સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Updated : બુધવાર, 19 ઑક્ટોબર 2022 (12:43 IST)

Dhanteras & Lakshmi Pujan 2022 આટલી વાતોનુ રાખશો ધ્યાન તો ધનતેરસ પર મા લક્ષ્મી આવશે આપને દ્વાર

dhanteras
ધનની દેવી મા લક્ષ્મી અને ધનના દેવતા ધનવંતરિને પ્રસન્ન કરવા માટ ધનતેરસનો દિવસ ઉત્તમ દિવસ માનવામાં આવે છે.  આજે અમે આપને બતાવે રહ્યા છીએ  પરિવારમાં સંપન્નતા અને સમૃદ્ધિને આમંત્રિત કરવા માટે આ દિવસે શુ કરવુ જોઈએ અને શુ ન કરવુ જોઈએ તેના વિશે માહિતી. 
 
 
- દિપકનુ પર્વ દિવાળીમાં થોડાક જ દિવસ બાકી છે. હિન્દુઓના આ સૌથી મોટા તહેવારની શરૂઆત ધનતેરસથી જ થાય છે. મોટાભાગના લોકો ધનતેરસના વિશે એટલુ જ જાણે છે કે આ દિવસે સોનુ ચાંદી અને વાસણો વગેરેનો સામાન ખરીદવો શુભ છે પણ આ એક અધુરુ સત્ય છે. ધનતેરસનુ મહત્વ આટલુ જ નથી. ધનની દેવી મા લક્ષ્મી અને ધનના દેવતા ધનવંતરિને પ્રસન્ન કરવા માટેનો આ અતિ ઉત્તમ દિવસ છે. આવો જાણી પરિવારમાં સંપન્નતા અને સમૃદ્ધિને આમંત્રિત કરવા માટે આ દિવસે શુ કરવુ જોઈએ અને કંઈ વાતોથી બચવુ જોઈએ. 
 
એવુ માનવામાં આવે છે કે સમુદ્ર મંથનના સમયે દેવ ધનવંતરિ ચૌદ રત્નો સાથે સમુદ્રમાંથી નીકળ્યા હતા અને ત્યારે તેમના હાથમાં કળશ હતો. આ જ કારણે ધનતેરસ પર વાસણ ખરીદવાની પરંપરા ચાલુ થઈ. લોકો પોતાના સામર્થ્ય મુજબ આ દિવસે સ્ટીલ તાંબુ કાંસુ પીત્તળ વગેરે કોઈપણ ધાતુના બનેલા વાસણો ખરીદે છે. 
 
આ દિવસે ચાંદીની ખરીદી પણ કરી શકો છો. ચાદી ચંદ્રનુ પ્રતીક છે. અને ચંદ્રમા જીવનમાં શીતળતા સુખ શાંતિ અને સ્વાસ્થ્યનુ પ્રતિક છે. લોકો આ દિવસે ચાંદીના સિક્કા પણ ખરીદે છે. દિવાળી પૂજન પછી આ સિક્કાને તિજોરી કે પૈસા મુકવાના સ્થાન પર મુકવા જોઈએ. 
 
ઘણા લોકો પૂજા માટે લક્ષ્મી ગણેશની ચાંદીથી બનેલી મૂર્તિઓ ખરીદે ક હેહ્  પણ આવુ ન કરવુ જોઈએ.   તેના સ્થાન પર માટીથી બનેલી મૂર્તિઓ લો. મૂર્તિ ખરીદતી વખતે  ધ્યાન રાખો કે ગણેશજીની મૂર્તિની સૂંઢ જમણી બાજુ હોય. જો મોંઘી ઘાતુ ખરીદવાનુ મન છે તો મૂર્તિઓને બદલે લક્ષ્મી ગણેશ અંકિત ચાંદીનો સિક્કો ખરીદો અને તેને દિવાળી પૂજા માટે ઉપયોગમાં લો. 
 
પૂજા માટે ઉપયોમા લેવામાં આવતો મોટો દીવો રૂની વાટ દેશી ઘી તલ કે સરસવનુ તેલ ચંદન હળદર પાવડર કુમકુમ અને ચોખા માટે ઉપયોગમાં લેવામાં આવતા ચોખા અને પૂજા માટે ઉપયોગમાં લેવામાં આવનારી મીઠાઈઓની ખરીદી પણ ધનતેરસના દિવસે કરો. 
 
જો કે ઘનવંતરિ ચિકિત્સા અને આરોગ્યના દેવતા છે તો આ દિવસે જો તમે ચિકિત્સાના વ્યવસાય સથે જોડાયા છો તો કોઈ ચિકિત્સકીય યંત્રની ખરીદી કરી શકો છો. 
 
ધનતેરસ પર ઘર અને ઓફિસની સારી રીતે સફાઈ કરો અને તેને સજાવો. ઘરમાં મનપસંદ રંગથી દિશા વિશેષમાં વાસ્તુ સમ્મત આકારની રંગોળી બનાવો. 
 
ધનતેરસની રાત્રે બેડરૂમના ખૂણામાં લક્ષ્મીની તસ્વીર અને યંત્રને લાકડીના પાટલા પર મુકો. પછી દીવો પ્રગટૅઅવીને મા લક્ષ્મીની પૂજા કરો. ધનતેરસના દિવસે કુબેરની ધૂપ દીપથી ઊજા ન કરો કારણ કે યક્ષની ધૂપ દીપથી પૂજા નથી કરવામાં આવતી.  ધનતેરસથી લઈને ભાઈ બીઝ સુધી રોજ માતા લક્ષ્મીની આરાધના કરતા રહેવાથી આપના ઘરમાં સુખ અને સમૃદ્ધિનુ આગમન થશે. 
 
ધનતેરસના દિવસે શુભ ફળની પ્રાપ્તિ માટે ઉત્તર પૂર્વ દિશામાં પૂજા કરીને તમે બૃહસ્પતિને મજબૂત કરવા સાથે સાથે આ દિશાના વાસ્તુ દોષને દૂર પણ કરી શકો છો. ઘરના બધા રૂમના ઉત્તર પૂર્વ દિશામાં ફાલતુ સામાન ન મુકશો અને હોય તો તેને હટાવી લો. ધનતેરસના દિવસે પીપળાના વૃક્ષને પાણી આપો. 
(Edited By -Monica Sahu)