ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: ગુરુવાર, 29 ફેબ્રુઆરી 2024 (11:53 IST)

Mumbai News: મુંબઈમાં એક ટ્રાંસજેંડરે નવજાત બાળકી સાથે રેપ કરીને કર્યુ મર્ડર

મુંબઈથી નવજાતને શર્મસાર કરનારા સમાચાર સામે આવ્યા છે. અહી એક ટ્રાંસજૈડરે સારી ભેટ ન મળવાથી એક નવાજાત બાળકી સાથે રેપ કર્યો અને તેની હત્યા કરી નાખી. આ ખોફનાક ઘટના 2021માં થઈ હતી. માસૂમ માત્ર ત્રણ મહિનાની હતી. મુંબઈની એક વિશેષ કોર્ટે મંગળવારે બાળકીની સાથે બળાત્કાર અને તેની હત્યા કરનારા ટ્રાંસજેંડર વ્યક્તિને મોતની સજા સંભળાવી. 
 
પીડિત પરિવારનુ કહેવુ છે કે ટ્રાંસજેંડરે નવજાત બાળકને આશીર્વાદ આપવાના બદલામાં પૈસા અને અન્ય સામાન ન આપ્યા તો તેને જઘન્ય અપરાધને અંજામ આપ્યો. 
 
24 વર્ષીય ટ્રાંસજેંડરને મોતની સજા 
 
કોર્ટે 24 વર્ષીયને બળાત્કાર, હત્યા, અપહરણ અને પુરાવાને નષ્ટ કરવાના દોષી જોવા મળ્યા. જ્યારે કે પુરાવાના આભાવમાં એક સહ આરોપીને મુક્ત કરવામાં આવ્યો.  કોર્ટે કહ્યુ કે અપરાધ પૂર્વ નિયોજીત હતો અને ઘટનાથી ખાસ કરીને ગરીબ વિસ્તારમાં રહેનારા બાળકોના માતા-પિતાની આત્મા કાંપી જોશે. 
 
8 જુલાઈ 2021ની અડધી રાત્રે ઘરેથી બાળકનુ અપહરણ કર્યુ ત્યારે કોઈ સાક્ષી નહોતુ. તેથી કોર્ટે પરિસ્થિતિજન્ય પુરાવાના આધાર પર પોતાનો નિર્ણય સંભળાવ્યો. જેમા પરિવાર અને બે પડોશીઓની ગવાહી પણ સામેલ હતી.   
 સાક્ષીઓએ દાવો કર્યો હતો કે તેમણે આરોપીને રાત્ર લગભગ બે વાગે ખભા પર એક બંડલ મુકીલે લઈ જતો જોયો હતો.  
 
ઈનામમાં માંગ્યા 1100 રૂપિયા 
પીડિતાની દાદી મુજબ ઘટનાના દિવસે આરોપી ટ્રાંસજેંડર તેમના ઘરે આવ્યો અને નવજાત બાળકને આશીર્વાદ આપવા માટે ઈનામમાં એક સાડી, નારિયળ અને 1100 રૂપિયાની માંગ કરી. દાદીએ કહ્યુ કે ત્યારે કોવિડ 19 લોકડાઉનનો સમય હતો તેથી પરિવારે પૈસા ન આપી શક્યુ. ત્યારબાદ આરોપીએ તેમને તેનો અંજામ ભોગવવાની ધમકી આપી. 
 
સૂતી વખતે કરી કિડનેપ 
 
પીડિત પરિવાર ઝૂંપડપટ્ટીમાં રહે છે. 8 જુલાઈ 2021ના રોજ પીડિત બાળકને તેની માતાએ રાત્રે લગભગ 9.30 વાગે સુવડાવી દીધુ હતુ. ગરમી વધુ હોવાથી પરિવારે ઘરનો દરવાજો ખુલ્લો રાખ્યો હતો. રાત્રે લગભગ એક વાગે માતા ઉઠી અને બાળકને દૂધ પીવડાવ્યુ. પછી જ્યારે તે વહેલી સવારે લગભગ 3 વાગે ઉઠી તો બાળકી ગાયબ હતી. ત્યારબાદ પરિવારે વિસ્તારમાં શોધ શરૂ કરી અને ફરીથી પોલીસનો સંપર્ક કર્યો. 
 
કોર્ટે કહ્યુ - ક્રૂરતાની હદ પાર 
બીજા દિવસે પરિવારે ટ્રાંસજેંડર વ્યક્તિ દ્વારા આપવામાં આવેલ ધમકી વિશે પોલીસને જણાવ્યુ. જ્યારબાદ પોલીસે તેમની ધરપકડ કરીને પૂછપરછ કરી તો તેણે બધુ કબૂલી લીધુ. આરોપી ટ્રાંસજેંડર પોલીસને 9 જુલાઈ 2021ની સાંજે એ સ્થાન પર લઈ ગયો જ્યા તેને  બાળકી સાથે હેવાનિયત કરી હતી અને તેની લાશ ફેંકી હતી. પોલીસે દાવો કર યો કે મેડિકલ પુરાવાથી જાણા થાય છે કે બાળકી સાથે રેપ કર્યો અને પછી પુરાવા નષ્ટ કરવા માટે તેને કિચડમાં ફેંકી દીધી. જ્યા તેનુ ડૂબી જવાથી મોત થયુ. 
 
પીડિત બાળકીના પ્રાઈવેટ પાર્ટ ગંભીર રૂપે ઘવાયા હતા. સ્પેશલ પૉસ્કો જજ અદિતિ ઉદય કદમે આ મામલાને રેયરેસ્ટ ઓફ રેયર કેસ માન્યો અને કહ્યુ કે દોષી માટે નરમી બતાવવાનુ કોઈ કારણ નથી. તેના કૃત્યથી અત્યાધિક કૂરતા છલકી રહી છે.  આરોપીની પીડિત પરિવાર સાથે પહેલા કોઈ દુશ્મની પણ નહોતી.