શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated :નવી દિલ્હી. , બુધવાર, 8 સપ્ટેમ્બર 2021 (11:03 IST)

શિખર ધવન અને આયશા મુખર્જીના છુટાછેડા ? જાણો ઈસ્ટગ્રામ પોસ્ટની શુ છે હકીકત

ભારતીય ઓપનર શિખર ધવન (Shikhar Dhawan)સાથે જોડાયેલ એક સમાચાર સામે આવી રહ્યા છે. તેમની પત્ની આયેશા મુખર્જી ( Ayesha Mukherjee) એ ઈસ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ લખી છે. આ પોસ્ટમાં આયેશાએ છુટાછેડા પર પોતાના વિચાર મુક્યા છે અને સાથે જ લખ્યુ છે કે તે 2 વાર ડાયવોર્સ લીધા પછી કેવુ અનુભવી રહી છે. ધવન અને આયેશાએ 2009માં સગાઈ કરી હતી અને તેના ત્રણ વર્ષ પછી લગ્નના બંધનમાં બંધાયા હતા. આયેશાએ પોતાના પહેલા પતિને પણ ડાયવોર્સ આપ્યા હતા, જેનાથી તેમને 2 પુત્રીઓ છે. 
 
જ્યારે પોતાનાથી વયમાં 10 વર્ષ મોટી આયેશા સાથે ધવને લગ્ન કર્યા તો તેમને એ સમયે ઘણુ સાંભળવુ પડ્યુ હતુ. જો કે ધવનને પરિવારનો સાથ મળ્યો. વર્ષ 2014માં આયેશાએ એક પુત્રને જન્મ આપ્યો જેનુ નામ જોરાવર ધવન છે. ધવને અનેક વાર આ વિશે વાત કરી છે કે કેવી રીતે આયેશા સાથે લગ્ન કર્યા પછી તેની જીંદગી બદલાઈ ગઈ. એ અનેકવાર કહી ચુક્યો છે કે આયેશાને મળ્યા પછી તે એક વ્યક્તિ અને એક ક્રિકેટરના રૂપમાં કેવી રીતે બદલાયો. 

 
ધવને છુટાછેડાને લઈને કોઈ સત્તાવાર માહિતી નથી આપી. તેણે ન તો કોઈ નિવેદન રજુ કર્યુ છે અને ન તો સોશિયલ મીડિયા પર પોસ્ટ શેયર કરી છે. આ પહેલા રિપોર્ટ અઅવી હતી કે શિખર અને આયેશાએ એકબીજાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈંસ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે.  એટલુ જ નહી આયેશાએ શિખરની બધી તસ્વીરો પોતાના ફીડ પરથી ડિલીટ કરી દીધી છે. 
 
આયેશા મુખર્જીએ ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ શેયર કરી છે જેમાં ડાયવોર્સ પર ઘણું લખ્યુ છે.. 
 પશ્ચિમ બંગાળની આયેશાએ પોતાની પોસ્ટમાં લખ્યું, 'એક વખત છૂટાછેડા લીધા પછી એવું લાગતું હતું કે બીજી વખત ઘણું બધું દાવ પર લગાવ્યુ છે. ઘણુ બધુ સાબિત કરવાનુ હતું. તેથી જ્યારે મારા બીજા લગ્ન તૂટ્યા  ત્યારે તે ખૂબ ડરામણું હતુ. મેં વિચાર્યું કે છૂટાછેડા એક ગંદો શબ્દ છે પણ પછી મારા બે વાર છૂટાછેડા થઈ ગયા. જ્યારે મેં પહેલી વાર છૂટાછેડા લીધા ત્યારે હું ખૂબ ડરી ગઈ હતી,  મને લાગ્યું કે હું નિષ્ફળ ગઈ છું.

 
આયેશાએ આગળ લખ્યું, 'મને લાગ્યું કે મેં બધાને નીચુ  જોવડાવ્યુ છે અને સ્વાર્થી જેવુ પણ લાગ્યુ. મને લાગ્યું કે હું મારા માતા -પિતાને નિરાશ કરી રહી છું, મારા બાળકોને નીચુ જોવડાવી રહી છુ અને મહદ અંશે મને લાગ્યું કે મેં ભગવાનને પણ અપમાનિત કર્યા છે. છૂટાછેડા ખૂબ જ ગંદો શબ્દ હતો.