ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શનિવાર, 10 જુલાઈ 2021 (14:15 IST)

હરલીન દેઓલે બાઉંડી લાઈન પર પકડ્યો અનોખો કેચ, ફેન્સે કહ્યુ 'સુપરવુમેન' - જુઓ VIDEO

ભારત અને ઈગ્લેંડ વચ્ચે રમાયેલ પ્રથમ ટી-20 હરીફાઈમાં ઈગ્લિશ ટીમે બાજી મારી. વરસાદથી પ્રભાવિત મેચમાં ડકવર્થ લુઈસ નિયમ હેઠળ ઈગ્લેંડએ ટીમ ઈંડિયાને 18 રનથી હરાવ્યુ. પ્રથમ બેટિંગ કરતા ઈગ્લેંડે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 177 રન બનાવ્યા. ટીમ તરફથી નતાલી સીવર અને એમી જોન્સે વિસ્ફોટક રમત રમી. લક્ષ્યનો પીછો કરતા ભારતે 8.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 54 રન બનાવ્યા હતા. ત્યારે જ આ રમત પર મોસમની માર પડી અને ત્યારબાદ એકપણ બોલ નાખવો શક્ય ન બની શકયો. ટીમ ઈડિયાને ભલે આ મેચમાં હારનો સામનો કરવો પડ્યો, પણ બાઉંડી લાઈન પર હરલીન દેઓલ દરા પકડાયેલ કેચ તરફ સૌનુ ધ્યાન ગયુ. 

હરલીને ઇંગ્લેન્ડની ઇનિંગની 19 મી ઓવરના પાંચમા બોલ પર એમી જોન્સનો શાનદાર કેચ પકડ્યો. હરલીને હવામાં કૂદીને પહેલા બોલને બાઉન્ડ્રી ક્રોસ કરતા અટકાવ્યો અને પછી બીજી વાર તેને કેચમાં ફેરવ્યો. હરલીનના આ આશ્ચર્યજનક કેચનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે અને ચાહકો હરલીનને 'સુપરવુમન' ગણાવી રહ્યા છે.  હરલીને કેચ ઉપરાંત 24 બોલમાં 17 રન બનાવીને આ મેચમાં અણનમ રહી સાથે જ  સ્મૃતિ મંઘાનાએ 17 બોલમાં 29 રનની સારી ઇનિંગ્સ રમી હતી. વનડે સિરીઝ દરમિયાન માંઘાનાએ બાઉન્ડ્રી પર જબરદસ્ત કેચ પણ લીધો હતો, જેનો વીડિયો એકદમ વાયરલ થયો હતો