સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: બુધવાર, 1 ડિસેમ્બર 2021 (15:56 IST)

Crime News - રાજકોટમાં ‘ક્રાઇમ પેટ્રોલ’ જોઈ નાનો ભાઈ હત્યા કરવાનું શીખ્યો,મોટાભાઇને બેટ મારી પતાવી દીધો!

રાજકોટ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં નાના ભાઇએ જ મોટા ભાઈની હત્યા નીપજાવી હોવાનું સામે આવ્યું છે. જોકે પોલીસે હત્યારા નાના ભાઇને સકંજામાં લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં હત્યારા નાના ભાઇએ ટીવી સિરિયલ ક્રાઇમ પેટ્રોલ જોઇ હત્યા કરવાનું શીખી મોટા ભાઇના માથાના ભાગે બેટ મારી પતાવી દીધો હોવાનું ખૂલ્યું છે. આ ઘટનામાં ‘તારા લગ્ન થઇ ગયા અને મારા લગ્નમાં તમે કોઈ ધ્યાન નથી આપતા’ કહી નાના ભાઈએ બેટ-ઈંટ ફટકારી મોટા ભાઈને પતાવી દીધો હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુવાડવા GIDC પાછળ ચંપલ બનાવવાની ક્લાસિક પોલિમસ ફેક્ટરીમાં કામ કરતા આગ્રાના રહેવાસી બે સગા ભાઇઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં બનાવ હત્યા સુધી પહોંચી ગયો હતો, જેમાં હત્યારા સાવન શ્રીનિવાસે તેના જ મોટા ભાઇ પવન શ્રીનિવાસને માથાના ભાગે બેટ મારી હત્યા નીપજાવી હતી. બનાવની જાણ થતાં એરપોર્ટ પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. નાના ભાઈએ જ મોટા ભાઈની હત્યા કરી હોવાનું માલૂમ થતાં પોલીસે હત્યારા સાવનને સકંજામાં લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ફરી એક વખત ટીવી સિરિયલ ક્રાઇમ પેટ્રોલમાંથી હત્યા કરવાનું શીખી ગુનો કર્યાની ઘટના રાજકોટમાં સામે આવી છે. આજે થયેલી હત્યાના બનાવમાં પણ આરોપીએ ક્રાઇમ પેટ્રોલ સિરિયલ જોઈ એમાંથી હત્યા કરવાની શીખ મેળવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ અગાઉ પણ રાજકોટના બેથી ત્રણ બનાવમાં આરોપી ક્રાઇમ પેટ્રોલ સિરિયલ જોઈ એમાંથી ગુનો કરવા શીખ મેળવી હોવાનું સામે આવ્યું હતું.

એક મહિના પહેલાં મનહરપુરમાં રહેતા શૈલેષ ભૂપતભાઈ પંચાસરા નામના 25 વર્ષના યુવકે મધરાત્રિના પોલીસ કંટ્રોલ રૂમ પર ફોન કરીને કહ્યું હતું કે ‘મારી પત્ની ચારિત્રહીન છે, તેના લફરાંથી કંટાળીને તેને મેં પતાવી દીધી છે. કયા પોલીસ સ્ટેશનમાં હું હાજર થાઉં.' શૈલેષની વાત સાંભળીને એક તબક્કે તો કંટ્રોલ રૂમના સ્ટાફને લાગ્યું હતું કે દારૂના નશામાં કોઈ શખસ ખોટો ફોન કરીને ગેરમાર્ગે દોરો રહ્યો છે. પોલીસે ખરાઈ કરવા માટે સરનામું પૂછ્યું. શૈલેષે ઘંટેશ્વર એસઆરપી કેમ્પ પાસે પોલીસને મોક્લવાનું કહ્યું હતું. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડાંગર સહિતનો સ્ટાફ ત્યાં પહોંચતાં જ તે પોલીસની સામે ચાલ્યો હતો અને એસઆરપી કેમ્પ પાછળ અવાવરૂ સ્થળ પર લઈ જઈ તેની પત્ની નેહા (ઉં.વ.22)નો મૃતદેહ પોલીસને બતાવ્યો હતો. બાદમાં પોલીસે શૈલેષની ધરપકડ કરી હતી