શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : રવિવાર, 24 સપ્ટેમ્બર 2017 (17:46 IST)

IndvsAus - ઑસ્ટ્રેલિયાનો સ્કોર 293/6

*ઓસ્ટ્રેલિયા 197/1 34 ઓવર પછી 
*ફિંચ અને સ્મિથમાં અર્ધશતકીય ભાગીદારી 26 ઓવરમાં 137/ 1 
*એરોન ફિંચનો અર્ધશતક ઓસ્ટ્રેલિય આનો સ્કોર 21 ઓવરમાં એક વિકેટ પર 110 રન 
*ફિંચ અને સ્મિથની સાથે મળીને ઑસ્ટ્રેલિયાને 100 પાર પહોંચાડ્યું. 
* ઑસ્ટ્રેલિઆએ 19.5 ઓવરમાં 100રન પૂરા કર્યા 
*હાર્દિક પંડ્યાએ ભારતને પહેલી સફળતા 
*ફિંચ અને વાર્નરમાં અર્ધશતકીય ભાગીદારી 
*ઑસ્ટ્રેલિયાનો સ્કોર 10.2 ઓવરમાં 50 રન 
*ઑસ્ટ્રેલિયાના સ્કોર 4 ઓવરમાં 19 રન 
*ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટીંગની પસંદગી કરી 
 
હાઇપ્રોફાઇલ અને હાઇવોલ્ટેજ  ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ વનડે મેચોની શ્રેણીની ત્રીજી વનડે મેચ આજે ઐતિહાસિક ઇન્દોરના મેદાન ખાતે રમાનાર છે. શરૂઆતની બન્ને વન ડે મેચ જીતી લીધા બાદ ભારત શ્રેણી જીતવાના ઇરાદા સાથે આવતીકાલે મેદાનમાં રમાશે. ભારત હાલમાં ૨-૦ની લીડ ધરાવે છે. ઇન્દોર ખાતેની મેચમાં ભારતે જોરદાર દેખાવ કર્યો ન હતો. છતાં ઓસ્ટ્રેલિયા ફ્લોપ રહેતા ભારતે જીત મેળવી હતી. ઇડન ગાર્ડન ખાતેની બીજી વનડે મેચ ભારતે ૫૦ રને જીતી લીધી હતી. 
 
શ્રીલંકા સામે જોરદાર દેખાવ કર્યા બાદ હવે ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમ  શ્રેણી જીતવા માટે ઉત્સુક છે.  શરૂઆતની બન્ને મેચો જીતી લીધા બાદ હવે નિર્ણાયક લીડ મેળવી લેવા ભારત તૈયાર છે.  શ્રીલંકા સામે હાલમાં જ ભારતે ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણી ૩-૦થી, વનડે શ્રેણી ૫-૦થી અને એક માત્ર ટ્વેન્ટી મેચ જીતીને સંપૂર્ણપણે સપાટો બોલાવ્યો હતો.  ઓસ્ટ્રેલિયા સામે રમનારી મેચોમાં પણ આવો જ દેખાવ કરવા માટે વિરાટના નેતૃત્વમાં ભારતીય ટીમ ઉત્સુક છે. કરોડો ક્રિકેટ ચાહકો મેચને લઇને ભારે ઉત્સુક દેખાઈ રહ્યા છે.ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી બાકીની બે વનડે મેચો અને ત્યારબાદ રમાનારી ટ્વેન્ટી મેચોની શ્રેણીનો કાર્યક્રમ નીચે  નીચે મુજબ છે.
 
ભારતીય ટીમ માટે ઇન્દોરનું હોલ્કર સ્ટેડિયમ લકી રહ્યું છે. અહીં ભારતે ચાર વન-ડે મેચ રમી છે અને ચારેય મેચમાં વિજય મેળવ્યો છે. હોલ્કર સ્ટેડિયમમાં આંતરરાષ્ટ્રીય વન-ડે ક્રિકેટની શરૂઆત ૨૦૦૬માં થઈ હતી. ભારતે ૧૫ એપ્રિલ ૨૦૦૬ના રોજ ઇંગ્લેન્ડ સામેની મેચમાં સાત વિકેટે વિજય મેળવ્યો હતો. તે પછી ૧૭ નવેમ્બર ૨૦૦૮માં ઇંગ્લેન્ડ સામે ૫૪ રને જીત મેળવી હતી. ભારતે ૮ ડિસેમ્બર ૨૦૧૧માં વેસ્ટ ઇન્ડીઝને ૧૫૩ રને પરાજય આપ્યો હતો જેમાં સેહવાગે બેવડી સદી ફટકારી હતી. ૧૪ ઓક્ટોબર ૨૦૧૫ના રોજ સાઉથ આફ્રિકા સામે ભારતે ૨૨ રને હરાવી આ સ્ટેડિયમમાં જીતનો ચોગ્ગો લગાવ્યો હતો.