Dhanteras 2017: ધનતેરસ પર રાશિ મુજબ કરશો ખરીદી તો આખુ વર્ષ ઘરમાં બરકત રહેશે

મંગળવાર, 17 ઑક્ટોબર 2017 (10:23 IST)

Widgets Magazine

ધનતેરસના તહેવારના દિવસે  ધન સંપન્નતા માટે કુબેર ભગવાનની પૂજા કરવામાં આવે છે.. કાર્તિક માસની કૃષ્ણ ત્રયોદશીના રોજ મનાવાય છે ઘનવંતરીને દેવતાઓના વૈદ્ય માનવામાં આવે છે. તેથી સ્વાસ્થ્ય રક્ષા માટે આ દિવસે ધનવંતરીની પૂજા કરવામાં આવે છે. તેમને હિન્દુ ધર્મમાં ચિકિત્સાના દેવતા પણ માનવામાં આવે છે. રોગ નાશ કામના માટે આજે આપ  ऊं रं रूद्र रोग नाशाय धनवंतर्ये फट्।। મંત્રનો જાપ કરો.. 
 
ભગવાન ધન્વંતરિને વસ્ત્ર અર્પણ કરવાં. શંખપુષ્પી, તુલસી, બ્રાહ્મી વગેરે પૂજનીય ઔષધીઓ પણ ભગવાન ધન્વંતરિને અર્પણ કરવી. ભગવાન ધન્વંતરિના ચિત્ર પર ગંઘ, અબીર, ગુલાલ ફૂલ, રોલી વગેરે અર્પણ કરવું.   
 
એવુ કહેવાય છે કે આ દિવસે ભગવાન ધનવંતરી અમૃત કે કળશ લઈને પ્રકટ થયા હતા.. તેથી આ દિવસે કળશ અને વાસણ ખરીદવા શુભ માનવામાં આવે છે અને એ વાસણો અને ધાતૂની દિવાળીના દિવસે પૂજા કરવામાં આવે છે.  
 
ऊं रं रूद्र रोग नाशाय धनवंतर्ये फट्।।
 
ધનતેરસના દિવસે ધનના દેવતા કુબેર અને આયુર્વેદના પ્રણેતા ભગવાન ધનવંતરીના પૂજનની સાથો સાથ કેટલીક નવી વસ્તુ ખરદીવાનું ખાસ મહત્વ હોય છે. જયોતિષાચાર્યોના મતે રાશિ પ્રમાણે જો વસ્તુની ખરીદી કરાય તો વર્ષ દરમ્યાન કયારેય પૈસાની અછત રહેશે નહીં.  એવુ કહેવાય છે કે ધનતેરસના દિવસે ખરીદી કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને આ દિવસથી પાંચ દિવસ સુધી દિવાળીના તહેવારનો પણ આરંભ થાય છે. 
આજે આપ રાશિ પ્રમાણે આ વસ્તુ ખરીદો 
 
મેષ રાશિ: આજે આ રાશિના લોકો લોખંડથી નિર્મિત વસ્તુ ચામડુ કે કેમિકલ ખરીદવાથી બચે.. આજે આપ તામ્ર પત્ર, લાલ વસ્ત્ર, સોનું, ચાંદી, વાસણ, ઘરેણાં, હીરા, વસ્ત્રની ખરીદી કરવી શુભદાયક છે. આપ  સોનાના કે પીત્તળના વાસણ ખરીદો આરોગ્ય સારુ રહેશે. 
 
વૃષભ રાશિ:  આજે વૃષભ રાશિના લોકો માટે કમ્પ્યુટર, ચાંદીની મૂર્તિ કે ઘરેણા ખરીદો તેનાથી તમારા જીવનમાં ઉતાર ચઢાવ ઓછા થશે અને પરિવારમાં શાંતિ રહેશે. . અને હા આજે આપ ફર્ટિલાઈઝર્સ, વાહન, ચામડાની વસ્તુઓ કે લાકડાથી બનેલી વસ્તુઓ ખરીદવાથી બચો.. 
 
મિથુન રાશિ: મિથુન રાશિના લોકો આજે મકાન કે પ્લોટનો સોદો કરવા શુભ રહેશે  કારણ કે આપની રાશિ પર મંગળની દ્રષ્ટિ છે.. તો આપને માટે આ  લાભકારી રહેશે  આપ આજે કાંસાના વાસણો ખરીદો જેથી ભ્રમથી બચશો.. કાંસાની અંગૂઠી કે મૂર્તિ ખરીદી શકો છો.. તેનાથી ધન સંબંધી સમસ્યા ઠીક થશે અને સારા નિર્ણય લઈ શકશો. 
 
