શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated :નવી દિલ્હી. , મંગળવાર, 23 જૂન 2015 (17:20 IST)

બાય બાય ધોની .. ! હવે કપ્તાની પદ પરથી વિદાય લેવાનો સમય આવી ગયો છે

ટીમ ઈંડિયાના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીના નામે એકથી એક ચઢિયાતા રેકોર્ડ છે. ધોની એવા કપ્તાન છે જેમણે ત્રણ મોટી ટુર્નામેંટ વનડે, ટી-20 અને ચેમ્પિયંસ ટ્રોફીમાં ટીમને ખિતાબી જીત અપાવી છે. આવુ કરનારા તેઓ એકમાત્ર કપ્તાન છે. પણ લાગે છે કે હવે તેમનો સોનેરી સમયનો અંત આવી ચુક્યો છે.  ટેસ્ટની કપ્તાની છોડ્યા પછી હવે સ્પષ્ટ દેખાય રહ્યુ છે કે વનડે કપ્તાનીમાંથી પણ તેમની વિદાય થઈ જશે. તેમનો ફોર્મ સાથે નથી આપી રહ્યો અને કેટલીક એવી પરિસ્થિતિ ઉભી થઈ ગઈ છે  જે તેમની વિદાયની ભૂમિકા નક્કી કરી રહી  છે. આવો જાણવાનો પ્રયત્ન કરીએ કે શુ કપ્તાની પદ પરથી ધોનીનો વિદાય લેવાનો સમય નિકટ લાગી રહ્યો છે. 
 
બાંગ્લાદેશના પ્રવાસ પરથી લાગ્યો દાગ 
 
વર્લ્ડ કપ 2014માં ક્વાર્ટર ફાઈનલમાં ભારત વિરુદ્ધ બાંગ્લાદેશની ટીમ હતી. આ મેચમાં કેટલાક વિવાદાસ્પદ નિર્ણય થયા ફાયદો ભારતને મળ્યો. બાંગ્લાદેશે મેચ ગુમાવવા માટે અંપાયરો પર આંગળી ચીંધી. કહેવાય છે કે જો નિર્ણય એકતરફો ન હોત તો એ જ મેચ જીતતા.  વિવાદ એટલો વધી ગયો કે આઈસીસીના અધ્યક્ષ કમાલ મુસ્તફાને અંપાયરોની આલોચના પર રાજીનામુ આપવુ પડ્યુ. બાંગ્લાદેશ  પ્રવાસના પરિણામો જોઈને લાગી રહ્યુ છે કે બાંગ્લાદેશનો દાવો સાચો સાબિત થતો. જે એકતરફા અંદાજમાં બાંગ્લાદેશે ભારતને સતત બે મેચમાં હરાવ્યા એ બતાવે છે કે ટીમ ઈંડિયા કેવા કપરા સમયમાંથી પસાર થઈ રહી છે.  ધોનીના કેરિયરમાં બાંગ્લાદેશ પ્રવાસમાં મળેલી હાર સૌથી મોટો દાગ છે. આ શ્રેણી પછી કપ્તાની પદમાંથી તેમની વિદાય થઈ જાય તો આશ્ચર્ય નહી હોય. વનડે શ્રેણીમાં મળેલ હારની ચારેબાજુથી આલોચના  પછી તેમણે કપ્તાની છોડવાની વાત પણ કહી દીધી. ધોનીના કેરિયરમાં બાંગ્લાદેશ પ્રવાસ પર મળેલ હાર સૌથી મોટો દાગ બની ગઈ છે. 
 
ધોનીનું ફોર્મ 
 
છેલ્લા કેટલાક સમયના આંકડાને જોતા સ્પષ્ટ થાય છે કે ધોની લાંબા સમયથી આઉટ ઓફ ફોર્મ છે. ધોનીની બેટિંગને લઈને સતત સવાલ ઉભા થઈ રહ્યા છે. આલોચકોએ આ વાતને અનેકવાર મુદ્દો બનાવ્યો છે કે ધોનીમાં હવે પહેલ જેવી વાત નથી રહી. બાંગ્લાદેશના વિરુદ્ધ બંને મેચમાં ધોની ઢળતી ટીમને સાચવી નહી શક્યા. જેવા કે તેઓ પહેલા આવ્યા હતા.  છેલ્લા એક વર્ષમાં ધોનીએ 19 વનડે રમી છે. 41.18ની સરેરાશથી 453 રન બનાવ્યા છે જેમા એક પણ સદી નથી. આ તેમના કેરિયરના સરેરાશ 52.46 સરેરાશથી ખૂબ ઓછા છે.  એટલુ જ નહી ધોનીએ છેલ્લી સદી ઓક્ટોબર 2013માં મારી હતી.  ટીમ ઈંડિયાને અનેક સફળતા અપાવનારા ધોની વિશે કહેવાય છે કે માહીના હાથમાં મૈજિક છે ધોની પત્થરને પણ અડી લે તો તે પારસ બની જાય છે.  પણ 2011 વર્લ્ડ કપ ખિતાબ જીત્યા પછી માનો ધોનીની કિસ્મતે યૂ ટર્ન લઈ લીધો.  વર્ષ 2011 માં વર્લ્ડ કપ જીત્યા પછી 2015 સુધી ટીમ ઈંડિયાને ધોનીની આગેવાનીમાં અનેકવાર હારનો સામનો કરવો પડ્યો. વર્ષ 2011 સુધી સફળતા જે ધોનીની પાછળ પાછળ ચાલી રહી હતી એ ધોનીની હવે દરેક રણનીતિ ફ્લોપ સાબિત થવા માંડી. બે વર્ષ પહેલાની નંબર 1 ટેસ્ટ ટીમનુ લથડતુ પ્રદર્શન જોઈ સૌના હોશ ઉડી ગયા. 
 
