ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: બુધવાર, 17 મે 2023 (12:35 IST)

Sourav Ganguly: સૌરવ ગાંગુલીને હવે Y ને બદલે Z કેટેગરીની સુરક્ષા, જાણો બંગાળ સરકારે કેમ લીધો આ નિર્ણય

પશ્ચિમ બંગાળ સરકારે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની સુરક્ષા વધારવાનો નિર્ણય કર્યો છે. મમતા બેનર્જી સરકાર હવે ગાંગુલીને Z શ્રેણીની સુરક્ષા આપશે. નવી સુરક્ષા વ્યવસ્થા હેઠળ, પૂર્વ બીસીસીઆઈ પ્રમુખની સુરક્ષામાં આઠથી 10 પોલીસકર્મી રહેશે. આ પહેલા ગાંગુલીને Y-કેટેગરીના સુરક્ષા કવચ હેઠળ ત્રણ પોલીસકર્મીઓ દ્વારા સુરક્ષા આપવામાં આવતી હતી.  આટલી જ સંખ્યામાં સુરક્ષા કર્મચારી તેમના બેહલા સ્થિત નિવાસસ્થાન પર તેમની રખેવાળી કરતા હતા.  
 
કેમ વધારી સૌરવ ગાંગુલીની સુરક્ષા 
 
બીસીસીઆઈના પૂર્વ પ્રમુખને અગાઉ 'Y' શ્રેણીની સુરક્ષા હતી. તેની સમાપ્તિ પછી, મંગળવારે (16 મે) સરકારે ગાંગુલીની સુરક્ષાને અપગ્રેડ કરવાનો નિર્ણય કર્યો. બંગાળ સરકારના એક અધિકારીએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું, “વીવીઆઈપી સુરક્ષા પૂરી થયા બાદ પ્રોટોકોલ મુજબ સમીક્ષા કરવામાં આવી હતી. જે બાદ ગાંગુલીની સુરક્ષાને Z શ્રેણીમાં અપગ્રેડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
 
ગાંગુલીના કાર્યાલય પહોચ્યા અધિકારી 
 
મંગળવારે રાજ્ય સચિવાલયના પ્રતિનિધિ ગાંગુલીના બેહલા કાર્યાલય પહોચ્યા. જ્યા તેમણે કલકત્તા પોલીસ મુખ્યાલય  લાલબજાર અને સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ સાથે બેઠક કરી. અધિકારીએ કહ્યુ ગાંગુલી હાલ પોતાની ટીમ દિલ્હી કૈપિટલ્સ સાથે યાત્રા કરી રહ્યા છે અને 21 મેના રોજ કલકત્તા પરત આવશે. એ જ દિવસથી તેમને જેડ શ્રેણીની સુરક્ષા મળવી શરૂ થઈ જશે. 
 
બંગાલમાં કોને કેટલી સુરક્ષા ?
 
પશ્ચિમ બંગાળમાં રાજ્યપાલ સીવી આનંદ બોસ, મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તૃણમૂળ કોંગ્રેસના સાંસદ અને રાષ્ટ્રીય સચિવ અભિષેક બેનર્જીને જેડ પ્લસ સુરક્ષા મળે છે. ફિરહાદ હકીમ અને મોલૉય ઘટક જેવા મંત્રીઓને જેડ શ્રેણીની સુરક્ષા આપવામાં આવે છે. ભાજપાના પશ્ચિમ બંગાળના અધ્યક્ષ સુકાંત મજમૂદારને સીઆઈએસએફ સુરક્ષાની સાથે જેડ પ્લસ સુરક્ષા પણ મળે છે.