કર્ક રાશિ - આ રાશિના લોકો ચાંદીના વાસણ કે સિક્કા ખરીદવા જોઈએ.. જેનાથી ભાવનાઓ પર કાબૂ મેળવી શકશો તમારી માટે ઈલેક્ટ્રોનિક સામાન ખરીદવો પણ શુભ રહેશે. કપડા વાસણ કે લાકડાની વસ્તુ અને  સંપત્તિ ખરીદવી પણ આપને માટે શુભ ફળદાયી છે.. 
 
સિંહ રાશિ - સિંહ રાશિના લોકો આજે તાંબાના વાસણ ખરીદો.. તાંબાનો લોટો ખરીદવો પણ શુભ રહેશે.  આવુ કરવાથી સ્વાસ્થ્ય સારુ રહેશે અને ગુસ્સાની આદત સુધરી જશે.. હા પણ આજે સોનાની કે લોખંડની વસ્તુ ખરીદવાથી બચો.. 
 
કન્યા રાશિ - આ રાશિના લોકો માટે ચાંદીના આભૂષણ ખરીદવા શુભ રહેશે. ચાંદીની માળા ખરીદવી સૌથી ઉત્તમ રહેશે. આવુ કરવાથી લગ્નના યોગ બનશે અને બુદ્ધિ ઠીક રહેશે... વાહન કે ફર્નિચર ખરીદવુ પણ શુભ છે.. હા પણ આજે સફેદ કે કાળા વસ્ત્રો ન ખરીદશો.. 
 
તુલા રાશિ - ચાંદીના લક્ષ્મી કે ગણેશ ખરીદો.. તેનાથી તમારો વેપારમાં નુકશાન અટકી જશે અને નોકરીમાં આવતા અવરોધ ખતમ થશે.. હા આજે આપ લોખંડ સિવાય કંઈ પણ ખરીદી શકો છો.. 
 
વૃશ્ચિક રાશિ - આજે આપ તાંબાના કે પીત્તળના વાસણ ખરીદો. જેનાથી તમરુ વૈવાહિક જીવન સુખદ રહેશે.  સંતાન પક્ષના અવરોધો પણ દૂર થશે.. હા આજે આપ સોનુ ખરીદવાથી બચો.. 
 
ધનુ રાશિ - આજે આપ સોન કે પીત્તળના સિક્કા ખરીદો.. મૂર્તિયો પણ ખરીદી શકો છો. આવુ કરવાથે ઘનની તમારા જીવનમાં આવતી ધનની કમી દૂર થશે... પીળા કપડાં દવાઓ સોનુ ઘૌ વગેરે ખરીદવી શુભ ખરીદી શકો છો.. 
 
મકર - આજે આપ ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ ખરીદવાથી બચો... આપ આજે કાંસા કે જસ્તાના વાસણ ખરીદો  તેનાથી તમને ધનની હાનિ નહી થાય.. વાહન ખરીદવાનુ સુખ મળી શકે છે. 
 
કુંભ રાશિ - આ રાશિના જાતકોનેએ સ્ટીલના વાસણ ખરીદવ્વા જોઈએ. સ્ટીલનો લોટો કે જગ ખરીદવો શુભ રહેશે. તેનાથી તમારુ ડૂબી ગયેલુ ધન પરત મળી શકે છે.. આ પણ આજે સોનુ અને કિમંતી પત્થર ખરીદતા બચો 
 
મીન રાશિ - ચાંદી કે તાંબાના સિક્કા ખરીદવા જોઈએ. અને આની પૂજા દિવાળીના દિવસે જરૂર કરો.. તેનાથી તમને ખર્ચ ઓછા થશે અને તમારા પરિવારમાં વાદવિવાદ થાય નહી. હા આજે આપ કોઈને ઉધાર આપશો નહી.. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

તહેવારો

news

નરક ચતુર્દશી 2017- જાણો દિવાળીના એક દિવસ પહેલા શા માટે હોય છે યમરાજની પૂજા

દિવાળીના એક દિવસ પહેલા એટલે આ વખતે 18 ઓક્ટોબરને નરક ચતુર્દશી પડી રહી છે. નરક ચતુર્દશીને ...

news

Video - જરૂર અજમાવો આ શુભ 4 ટોટકા ધનતેરસ પર

ધનતેરસ પર અવસર ન ગુમાવો, જરૂર અજમાવો આ શુભ 4 ટોટકા ધનતેરસ પર જે પણ ઉપાય અજમાવાય છે ...

news

Video-આ ધનતેરસ પર ઘરે લાવો લક્ષ્મીજીને પ્રિય એક વસ્તુ, થશે આ 9 ફાયદા..

Video-આ ધનતેરસ પર ઘરે લાવો લક્ષ્મીજીને પ્રિય એક વસ્તુ, થશે આ 9 ફાયદા..

news

ધનતેરસના દિવસે આટલું કરો (see Video)

ધનતેરસના દિવસે આટલું કરો

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine