શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી , શનિવાર, 7 મે 2016 (17:09 IST)

લગ્નના 18 દિવસ પછી જ રવિન્દ્ર જડેજાના ઘરે આવ્યો નાનકડો મહેમાન

ટીમ ઈંડિયાના સ્ટાર ઑલરાઉંડર રવિન્દ્ર જડેજા 17 એપ્રિલના રોજ એંજિનિયર રીવાબા સોલંકી સાથે લગ્નના બંધનમાં બંધાયેલ છે. લગ્નના પુર્ણ 18 દિવસ પછી તેમના ઘરે એક નવો મહેમાન આવ્યો છે. આ વાતની માહિતી સર જડેજાએ પોતે આપી છે. તેમણે આની ખુશી સોશિયલ નેટવર્કિંગ સાઈટ ઈંસ્ટાગ્રામ પર તસ્વીર શેયર કરીને કરી છે. 
ઘોડાના શોખીન સર જડેજાની ઘોડી જાનકીએ આ અઠવાડિયે 'વારી' નામના બચ્ચાને જન્મ આપ્યો છે. પોતાના ફાર્મ હાઉસ પહોંચેલા જડેજાએ 'વારી' સાથે તેમનો ખૂબ સમય વિતાવ્યો. તેમને આ બચ્ચાની તસ્વીરો પણ ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.  ઉલ્લેખનીય છે કે જડેજાને ઘોડેસવારીનો ખૂબ જ શોખ છે.