ભાઈબીજ : ભાઈબહેનનો અપાર પ્રેમ, જાણો ભાઈબીજનું મુહુર્ત

Widgets Magazine
diwali

diwali
કારતક સુદ પક્ષની બીજના દિવસે યમરાજનું પુજન કરવામાં આવે છે તેથી યમબીજ કહે છે. આ તહેવારનું મુખ્ય લક્ષ્ય ભાઈ-બહેનના પવિત્ર સંબંધની સ્થાપના અને પ્રેમભાવની સ્થાપના કરવાનો છે. આ દિવસે બહેન બેરી પુજન કરે છે અને ભાઈના દિર્ધાયુષ્ય માટેની પ્રાર્થના કરે છે. 

માટે શુભ મુહુર્ત 
 
સવારે 7.35થી 8.55 શુભ ચોઘડિયામાં ભાઈને તિલક કરવાનું શુભ મુહુર્ત છે 
 
ત્યારબાદ બપોરે 1.40 થી 2.50 સુધી લાભના ચોઘડિયામાં તિલક લગાવવુ પણ શુભ રહેશે. 
 
બપોરે 2.50થી 4.20 સુધી અમૃતનુ ચોઘડિયા તિલક કરવાનો સૌથી શ્રેષ્ઠ સમય છે.  
 
ભાઈબીજ પર શું કરશો?
 
 


* બ્રહ્મ મુહુર્તમાં ઉઠીને ઘરના કામકાજ પરવારી શરીર પર તેલની માલીશ કરીને સ્નાન કરો.
* આ દિવસે ભાઈ પણ તેલની માલિશ કરીને ગંગા યમુનામાં સ્નાન કરે.
* બહેન નીચેના મંત્ર દ્વારા ભાઈને અભિનંદન કરે-

भ्रातस्तवानुजाताहं भुंक्ष्व भक्तमिमं शुभं।
प्रीतये यमराजस्य यमुनाया विशेषतः॥

* બહેન ભાઈને ભોજન કરાવીને તિલક લગાવો.
* આ દિવસે બહેન ભાઈને ભોજનમાં ભાત ખવડાવે.
* ભાઈ ભોજન બાદ બહેનના ચરણ સ્પર્શ કરીને તેને ઉપહાર સ્વરૂપ વસ્ત્રાદિ અર્પણ કરે.
* આ દિવસે ભાઈએ પોતાની બહેનના ઘરે જઈને ભોજન કરવું જોઈએ.
* ભાઈને હાથ-પગ ધોવડાવીને શુભ આસન પર બેસાડી પોતાની યથાશક્તિ પ્રમાણે બનાવેલ વાનગીઓ દ્વારા ભાઈને ભોજન કરવે.
* ભોજન બાદ ભાઈને તિલક લગાવીને તેના આયુષ્ય માટે પ્રાર્થના કરો.
* ભાઈ પક્ણ પોતાની બહેનને યથશક્તિ પ્રમાણે સૌભાગ્ય વસ્તુઓ તેમજ અન્ય દ્વવ્ય આપીને સૌભાગ્ય માટેની પ્રાર્થના કરો.
* આ દિવસે યમરાજ અને યમુનાજીની પુજાનું પણ મહ્ત્વ છે. ભાઈ-બહેન યમુના અને અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરીને આયુષ્ય તેમજ સૌભાગ્ય માટેની પ્રાર્થના કરે.

પુજા માટેના મહત્વપૂર્ણ મંત્રો.

યમ પુજા માટે-

धर्मराज नमस्तुभ्यं नमस्ते यमुनाग्रज।
पाहि मां किंकरैः सार्धं सूर्यपुत्र नमोऽस्तु ते॥

યમરાજને અર્ધ્ય માટે -

एह्योहि मार्तंडज पाशहस्त यमांतकालोकधरामेश।
भ्रातृद्वितीयाकृतदेवपूजां गृहाण चार्घ्यं भगवन्नमोऽस्तु ते॥


યમુના પુજા માટે-

यमस्वसर्नमस्तेऽसु यमुने लोकपूजिते।
वरदा भव मे नित्यं सूर्यपुत्रि नमोऽस्तु ते॥


ચિત્રગુપ્તની પ્રાર્થના માટે-


मसिभाजनसंयुक्तं ध्यायेत्तं च महाबलम्‌।
लेखनीपट्टिकाहस्तं चित्रगुप्तं नमाम्यहम्‌॥

ભાઈબીજના દિવસે ચિત્રગુપ્તની પુજાની સાથે સાથે પુસ્તકો, કલમ, ખડીયાની પણ પુજા કરવામાં આવે છે. યમરાજના આલેખક ચિત્રગુપ્તની પુજા કરતી વખતે એવું કહેવામાં આવે છે કે -લેખનપટ્ટિકાહસ્તચિત્રગુપ્નમામ્યહ

બીજનું મહ્ત્વ

* વણિક વર્ગ માટે આ નવા વર્ષનો પહેલો દિવસ કહેવાય છે.
* કારતક સુદ બીજના દિવસે ચિત્રગુપ્તનું પુજન કલમના રૂપમાં કરવામાં આવે છે. જો બહેન આ દિવસે પોતાના હાથેથી ભાઈને ભોજન કરાવે તો તેની ઉંમર વધી જાય છે અને જીવનના કષ્ટ દુર થાય છે.
* આ દિવસે બહેનના ઘરે ભોજન કરાવાનું મહત્વ છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ભાઈબીજ દિવાળી તહેવાર પવિત્ર મુહુર્ત ભાઈબીજનું મહત્વ

તહેવારો

news

શાસ્ત્રો મુજબ દિવાળીના 5 દિવસોમાં ન કરવું આ 7 કામ

દિવાળીના 5 દિવસોમાં દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘણા પ્રકારના ઉપાય કરાય છે, પૂજા કરાય ...

news

દીવાળી પૂજન સામગ્રીની યાદી

દીવાળી પૂજન સામગ્રીની યાદી - લક્ષ્મીજીની મૂર્તિ કે ફોટા(બેસેલી લક્ષ્મીજી સરસ્વતી અને ...

news

જો દિવાળી પર ગરોળી જોવાય તો આવું કરો...

સામાન્ય રીતે જોવાયું છે કે દિવાળી પર જ્યારે અમે સાફ સફાઈ કરે છે તો ઘણા-બધા જીવ-જંતુ પણ ...

news

બળી ગયાં કે દાઝી ગયા હોય તો આ 11 પ્રાથમિક ઉપચાર આ રીતે કરો

બળી ગયાં કે દાઝી ગયા હોય તો આ 11 પ્રાથમિક ઉપચાર આ રીતે કરો બળનારી વ્યક્તિના જીવનની ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine