શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By વાર્તા|

કુંબલેની ઇંગ્લેન્ડમાં સિદ્ધી

ઇંગ્લેન્ડ (યુએનઆઇ) ભારતનાં લેગ સ્પિનર અનિલ કુંબલેએ બિશનસિંહ બેદી અને કપિલ દેવને પાછળ રાખીને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેનાં બીજા નંબરનાં સૌથી સફળ બોલર બન્યા છે.

કુંબલેએ ટ્રેટબ્રિજ નોટિંઘમમાં બીજા ટેસ્‍ટમાં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ સોમવારે બીજા દાવમાં ત્રણ વિકેટ ઝડપીને આ સિદ્ધી મેળવી છે. આ શ્રેણી પહેલા સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલરમાં ભાગવત ચંદ્રશેખર 23 ટેસ્‍ટમાં 95 વિકેટ, બેદી 22 ટેસ્‍ટમાં 85 વિકેટ અને કપિલ દેવ 27 ટેસ્‍ટમાં 85 વિકેટ બાદ કુંબલેનો ક્રમાંક ચોથો હતો.

આ શ્રેણી પહેલા કુંબલેએ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ 16 ટેસ્‍ટમાં 78 વિકેટ ઝડપી હતી. કુંબલેએ બીજા ટેસ્‍ટમાં ત્રણ વિકેટ ઝડપીને કુલ આંકડો 87 પર પહોંચાડ્યો છે. કુંબલે હવે ચંદ્રશેખરનાં રેકોર્ડથી ફક્ત નવ વિકેટ દૂર છે.