શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By વેબ દુનિયા|

ભારત 352/3, જાફર-ગાંગુલી અણનમ

જાફર 192 રન પર રમી રહ્યો છે

કોલકત્તા (વેબદુનિયા) ભારતે પાકિસ્તાનની સામે ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણીના બીજા ટેસ્ટ ક્રિકેટ મેચમાં પહેલા દિવસે પહેલા દાવમાં ભારતીય ખેલાડીઓએ રનોનો વરસાદ કરી દીધો હતો. જાફરના અણનમ 192 રન (32 ચોગ્ગા) અને રાહુલ દ્વવિડ અને સચીનની અડધી સદીઓના સહારે ત્રણ વિકેટના ભોગે 352 રન બનાવી લઈ પાકિસ્તાન ઉપર મજબૂત પકડ જમાવી લીધી છે.

સચીન તેની સદી પૂરી કરશે તેવી આશા બધા ક્રિકેટ પ્રેમીઓ રાખી રહ્યા હતા તેવામાં મેચની 75.3મી ઓવરમાં અંગત 82 રનના સ્કોરે દાનિશ કાનેરિયાએ તેને બોલ્ડ કરી દીધા હતા અને ભારતે 313 રનના સ્કોરે ત્રીજી વિકેટ ગુમાવી હતી.

સચીન-જાફરે ત્રીજી વિકેટ માટે 175 રનની ભાગીદારી નોંધાવી હતી. અને તે સમયે જાફર 167 રન કરી લીધા છે.

દિનશે કાર્તિક ફરી એક વખત નિષ્ફળ રહ્યો હતો અને માત્ર એક રન બનાવી આઉટ થઈ ગયો હતો. સોહેલ તન્વીરે પોતાની પહેલી અને પહેલી ઈનીંગની બીજી ઓવરમાં જ તેની વિકેટ ઝડપી ભારતને ઝટકો આપ્યો હતો. પરંતુ ત્યારબાદ વસીફ જાફર અને રાહુલ દ્રવિડે જરાપણ દબાણમાં આવ્યા વિના સ્કોરને આગળ વધારતા રહ્યા હતા. દરમિયાનમાં ભારતે 13.3 ઓવરમાં 50 રન પૂરા કરી લીધા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ આ પહેલા કોલકત્તાના ઈડન ગાર્ડન ખાતે રમાનાર બીજી ટેસ્ટમાં ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. દરમિયાનમાં પાકની ટીમ ઈજાઓથી પરેશાન છે. ટીમને 11 ખેલાડીઓની પસંદગી કરવી ખૂબજ મુશ્કેલી પડી હતી. કેમકે તેના મોટાભાગના ખેલાડીઓ ઈજાથી પીડાઈ રહ્યા છે.

પાક ટીમનો કેપ્ટન શોએબ મલિકને પહેલી ટેસ્ટ બાદ ફૂટબોલ રમતા પગની ધૂંટીમાં ઈજા પહોંચી હતી. જેથી તે આજની મેચમાં રમવાનો નથી. તેના સ્થાને યુનીસ ખાનને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે .મલિકના સ્થાને ફૈઝલ ઈકબાલને રમશે.

આ ઉપરાંત શોએબ અખ્તર પણ સંપૂર્ણ ફીટ નથી પરંતુ તેને ટીમમાં સ્થાન અપાયું છે. મોહમ્મદ સામી પણ ઈન્ફેક્શનથી પીડાઈ રહ્યો છે.

પાકિસ્તાનને સૌથી મોટો ઝટકો તો ત્યારે લાગ્યો કે જ્યારે પીઠના દુખાવાને લીધે દિલ્હી ટેસ્ટ ગુમાવનાર ઉમર ગુલની ઈજામાં રીકવરી ન થતા તેને પાછો પાકિસ્તાન મોકલવો પડ્યો. તેના સ્થાને ઓલરાઉન્ડર યાસર અરાફતને ટીમમાં જગ્યા અપાઈ છે.

પાકિસ્તાની ટીમ : યુનુસ ખાન (કેપ્ટન),મોહમ્મ યુસુફ, શાહિદ આફ્રિદી, સલમાન બટ્ટ, મીસ્બાહ ઉલ હક, ફૈઝલ અહમદ, કામરાન અકમલ, સોહેલ તન્વીર, શોએબ મલીક, મોહમ્મ સામી, દાનિશ કાનેરીયા, અને 12માં ખેલાડીના સ્થાને અબ્દુર રહેમાન છે.

ભારતીય ટીમ : વસીમ જાફર, દિનેશ કાર્તિક, રાહુલ દ્રવિડ, સચીન તેંડુલકર, સૌરવ ગાંગુલી, વી.વી.એસ. લક્ષ્મણ, અનિલ કુંબલે (કેપ્ટન), મહેન્દ્ર સિંહ ધોની (વાઈસ કેપ્ટન, વિકેટ કીપર), હરભજન સિંહ, ઝહીર ખાન, આર.પી સિંહ. મુનાફ પટેલ અને 12માં ખેલાડીના સ્થાને મુરલી કાર્તિકને લીધો છે.