બીસીસીઆઈ તાપસ કમિટી બેસાડી 
 
કમાણીના મામલે દિગ્ગજોને પાછળ છોડી ચૂકેલા મહેન્દ્ર સિંહ ધોનીના હિતોની ટક્કરને લઈને વિવાદોમાં છે. બીસીસીઆઈએ ધોની વિરુદ્ધ તપાસ શરૂ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે ધોનીનુ નામ પ્લેયર મેનેજમેંટ કંપની રીતિ સ્પોર્ટ્સ સાથે જોડાયેલુ છે. આમ તો રીતી સ્પોર્ટ્સ ધોની ઉપરાંત રૈના અને રવિન્દ્ર જડેજાના વ્યવસાયિક હિતોનુ પણ ધ્યાન રાખે છે. આ બંને ધોનીના નિકટના માનવામાં આવે છે. આ કારણે ધોની પર હિતોની ટક્કરનો આરોપ લાગી રહ્યો છે. બીસીસીઆઈ અધ્યક્ષ જગમોહન ડાલમિયાનુ કહેવુ છે કે ધ્ની સાથે જોડાયેલ કથિત હિતોના ટક્કરનો મામલો અનુશાસન સમિતિ પાસે છે અને તપાસની રિપોર્ટ આવ્યા પછી જ તેઓ કશુ કહેશે. 
 
શ્રીનિવાસનના નિકટ્સ્થ 
 
બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ અને વર્તમાન આઈસીસીના ચેયરમેન એન.શ્રીનિવાસન સાથે ધોનીની નિકટતા વિશે સૌ કોઈ વાકેફ છે. ધોનીની ચુપ્પીએ અનેકવાર ધોનીને કટઘરામાં ઉભા કર્યા છે. ખાસ કરીને પૂર્વ બીસીસીઆઈ અધ્યક્ષ એન. શ્રીનિવાસન સાથે ધોનીની નિકટતા તેમની તરફ આંગળી ચીંધે છે. આ શ્રીનિવાસને અનેકવાર ધોનીની કપ્તાની બચાવી છે.  તાજેતરમાં જ ચોખવટ થઈ છે કે કેવી રીતે વર્ષ પહેલા પસંદગીકાર વિરાટ કોહલીને કપ્તાની સોંપવા માંગતા હતા પણ શ્રીનિવાસને વીટો કરી નિર્ણય બદલી નાખ્યો. બીજી બાજુ ધોની આલોચનાનો સામનો કરી રહ્યા હતા તો બીજી બાજુ સુપ્રીમ કોર્ટે એન.શ્રીનિવાસનના અધિકાર છીનવી લીધા અને બોર્ડની રાજનીતિ જ્યારે પલટી તો રમતની અંદરની રમત પણ બદલાય ગઈ. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ધોનીએ અચાનક ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય લીધો.  આ અચાનક સંન્યાસ પણ અનેક સવાલ છોડી ગયો. 

મનમાનીનો આરોપ  
 
આ બધા વચ્ચે ધોની પર ટીમ ઈંડિયાની પસંદગીમાં મનમાની કરવાનો આરોપ લાગવા માંડ્યો. આલોચક કહેવા માંડ્યા કે અડધી ટીમ ઈંડિયાની પસંદગી આઈપીએલ ચેન્નઈ ટીમમાંથી થાય છે. રવિન્દ્ર જડેજા, સુરેશ રૈના, મોહિત શર્મા, આર. અશ્વિન જેવા ખેલાડીઓ ને ધોની સતત તક આપતા રહ્યા અને આ બધા ટીમ ચેન્નઈના ખેલાડી છે. ધોની પર યુવરાજ સિંહની સાથે અન્યાયનો આરોપ પણ લાગ્યો. ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરવા છતા ધોનીએ વર્લ્ડ કપ ટીમમાં યુવરાજને તક ન આપી.  બીજી બાજુ હરભજન પણ ટીમમાં કમબેકની રાહ જોતા રહ્યા. જ્યારે કોહલીને ટેસ્ટ ટીમની કમાન મળી તો તેમણે હરભજનને ટીમમાં પરત લીધા. આ ઉપરાંત આઈપીએલની ચેન્નઈ ટીમના માલિકોમાંથી એક ગુરૂનાથ મયપ્પને જ્યારે સ્પોટ ફિક્સિંગના દાગ લાગ્યા તો ધોની પર મયપ્પનને બચાવવા માટે ખોટુ બોલવાનો આરોપ પણ લાગ્યો.  તેનાથી તેમની સાખ બગડી.