શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 13 ઑક્ટોબર 2015 (13:04 IST)

શુ ધોનીની કપ્તાનીનો સમય ગયો ?

પહેલા બાંગ્લાદેશ વિરુદ્ધ વનડે શ્રેણી પછી ઘર આંગંણે આફ્રિકા વિરુદ્ધ ટી-20 શ્રેણીમાં હાર અને કાનપુર વનડેમાં જીતના ઉંબરે આવ્યા પછી મળેલી હાર.. શુ ખરેખર સારા દાવ લગાવવા માટે ઓળખાતા મહેન્દ્ર સિંહ ધોની હવે ચૂકવા માંડ્યા છે. કે પછી ટેસ્ટ કે વનડે ટીમો માટે જુદા જુદા કપ્તાનની થિયરી ભારતીય ટીમને માફક નથી આવી રહી ? 
 
ક્રિકેટ વિશેષજ્ઞો અને આ રમતના દિવાના વચ્ચે હવે આ ચર્ચા સામાન્ય થઈ ગઈ છે. ભારતના પૂર્વ કપ્તાન મોહમ્મદ અઝહરુદ્દીને પણ કહ્યુ છે કે જો ધોની સારુ પ્રદર્શન નથી કરતા તો પસંદગીકારોએ વિચારવુ જોઈએ.  કંઈક આવુ જ માનવુ છે પૂર્વ ઓલરાઉંડર અજિત અગરકરનું પણ. 
 
તો શુ હવે સમય આવી ગયો છે કે વનડેની કમાન પણ ટેસ્ટ કપ્તાન વિરાટ કોહલીને સોંપવામાં આવે. 
 
વિરાટનો સમય આવી ગયો છે. 
 
ક્રિકેટ સમીક્ષક પ્રદીપ મૈગજીન માને છે કે વિરાટ કોહલી ટેસ્ટ ટીમના કપ્તાન તો છે જ, હવે સમય આવી ગયો છે કે તેમને જ એકદિવસીય ક્રિકેટની કમાન પણ સોંપી દેવી જોઈએ.  મહેન્દ્ર સિંહ ધોની આમ પણ હવે વધુ ક્રિકેટ રમવાના નથી. હવે બે પ્રારૂપના જુદા જુદા કપ્તાન બનાવવાથી કોઈ લાભ નથી. 
 
તેમનુ માનવુ છે કે વિરાટ કોહલીને તો કપ્તાન બનાવવાના છે જ આ ઉપરાંત ધોનીની વય પણ વધી રહી છે અને તે ફોર્મમાં પણ નથી. જો કે તેમનુ માનવુ છે કે એક વિકેટકીપરના રૂપમાં ધોની હજુ પણ ટીમમા રહી શકે છે કારણ કે તેમનો કોઈ હાલ કોઈ વિકલ્પ નથી. 
 
બેટિંગમાં નંબર ગેમ 
 
બેટિંગ ક્રમને લઈને પણ ટીમમાં ખેંચ તાણ જોવા મળી રહી છે. અજિંક્ય રહાણેને નંબર 3 અને વિરાટ કોહલીને નંબર 4 પર રમાડવાની ધોનીની રણનીતિને લઈને પ્રદીપ મૈગજીનનુ માનવુ છે કે જો ટીમ ડાયરેક્ટર રવિ શાસ્ત્રી આ વિચારી રહ્યા છે તો ટેસ્ટ મેચમાં કોઈ પણ રમી શકે છે તો પછી વિરાટ કોહલીને કેમ તકલીફ થઈ રહી છે. 
 
વિરાટે પહેલા કહ્યુ હતુ કે રોહિત શર્મા ટેસ્ટમાં નંબર 3 પર રમશે પછી તેમને ટીમમાં કાયમ રાખવા પાંચ પર મોકલે છે. તો ધોની રહાણેને નંબર ત્રણ પર કેમ નથી મોકલી શકતા ?
 
જો કે પ્રદીપ મેગેઝીન કહે છે કે ધોનીની કપ્તાનીને લઈને ચર્ચા કરવી હજુ ઉતાવળ છે. કારણ કે જો ભારત કાનપુરમાં જીતી જાત તો આ સવાલ પણ ન ઉઠતો.