શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Updated : બુધવાર, 18 ઑક્ટોબર 2017 (12:16 IST)

માતા લક્ષ્મીને ખૂબ પ્રિય છે આ 12 પ્રકારની વસ્તુઓ

માતા લક્ષ્મીજીની પૂજન સામગ્રીમાં કેટલીક વસ્તુઓ જરૂર હોવી જોઈએ. લક્ષ્મીજીને કેટલીક વસ્તુઓ ખાસ પ્રિય છે. તેના પ્રયોગથી એ તરત જ પ્રસન્ન થાય છે. 
1. દેવી લક્ષ્મીને પુષ્પમાં કમળ અને ગુલાબ પ્રિય છે . 
 
2. વસ્ત્રમાં એને પ્રિય વસ્ત્ર લાલ-ગુલાબી કે પીળા રંગના રેશમી વસ્ત્ર છે. 
 
3. ફળમાં શ્રીફળ ,સીતાફળ, બેર, દાડમ અને સિંઘાડા પ્રિય છે. 
 
4. સુગંધમાં કેવડા, ગુલાબ, ચંદનના ઈત્રનો ઉપયોગ એમની પૂજામાં જરૂર કરો. 
 
5.  અનાજમાં ચોખા પસંદ છે . 
 
6. મિઠાઈમાં ઘરમાં બનેલી શુદ્ધતા પૂર્ણ કેસરની મિઠાઈ કે હલવોના નેવેદ્ય ઉપયુક્ત છે. 
 
7. પ્રકાશ માટે ગાયનો ઘી, મગફળી કે તિલ્લીનો તેલ માતાને તરત જ પ્રસન્ન કરે છે. ૝
 
8. માતા લક્ષ્મીને સ્વર્ણ આભૂષણ પ્રિય છે. 
9. માતા લક્ષ્મીને રત્નોથી ખાસ પ્રેમ છે. 
 
10. તેમને બીજી પ્રિય સામગ્રીમાં શેરડી, કમલકાકડી, આખી હળદર, બિલ્વપત્ર, પંચામૃત, ગંગાજળ, સિંદૂર, ભોજપાત્ર શામેળ છે. 
 
11. માતા લક્ષ્મીના પૂજન સ્થળને ગાયના ગોબરથી લીપવું જોઈએ. 
 
12. ઉનના આસન પર બેસીને લક્ષ્મી પૂજન કરવાથી તત્કાલ ફળ મળે છે.