બુધવાર, 24 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Updated : બુધવાર, 18 ઑક્ટોબર 2017 (12:26 IST)

શાસ્ત્રો મુજબ આ કારણોથી લક્ષ્મીની બહેન ઈનકમ વધવા દેતી નથી

ખૂબ ઓછા લોકો એવા હશે જેમને એ ખબર હશે કે મહાલક્ષ્મીની એક મોટી બહેન પણ છે. અનેક શાસ્ત્રોમાં આ સંબંધમાં વિગતવાર માહિતી આપવામાં આવી છે. સાથે જ લક્ષ્મીની બહેન સાથે જોડાયેલ કેટલીક માન્યતા પણ પ્રાચીન સમયથી પ્રચલિત છે. સામાન્ય રીતે ઘણા લોકો મહાલક્ષ્મીની કૃપા મેળવવા માટે જુદા જુદા પ્રકારના ઉપાય કરે છે. પણ લક્ષ્મીની કૃપા ખૂબ ઓછા જ લોકોને મળે છે.  કેટલાક એવા કામ બતાવ્યા છે જેનાથી મહાલક્ષ્મીની બહેન દરિદ્રા કોઈ વ્યક્તિને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરવા દેતી નથી. 
 
અહી જાણો મહાલક્ષ્મીની બહેન કોણ છે અને ક્યા ક્યા કામ કરવાથી વ્યક્તિ ધનવાન નથી બની શકતો. 
 
ક્યા ક્યા કાર્યોથી કોઈ ગરીબ વ્યક્તિ લક્ષ્મીની કૃપા પ્રાપ્ત નથી કરી શકતો. જેને લઈને પ્રચલિત માન્યતાઓ મુજબ મહાલક્ષ્મીની એક બહેન બતાવી છે. લક્ષ્મીની આ બહેનનુ નામ છે દરિદ્રા. દરિદ્રા મતલબ ગરીબી. પ્રાચીનકાળમાં સમૃદ્ર મંથન થયુ હતુ અને મહાલક્ષ્મી પ્રગટ થઈ હતી. ત્યારબાદ જ્યારે ભગવાન વિષ્ણુ સાથે લક્ષ્મીનુ પાણીગ્રહણ થવા લાગ્યુ. ત્યારે લક્ષ્મીએ શ્રીહરિને કહ્યુ કે - જ્યા સુધી મારી બહેન દરિદ્રાનુ લગ્ન નથી થઈ જતુ ત્યા સુધી હુ લગ્ન કરી શકતી નથી.  
 
ઉદ્દાલક મુનિ સાથે થયા દરિદ્રાના લગ્ન 
 
એ સમયે ભગવાન વિષ્ણુએ લક્ષ્મીજીની બહેન દ્રરિદ્રાના વિવાહ માટે વર શોધવો શરૂ કર્યો. વિષ્ણુ એવો કોઈ વર ન શોધી શક્યા જે દરિદ્રા સાથે લગ્ન કરી શકે. ત્યારે અંતમાં શ્રીહરિએ ઉદ્દાલક મુનિ સાથે દરિદ્રાના લગ્ન કરવાની પ્રાર્થના કરી. ઉદ્દાલક મુનિએ વિષ્ણુની પ્રાર્થના સ્વીકાર કરી લીધી અને તેમનુ લગ્ન દરિદ્રા સાથે થઈ ગયુ. જ્યારે દરિદ્રા ઉદ્દાલક મુનિ સાથે તેમના આશ્રમ પહોંચી તો ત્યા આશ્રમમાં પ્રવેશ ન કરી શકી. ત્યારે મુનિએ દરિદ્રાને પૂછ્યુ કે તમે આશ્રમમાં પ્રવેશ કેમ નથી કરી શકતા ?
 
આ પ્રશ્નના ઉત્તરમાં દરિદ્રા મતલબ ગરીબીએ એ જે વાતો બતાવી હતી તે બધી વાતો આપણે માટે લાભકારી છે અને આ વાતોથી સમજી શકાય છે કે કોઈ વ્યક્તિની ઈનકમ કેમ વધતી નથી... 


આવા સ્થાન પર થાય છે દરિદ્રતા કે દરિદ્રાનો વાસ 
 
દરિદ્રાએ મુનિ ઉદ્દાલકના પ્રશ્નના જવાબમાં જણાવ્યુ કે તે કેવા લોકોના ઘરમાં પ્રવેશ નથી કરી શકતી. દરિદ્રા કહ્યુ કે જે લોકો સવારે મોડા ઉઠે છે. સાફ સફાઈ કરતા નથી જે ઘરમાં ઝગડો થાય છે. જે ઘરમાં લોકો ગંદા કપડા પહેરે છે. જ્યા સ્ત્રી અને પુરૂષ અધાર્મિક આચરણ અપનાવે છે ત્યા હુ સ્થાયી રૂપે નિવાસ કરુ છુ. આવા કામ કરનારા લોકોને દરિદ્રા નિર્ધન બનાવી દે છે.  
 
ક્યા ઘરમાં ગરીબીનો વાસ થતો નથી 
 
દરિદ્રાએ કહ્યુ કે જે ઘરમા નિયમિત રૂપે કચરો કાઢવામાં આવે છે. જ્યા ગાયના છાણથી લેપન થાય છે.  જ્યા લોકો સૂર્યોદય પહેલા ઉઠી જાય છે. જ્યા પૂજા થાય છે જે ઘરમાં સ્ત્રીઓ સુંદર અને સ્વચ્છ કપડા પહેરે છે જ્યા તુલસીની પૂજા થાય છે આવા ઘરમાં હુ પ્રવેશ કરતી નથી.