શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી , ગુરુવાર, 21 ઑગસ્ટ 2014 (11:27 IST)

ખેલાડીઓ પ્રત્યે BCCIનું કડક વલણ, પત્ની અને ગર્લફ્રેંડ સાથે નહી જાય

. ઈગ્લેંડમાં ખરાબ પ્રદર્શન પછી બીસીસીઆઈ એક પછી એક અનેક કડક પગલા ઉઠાવી રહી છે. પહેલા કોચ ફ્લેચરનુ કદ ઘટાડવા માટે રવિ શાસ્ત્રીને ડાયરેક્ટર બનાવ્યા. અને હવે જાણવા મળ્યુ છે કે બીસીસીઆઈએ વિદેશ પ્રવાસ પર ખેલાડીઓની પત્નીઓ અને ગર્લફ્રેંડને જવા પર રોક લગાવવાનો નિર્ણય કર્યો છે.  બીસીસીઆઈના નવા ફરમાન મુજબ વિદેશ પ્રવાસ પર ક્રિકેટરોની સાથે ગર્લફ્રેંડના જવા પર પુર્ણ રીતે રોક લગાડવામાં આવી છે. જો કે ખેલાડીઓની પત્નીઓનું કહેવુ છે કે સીમિત સમય માટે તેમની સાથે રહેવાની મંજુરી આપે. બોર્ડ એ નક્કી કરશે કે ખેલાડીઓની પત્ની કેટલા દિવસ તેમની સાથે રહેશે. બીસીસીઆઈ સુત્રોનુ કહેવુ છે કે ઈગ્લેંડના પ્રવાસ પર પત્ની અને ગર્લફ્રેંડને કારણે ખેલાડી પોતાની રમત પર ધ્યાન ન આપી શક્યા. 
 
ઈગ્લેંડ પર વિરાટ કોહલી અને તેમની સ્ટાર ગર્લફ્રેંડની હાજરી ઘણા સમય સુધી મીડિયાની ચર્ચામાં રહી. ઈગ્લેંડ પ્રવાસ માટે બીસીસીઆઈએ ચેતેશ્વર પુજારા, મુરલી વિજય સ્ટુઅર્ટ બિન્ની અને ગૌતમ ગંભીરને પોતાની પત્નીની સાથે લઈ જવાની મંજૂરી આપી હતી. સમગ્ર શ્રેણીમાં આ બધા ખેલાડીઓનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યુ. 
 
અત્રે એ ઉલ્લેખનીય છે કે ઈગ્લેંડ પ્રવાસ પર ભારતીય ટીમનો દેખાવ ખૂબ જ ખરાબ રહ્યો અને તે 3-1થી શ્રેણી હારી ગઈ હતી બીસીસીઆઈના એક ઉચ્ચ અધિકારીના મુજબ હવે બોર્ડ એ પણ નક્કી કરશે કે વિદેશી પ્રવાસ પર જનારી ખેલાડીઓની પત્ની કેટલા દિવસ માટે તેમની સાથે રહેશે. 
c