લાભ પાંચમનુ મહત્વ.. પૂજા તિથિ અને મૂહુર્ત

labh panach
Last Modified સોમવાર, 12 નવેમ્બર 2018 (10:15 IST)
લાભ પાંચમને સૌભાગ્ય પણ કહે છે.
જે મોટાભાગે ગુજરાતમાં ઉજવાય છે.
આ દિવાળીનો અંતિમ્દિવસ હોય છે. સૌભાગ્યનો મતલબ હોય છે સારુ ભાગ્ય અને લાભનો મતલબ છે સારો ફાયદો.તેથી આ દિવસને ભાગ્ય અને સારા લાભનો દિવસ માનવામાં આવે છે.
આ દિવસે પૂજા કરવાથી જીવન વ્યવસાય અને પરિવારમં લાભ, સારુ ભાગ્ય અને ઉન્નતિ આવે છે.
ગુજરાતમાં નૂતન વર્ષ પછી લાભપાંચમ એ કામકાજનો પહેલો દિવસ હોય છે. આમ તો લાભ પાંચમનો આખો દિવસ જ શ્રેષ્ઠ હોય છે. એ દિવસે મુહુર્ત જોવાની જરૂર નથી હોતી.

લાભ પાંચમનું શ્રેષ્ઠ મુહુર્ત

લાભ પાંચમ - 12 નવેમ્બર 2018 સોમવાર
પંચમી તિથિ શરૂ - 11 નવેમ્બર 2018 સાંજે 23.44 થી શરૂ
પંચમી તિથિ સમાત્પ - 13 નવેમ્બર 2018 સમય 01.50 સુધી
લાંભ પંચમી પૂજા મુહૂર્ત - સવારે 06.42થી 10.21 સુધી

લાભ પાંચમના દિવસે ક્કોઈ નવો વ્યવસાયનુ કામ શરૂ કરવુ ખૂબ શુભ માનવામં આવે છે.
ગુજરાતમાં આ તહેવારનુ ખૂબ મહત્વ છે.
આ દિવસે ગુજરાતના વેપારીઓ નવા વહી ખાતા શરૂ કરે છે. તેમા સૌ પહેલા કુમકુમથી ડાબી બાજુ શુભ અને જમણી બાજુ લાભ લખવામાં આવે છે.
વચ્ચે સાથીયો બનાવાય છે. આ દિવસે લક્ષ્મીની પૂજ કરવામાં આવે છે.

- જે લોકો દિવાળીના દિવસે શારદા પૂજન નથી કરી શકતા તેઓ પોતાની દુકાનોમાં કે સંસ્થાઓ ખોલીને આ દિવસે પૂજન કરે છે.
- આ દિવસે લોકો લક્ષ્મી અને ગણેશ પૂજન કરીને સુખ સમૃદ્ધિ અને એશ્વર્ય માટે પ્રાર્થના કરે છે.



આ પણ વાંચો :