શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : શનિવાર, 6 ફેબ્રુઆરી 2016 (16:49 IST)

આઈપીએલ હરાજી - યુવરાજ કરતા પણ મોંઘા વેચાયા પવન નેગી અને વોટ્સન

- માર્ટિન ગુપ્ટિલ અને હાશિમ અમલાને કોઈને નથી ખરીદ્યા 
- ગુજરાત લોયંસે એરૉન ફિંચને બેસ પ્રાઈસ 1 કરોડ રૂપિયામાં ખરીદ્યા 
 
કોણી પાસે કેટલી રકમ ... 
 
MI –  4.905
SRH –  9.35
RPG – 8.20
GL –  12.25
RCB – 9.425
KKR –  13.25
KXIP –  13.05
DD – 3.35
 
 - ભારતીય ઘરેલુ બેટ્સમેન કરુણ નાયરને દિલ્હી ડેયરડેવિલ્સે ચાર કરોડ રૂપિયામાં ખરીદ્યા જ્યારે કે તેમની બેસપ્રાઈઝ 10 લાખ રૂપિયા હતા. 
- મુંબઈ ઈંડિયંસે નાથૂ સિંહને 3.2 કરોડમાં ખરીદ્યા. 
- ગઈકાલે જ વર્લ્ડ ટી20 અને એશિયા કપની ટીમમાં પસંદગી પામેલ પવન નેગીને દિલ્હીની ટીમે 8.5 કરોડની ભારે ભરકમ રકમમાં ખરીદ્યા. 
- 4.2 કરોડમાં દીપક હૂડાને સનરાઈઝર્સ હૈદરાબાદે ખરીદ્યા. 
- 1.9 કરોડમાં દિલ્હીએ રિષભ પંતને ખરીદ્યા 
- બેસ પ્રાઈઝ 1 કરોડ રૂપિયામાં પુણે સુપર નાઈટ્સે ઈરફાન પઠાણને ખરીદ્યા 


- 4.2 કરોડમાં વેસ્ટઈંડિઝના સ્ટાર ક્રેગ બ્રૈથવેટને દિલ્હીએ ખરીદ્યા 
- 1.20 કરોડમાં બરિન્દ્ર સરનને સનરાઈઝર્સ હૈદરાબાદે ખરીદ્યા 
- 2.3 કરોડમાં દિનેશ કાર્તિકને ગુજરાતે ખરીદ્યા 
- 4.2 કરોડમાં દિલ્હીએ સંજૂ સૈમસનને ખરીદ્યા. આ સીઝનની હરાજીમાં અત્યાર સુધી સૌથી મોંઘા વેચાનારા કીપર બન્યા. 
- 1.40 લાખમાં સનરાઈઝર્સ હૈદરાબાદના થયા મુસ્તફીજુર રહેમાન 
-  6.50 કરોડમાં કિંગ્સ ઈલેવન પંજાબના થયા મોહિત શર્મા 
-  3.50 કરોડમાં ગુજરાતના થયા પ્રવીણ કુમાર 
1 કરોડ 30 લાખમાં કલકત્તા નાઈટ રાઈડર્સ ટીમના થયા જૉશ હેસ્ટિંગ્સ
- સ્ટુઅર્ટ બિન્ની 2 કરોડમાં રોયલ ચેલેંજર્સ બેંગલોરના થયા 
- દિલ્હીએ ક્રિસ મોરિસને 7 કરોડમાં ખરીદ્યા 

- 7 કરોડમાં દિલ્હીના થયા ક્રિસ મોરિસ, મોરિસ દ. આફ્રિકાના ઓલ-રાઉંડર બેટ્સમેન છે. જેમણે શ્રેષ્ઠ ઓલ-રાઉંડ રમત બતાવી છે. મોરિસ આ પહેલા આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રૉયલ્સ માટે રમ્યા છે. મોરિસની કિમંત આ સીઝનમાં યુવરાજના બરાબર છે. 
 

