ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. દર્પણ 2018
Written By
Last Modified: નવી દિલ્હી. , બુધવાર, 26 ડિસેમ્બર 2018 (12:26 IST)

Goodbye 2018 - ગૂગલ પર પ્રિયા વારિયરે કર્યો કમાલ, તેથી રહેશે યાદ

આંખ મારનારા એક દ્રશ્યને લઈને સોશિયલ મીડિયામાં ચર્ચામાં આવેલ મલયાલી અભિનેત્રી પ્રિયા પ્રકાશ વારિયર આ વર્ષે દેશમાં ગૂગલ પર સૌથી વધુ શોધાનારી (search)  વ્યક્તિ બની. તેમણે પ્રિયંકા ચોપડા અને સલમાન ખાન જેવા અભિનેતાઓને પણ પાછળ છોડી દીધા. 
 
ગૂગલે ઈયર ઈન સર્ચમાં વારિયર ભારતમાં સૌથી વધુ શોધાયેલ વ્યક્તિઓમાં પ્રથમ સ્થાન પર રહી.  ત્યારબાદ અભિનેત્રી પ્રિયંકા ચોપડાના પતિ નિક જોનાસ, હરિયાણવી ગાયિકા સપના ચૌધરી, પ્રિયંકા ચોપડા, સોનમ કપૂરના પતિ આનંદ આહુજા, અભિનેતા સેફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન, અભિનેતા સલમાન ખાન, બ્રિટિશ રાજકુમાર હૈરી સાથે લગ્ન કરનારી અભિનેત્રી મેગન મર્કેલ, ભજન ગાયક અનૂપ જલોટા અને ફિલ્મ નિર્માતા અને દિવંગત અભિનેત્રી શ્રીદેવીના પતિ બોની કપૂરનુ સ્થાન આવે છે. 
 
વૈશ્વિક સ્તર પર મર્કેલ પ્રથમ સ્થાન પર રહી. પૂર્વ અમેરિકી અભિનેત્રીએ આ વર્ષની શરૂઆતમાં રાજકુમાર હૈરી સાથે લગ્ન કર્યા હતા. આ યાદીમાં ગાયિકા ડેમી લોવેટો, અભિનેતા સિલવેસ્ટર સ્ટૈલોન, અભિનેતા લોગાન પૉલ અને ટીવી અભિનેત્રી રૂલો કર્દીશિયાનુ સ્થાન આવે છે. 
 
દિગ્ગજ સર્ચ એંજિન વેબસાઈટ પર શોધાનાર મુખ્ય ગીતોમાં નેહા કક્કડનુ દિલબર દિલબર, અરિજીત સિંહનુ તેરા ફિતૂર અને આતિફ અસલમનુ દેખતે દેખતેનો સમાવેશ છે.