હતો. પહેલી મેચમાં ત્રીજા નંબર પર રોહિત શર્મા ફ્લોપ રહ્યા તો આગામી મેચમાં તેમનો ક્રમ બદલી નાખ્યો. હરભજન સિંહને વિકેટ ન મળી તો તેમને લેવાને બદલે પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરી નાખ્યા. 

સ્પિનર્સની જોડી 
 
ટીમ ઈંડિયાને આર. અશ્વિન અને અમિત મિશ્રાના રૂપમાં સ્પિનર્સની જોડી મળી ગઈ. હરભજન સિંહેને પણ તક મળી હતી. પણ તેઓ તેનો ફાયદો ન ઉઠાવી શક્યા. બીજી બાજુ અશ્વિન અને મિશ્રાએ મળીને 36 વિકેટ લીધી. અશ્વિને 21 વિકેટ લઈને શ્રેણીમાં હાઈએસ્ટ વિકેટ લીધી. જ્યારે કે મિશ્રા 15 વિકેટ સાથે બીજા નંબર પર રહ્યા. 
 

વિકેટકીપર - ધોનીનો વિકલ્પ મળ્યો 
 
ધોનીના સંન્યાસ પછી વિરાટ કોહલીના રૂપમાં કપ્તાનનો વિકલ્પ તો સહેલાઈથી મળી ગયો પણ વિકેટકીપર કોણ બનશે તે સ્પષ્ટ નહોતુ.  પણ આ શ્રેણીમાં રિદ્ધિમાન સાહાએ આ સમસ્યા પણ દૂર કરી દીધી. તેમણે એ સાબિત કરી દીધુ કે વિકેટકીપિંગ જ નહી તેઓ બેટિંગ પણ સારી કરે છે. સાહાએ 2 ટેસ્ટ રમ્યા અને 2 ફિફ્ટી લગાવ્યા. સાથે જ 2 કેચ અને 1 સ્ટંપ પણ કર્યો. ઘાયલ હોવાને કારણે તેઓ ત્રીજી મેચ ન રમી શક્યા. 
 
નમન ઓઝાના રૂપમાં ઓપ્શનલ વિકેટકીપર 
 
સાહાએ ઘાયલ હોવા પર નમન ઓઝાને ટીમમાં લેવામાં આવ્યા. તેઓ બેટિંગમાં તો કમાલ ન બતાવી શક્યા પણ વિકેટકિપિંગથી ખૂબ પ્રભાવિત કર્યા. એકમાત્ર મેચમાં તેમણે 4 કેચ લીધા અને 1 સ્ટંપ કર્યો. મેનેજેમેંટની સામે એક સારુ ઓપ્શન છે. 

ફાસ્ટર્સની જોડી 
 
ઈશાંત શર્મા અને ઉમેશ યાદવના રૂપમાં ટીમ ઈંડિયાને ફાસ્ટર્સની જોડી મળી. ઈશાંતે શ્રેણીમાં ખાસ પ્રભાવિત કર્યા અને કુલ 13 વિકેટ લીધી. ઉમેશ યાદવે વિકેટ તો 5 જ લીધી પણ બેટ્સમેન પર દબાણ બનાવવામાં મોટાભાગે સફળ રહ્યા. જેનાથી બીજા છેડે અન્ય બોલર્સને ખૂબ મદદ મળી. બીજી બાજુ ભારત પાસે મોહમ્મદ શામીના રૂપમાં પણ એક સારો ફાસ્ટ બોલર છે. જે ઘાયલ થવાને કારણે ટીમમાંથી બહાર છે. 

 
 

ઓપનરની શોધ પુરી 
 
શ્રેણી પહેલા ટીમ ઈંડિયા માટે આ ફિક્સ નહોતુ કે ઓપનિંગ કોણ કરશે. પણ હવે આ સમસ્યા દૂર થઈ ગઈ છે. ટીમ ઈંડિયા પાસે હવે અનેક વિકલ્પ છે. પહેલી મેચમાં શિખર ધવને સેંચુરી લગાવી અને 134 રનની રમત રમી. ત્યારબાદ ઘાયલ થવાને કારણે તેઓ શ્રેણીમાંથી બહાર થઈ ગયા. લોકેશ રાહુલને ત્રણ ટેસ્ટમાં રમતની શરૂઆત કરી અને 1 સેંચુરીની મદદથી 126 રન બનાવ્યા. બીજી મેચમાં મુરલી વિજયે ઓપનિંગ કરતા 82 રન બનાવ્યા અને પછી ઘાયલ થવાને કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયા. છેલ્લી મેચમાં ચેતેશ્વર પુજારાએ ઓપનિંગ કરી અને નોટ આઉટ 145 રન બનાવ્યા. તેનાથી સ્પષ્ટ છે કે જો આ ચારેયમાંથી કોઈ બે ખેલાડી પણ ટીમમાંથી બહાર રહેશે તો ઓપનિંગની સમસ્યા નહી રહે. 
 

નંબર 3 બેટ્સમેન 
 
શ્રેણી પહેલા ટીમ ઈંડિયાને એ બેટ્સમેનની શોધ હતી જે નંબર 3 પર બેટિંગ કરી શકે. આ માટે મેનેજમેંટે રોહિત શર્મા પર વિશ્વાસ કર્યો. પણ તેઓ સફળ ન રહ્યા. તેમના બદલે અજિંક્ય રહાણેને તક આપી. પહેલી ઈનિંગમાં પણ તેઓ ફક્ત 4 રન બનાવી શકય પણ બીજે ઈનિંગમાં શાનદાર સેંચુરી મારીને 126 રન બનાવ્યા. તેમની કંસિસ્ટેંસી રોહિત શર્મા કરતા સારી છે. તેમણે સાબિત કરી દીધુ કે તેઓ નંબર 3 માટે સારા ખેલાડી છે.