શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: બ્રિસબેન. , શનિવાર, 20 ડિસેમ્બર 2014 (17:02 IST)

હાર્યા પછી ધોનીનો ધડાકો - ડ્રેસિંગરૂમમાં બધુ બરાબર નથી

ભારતીય કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ ચોખવટ કરી છે કે હાલ ટીમના ડ્રેસિંગ રૂમમાં બધુ યોગ્ય રીતે નથી ચાલી રહ્યુ. તેમણે જણાવ્યુ કે સંવાદહીનતા ને કારણે મતભેદ ઉભો થયો જ્યારે વિરાટ કોહલીને દિવસની રમતની શરૂઆત કરવા મોકલ્યા ત્યારબાદ ભારતીય ટીમ ફટાફટ પેવેલિયન ભેગી થઈ ગઈ અને ઓસ્ટ્રેલિયાના હાથે બીજી ટેસ્ટમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો. 
 
ભારતે બીજા દાવમાં 224 રન પર આઉટ થયા પછી ઓસ્ટ્રેલિયાને ફક્ત 128 રનનુ લક્ષ્ય આપ્યુ અને પછી મેચ ચાર વિકેટથી ગુમાવી દીધી. ડ્રેસિંગ રૂમમાં ઉથલ પાથલ ગઈકાલના અણનમ બેટ્સમેન શિખર ધવનના અભ્યાસ સત્ર દરમિયાન હાથમાં વાગવાને કારણે થઈ. આ બેટ્સમેને જોકે દિવસની રમતની શરૂઆત પહેલા વાગવાથી રમવામાં અસમર્થતા બતાવી દીધી હતી. 
 
ભારતે ત્યારબાદ કોહલીને બેટિંગ કરવા માટે મોકલ્યો પણ આ બેટ્સમેનને આ ફેરફાર અંગે ત્યારે બતાડવામાં આવ્યુ જ્યારે રમતની શરૂઆતમા સાત મિનિટથી પણ ઓછો સમય બાકી હતો. ધોનીને પુરસ્કાર વિતરણ સમારંભ દરમિયાન કહ્યુ કે આજનુ પ્રથમ સત્ર અમારે માટે મોટો ઝટકો લઈને આવ્યુ.  અમારા ડ્રેસિંગ રૂમમાં આ વાતને લઈને કોઈ વાતચીત નહોતી કે બેટિંગ કરવા શિખર જશે કે વિરાટ. અમે આ સ્થિતિમાં સારી રીતે શરૂઆત ન કરી.