શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: જાલંધર. , શુક્રવાર, 12 ડિસેમ્બર 2014 (17:32 IST)

હેપી બર્થડે યુવરાજ - એક એવો ખેલાડી જેણે ક્રિકેટ અને કેંસર સામે જંગ જીતી

સિક્સર કિંગના નામથી જાણીતા યુવરાજ સિંહનો પરિચય કરાવવો જરૂરી નથી. તેમનુ નામ આવતા જ વિશ્વ કપ ટી-20ની યાદ તાજી થાય છે. જે મેચમાં તેમણે ઈગ્લેંડના ઝડપી બોલર સ્ટુઅર્ટ બ્રાંડના એક જ ઓવરમાં 6 છક્કા લગાવીને ક્રિકેટ પ્રેમીઓના દિલોની ધડકન બની ગયા. કરોડો ક્રિકેટ પ્રશંસકોના દિલોમાં રાજ કરનારા અને ભારતીય ક્રિકેટનો આત્મા કહેવાતા યુવરાજ સિંજ આજે 33 વર્ષના થઈ ગયા છે. આ પ્રસંગે તેમને જન્મદિવસની શુભેચ્છા 
 
ભલે યુવરાજ સિંહને વર્ષ 2015માં રમાનારી ક્રિકેત વિશ્વ કપના 30 શક્યત ખેલાડીઓની યાદીમાં સ્થાન ન મળ્યુ હોય પણ અગાઉના વિશ્વ કપમાં સીરિઝના હીરો બનીને તેઓ ચર્ચામાં હતા. પોતાની ઓલરાઉંડર રમતનુ પ્રદર્શન કરી તેમણે વિરોધી ટીમોને ઘૂંટણ ટેક્વા મજબૂર કરી દીધા હતા. વર્ષ 2011ના વર્લ્ડ કપ જો ભારતે જીત્યો તો એવુ કહેવુ ખોટુ નહી રહે કે તેમા સૌથી વધુ ફાળો યુવરાજ સિંહનો જ હતો. આ શ્રેણીમાં સારુ પ્રદર્શન કરવા બદલ તમેને મેન ઓફ ધ સીરિઝ  જાહેર કરવામાં આવ્યા હતા. 
 
આ વિશ્વ કપ પછી જ જાણ થઈ કે યુવરાજ સિંહને કેસર છે અને તેની સારવાર શરૂ થઈ.  અમેરિકામાં યુવરાજની સારવાર થઈ અને તે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે.  જો કે આ બીમારીને કારણે તેમના કેરિયર પર  બ્રેક લાગી ગઈ.  જેને કારણે તેમની પસંદગી આગામી વિશ્વકપ 2015 માટે ન થઈ શકી.  તેમ છતા એ વાતને નકારી નથી શકાતી કે યુવરાજ એક મહાન ખેલાડી છે  અને ક્રિકેટ જગતમા તેમના યોગદાનને ભૂલી શકાતુ નથી.  યુવી ટીમમા પરત આવવાની રાહ જોઈ રહ્યા છે.  તેઓ રણજી ટ્રોફી રમી રહ્યા છે અને તાજેતરમાં જ એક સેંચુરી મારી છે. યુવરાજે 16 ઓક્ટોબર 2003માં ન્યુઝીલેંડ વિરુદ્ધ પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી. 
 
જ્યારે કે એકદિવસીય મેચમાં તેમણે ડેબ્યુ મેચ 3 ઓક્ટોબર વર્ષ 2000માં કીનિયા વિરુદ્ધ રમીને કરી. યુવરાજે ટેસ્ટમાં ત્રણ સદી અને 11 હાફ સેંચુરે બનાવી છે.  બીજી બાજુ એકદિવસીય મેચમાં તેમણે 13 સદી અને 51 હાફ સેંચુરી મારી છે. તેમણે 13 વર્ષની વયમાં અંડર 16 પંજાબની તરફથી રમી હતી.  જ્યારે કે 1997-98માં તેમણે પહેલીવાર ઓડિશા વિરુદ્ધ રણજી ટ્રોફી રમી હતી. યુવરાજના પિતાનુ નામ યોગરાજ સિંહ અને માતાનુ નામ શબનમ સિંહ છે. માતાપિતાના છુટાછેડા પછી યુવરાજ પોતાની માતા સાથે જ રહેતા હતા.  જ્યારે યુવરાજ કેંસર સામે લડી રહ્યા હતા ત્યારે તેમની માતા શબનમ હંમેશા તેમની સાથે રહી.  યુવરાજ સિંહને આ જનમદિવસ પર દેશ વિદેશોમાંથી શુભેચ્છા મળી રહી છે. 
 
જાણો યુવરાજ વિશે વિશેષ વાતો 
 
- ક્રિકેટના મેદાન પર ધૂમ મચાવનારા યુવરાજને બાળપણમાં ટેનિસ અને રોલર સ્કેટિંગ ખૂબ પસંદ હતુ. 
- યુવરાજે મેંહદી સજના દી અને પુત્ર સરદારા ફિલ્મોમાં બાળ કલાકારની ભૂમિકા ભજવી છે. 
- બોલીવુડની એનિમેશન ફિલ્મ જમ્બોમાં યુવરાજ સિંહના અવાજનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 
- પોતાની શ્રેષ્ઠ રમત માટે તેઓ અર્જુન પુરસ્કાર અને પદ્મશ્રી એવોર્ડથી સન્માંતિ થઈ ચુક્યા છે. 
- બીસીસીઆઈ ઉપાધ્યક્ષે વર્ષ 2007માં તેમને પોર્શ ભેટમાં આપ્યુ છે. 
- એક વિશ્વ કપમાં 300 રન અને 15 વિકેટ લેનારા દુનિયાના એકમાત્ર ઓલરાઉંડર ખેલાડી છે. 
- ટી-20 વિશ્વ કપમાં એક ઓવરમાં 6 છક્કા મારનારા દુનિયાના એકમાત્ર ખેલાડી.