સનરાઈઝર્સ હૈદરાબાદે યુવરાજ સિંહને 7 કરોડમાં ખરીદ્યો છે. દિલ્હીએ અગાઉ યુવરાજને 16 કરોડમાં ખરીદ્યો હતો. બીજી બાજુ માર્કી ખેલાડી ડ્વેન સ્મિથ (બેસ પ્રાઈસ 50 લાખ)ને 2 કરોડ 30 લાખમાં રાજકોટ લોયન્સે ખરીદ્યો છે. બીજી બાજુ માર્કી ખેલાડી કેવિન પીટરસનને (બેસ પ્રાઈસ 2 કરોડ)ને પુણેએ 3 કરોડ 50 લાખમાં ખરીદ્યો. 
 
દક્ષિણ આફ્રિકાના ડેલ સ્ટેનને રાજકોટે 2 કરોડ 20 લાખમાં ખરીદ્યો. 1.50 કરોડ બેસ પ્રાઈસવાળા શ્રીલંકાએ મહેલા જયવર્ધનને કોઈ ખરીદાર મળ્યો નથી. 2 કરોડ બેસ પ્રાઈસવાળા ઓસ્ટ્રેલિયાના માઈકલ હર્સી અને ઓસ્ટ્રેલિયાના જ ઉસ્માન ખ્વાજા પણ ન વેચાયા. 2 કરોડ બેસ પ્રાઈસવાળા સંજૂ સૈમસનને દિલ્હીએ 4 કરોડ 20 લાખમાં ખરીદ્યો 
 
નીલામીમાં 351 ક્રિકેટર્સનો સમાવેશ છે. તેમા 130 ઈંટરનેશનલ ક્રિકેટર છે. જ્યારે કે 219 ઘરેલુ ક્રિકેટ રમનારા છે. 2 ખેલાડી કનાડા અને આયરલેંડના છે. સૌથી પહેલા માર્કી પ્લેયરની નીલામી થઈ. જેમા 8 ખેલાડીઓનો સમાવેશ કરવામાં અવ્યો છે.  માર્કી પ્લેયરમાં ભારતના ઈશાંત શર્મા અને યુવરાજ સિંહનુ નામ છે. તેમની બેસ પ્રાઈસ 2 કરોડ નક્કી થયેલ છે. ઓસ્ટ્રેલિયાના શેન વોટ્સન અને ઈગ્લેંડના કેવિન પીટરસન પણ આ યાદીમાં છે અને તેમની બેસ પ્રાઈસ પણ 2 કરોડ છે બાકી 4 નામમાં ઑરોન ફ્રિંચ (1 કરોડ) ડેલ સ્ટેન (1.5 કરોડ), માર્ટિન ગપ્ટિલ (50 લાખ) અને ડ્વેવ સ્મિથ (50 લાખ)નો સમાવેશ છે. 
 
જો કે અનેક ખેલાડી એવા પણ છે જેમને માર્કી પ્લેયરની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. પણ તેમની બેસ પ્રાઈસ 2 કરોડની સૌથી વધુ કેટેગરીમાં છે. મિચેલ માર્શ, આશીષ નેહરા, દિનેશ કાર્તિક, સ્ટુર્ટ બિન્ની, સંજૂ સૈમસન, ધવલ કુલકર્ણી, કેન રિચર્ડસન અને માઈકલ હસીની બેસ પ્રાઈસ 2 કરોડ છે. 
 
મતલબ ભારતીય ખેલાડીઓની વાત કરીએ તો સૌથી વધુ મારામારી યુવરાજ સિંહ અને આશીષ નેહરાને લઈને થઈ શકે છે. યુવરાજ સિંહને જ્યા દિલ્હીએ રજુ કર્યો તો બીજી બાજુ આશીષ નેહરા ચેન્નઈ પર પ્રતિબંધ મુકતા ખાલી થઈ ગયા.  હવે માલિકોના રકમની વાત કરીએ તો દિલ્હી પાસે સૌથી વધુ પૈસા (37.15 કરોડ) બાકી છે અને મુંબઈ ઈંડિયંસ પાસે સૌથી ઓછા.