ઘર પરિવારને મૃત્યુના ભયથી બચાવવા માટે વાંચો ધનતેરસ કથા

રવિવાર, 15 ઑક્ટોબર 2017 (17:23 IST)

Widgets Magazine

વાત પ્રાચીન સમયની છે. એકવાર યમરાજે પોતાના દૂતોને પૂછ્યુ કે શુ પ્રાણીઓના પ્રાણ લાવતા સમયે તમને દુખ થયુ ? તમારા મનમાં દયા ભાવ ઉત્પન્ન થયો અને આ વિચાર આવ્યો કે આપણે આ પ્રાણ ન લઈ જવા જોઈએ. 
 
પ્રશ્ન ગંભીર હતો. એક દૂત ઉભો થયો અને બોલ્યો, "સ્વામી એકવાર આવુ થયુ હતુ કે અમે એક રાજકુમારના પ્રાણ તેના લગ્નના ચોથા દિવસે લાવવા પડ્યા તો અમે દુખી અને વિચલિત થઈ ગયા." 
 
"સવિસ્તાર જણાવો" યમરાજ બોલ્યા. 
 
જેના પર દૂતે ઘટના વિસ્તારથી કહી સંભળાવી. "એક વાર હંસ નામનો રાજા શિકાર કરતો કરતો પડોશી રાજ્યની સીમામાં પહોંચી ગયો. ભૂખો તરસ્યો રાજા હંસ એ પડોશી રાજા હેમરાજની ત્યા પહોંચ્યો. હેમરાજે તેનુ સ્વાગત્ર કર્યુ. એ જ દિવસે હેમરાજની ત્યા પુત્ર જન્મ થયો." 
 
"રાજા હેમરાજે હંસના આગમનને શુભ માનીને તેને ત્યા થોડા દિવસ રહેવાનો આગ્રહ કર્યો. નવજાત રાજકુમારના છઠ્ઠી સંસ્કાર પૂજનના દિવસે એક વિદ્વાન જ્યોતિષિએ ભવિષ્યવાણી કરી કે જ્યારે રાજકુમારનુ લગ્ન થશે ત્યારે લગ્નના ચોથા દિવસે તેનુ મૃત્યુ થઈ જશે." 
 
બધા લોકો દુખી અને ઉદાસ થઈ ગયા. રાજા હંસે હેમરાજને હિમંત બંધાવી અને રાજકુમારની રક્ષાનુ વચન આપ્યુ. તેમણે રાજકુમારના રહેવાની વ્યવસ્થા યમુના તટ પર કરી. 
 
જ્યારે રાજકુમાર જવાન થયો તો તેના લગ્ન એક સુંદર રાજકુમારી સાથે કરવામાં આવ્યા. વિવાહના ચોથા દિવસે યમદૂતોને રાજકુમારના પ્રાણ લેવા પડ્યા.  
 
યમદૂતને આ કથા સંભળાવતા આગળ કહ્યુ - સ્વામી એ સમયે હેમરાજ રાજાની ત્યા જે કારુણિક વાતાવરણ હતુ તેને જોઈને અમારી આંખોમાંથી આંસૂ નીકળી પડ્યા.  પણ અમે વિવશ હતા. 
 
યમરાજ બોલ્યા - આ કાર્ય વિધિના વિધાન માન માટે આપણે કરવુ પડે છે પણ આપણુ મન પણ વિચલિત થાય છે. 
 
ત્યારે દૂતે કહ્યુ, "સ્વામી શુ કોઈ એવો ઉપાય છે કે માનવનુ અકાળ મૃત્યુ ન થાય."
 
ત્યારે યમરાજે જણાવ્યુ કે "ધનતેરસના દિવસે યમુનામાં સ્નાન કરીને યમરાજ અને ધનવંતરિનુ પૂજન દર્શન વિધિપૂર્વક કરવુ જોઈએ. યમરાજના નામે સાંજે દિપદાન કરવુ જોઈએ. યથા શક્તિ શક્ય હોય તો વ્રત પણ કરો. જે ઘરમાં આ પૂજન થશે તે ઘરમાં ક્યારેય અકાળ મૃત્યુ નહી થાય." Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

તહેવારો

news

Video - જરૂર અજમાવો આ શુભ 4 ટોટકા ધનતેરસ પર

ધનતેરસ પર અવસર ન ગુમાવો, જરૂર અજમાવો આ શુભ 4 ટોટકા ધનતેરસ પર જે પણ ઉપાય અજમાવાય છે ...

news

Video-આ ધનતેરસ પર ઘરે લાવો લક્ષ્મીજીને પ્રિય એક વસ્તુ, થશે આ 9 ફાયદા..

Video-આ ધનતેરસ પર ઘરે લાવો લક્ષ્મીજીને પ્રિય એક વસ્તુ, થશે આ 9 ફાયદા..

news

દિવાળીના દિવસે અહી પ્રગટાવશો દિવો તો મળશે શુભ ફળ

દિવાળી પર પ્રદોષકાળનો સમય સાંજે 5.38 વાગ્યાથી લઈને રાત્રે 8.14 મિનિટ સુધી રહેશે. આ ...

news

દિવાળી પર 27 વર્ષ પછી બનશે મહાસંયોગ.. ધનથી ભરી લો તમારુ ઘર

વર્ષભરમાં પડનારા તહેવારોમાંથી દિવાળી એક એવો તહેવાર છે જ્યારે મહાલક્ષ્મીને પ્રસન્ન કરવુ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine