Widgets Magazine

રાવણે મંદોદરીને બતાવી હતી સ્ત્રીઓની આ આઠ નબળાઈઓ.... જાણો આ વિશે

સોમવાર, 22 મે 2017 (17:55 IST)

Widgets Magazine

દશેરા મતલબ વિજયા દશમીના દિવસે આખા દેશમાં બુરાપણુંનુ પ્રતીક રાવણના પુતળાનુ દહન કરવામાં આવે છે. શાસ્ત્રો મુજબ રાવણના અનેક અવગુણોમાંથી એક અવગુણ હતો સ્ત્રીઓ તરફ મોહિત થઈ જવુ. સીતાની સુંદરતા જોઈને રાવણે સીતાનુ હરણ કર્યુ હતુ.   શ્રીરામચરિત માનસ મુજબ સીતા હરણ પછી જ્યારે શ્રી રામે વનાર સેના સહિત સમુદ્ર પાર કરીને લંકામાં આગમન કર્યુ તો મંદોદરી ગભરાય ગઈ ને તે રાવણને સમજાવવા લાગી કે યુદ્ધ ન કરે અને શ્રીરામ પાસે માફી માંગતા સીતાને પરત કરે. આ વાત પર રાવણે મંદોદરીની મજાક ઉડાવતા કહ્યુ કે .. 
 
नारि सुभाऊ सत्य सब कहहीं। अवगुन आठ सदा उर रहहीं।
साहस अनृत चपलता माया। भय अबिबेक असौच अदाया।
 
આ દોહામાં રાવણે મંદોદરીને સ્ત્રીઓની આઠ એવી વાતો બતાવી જે કેટલીક સ્ત્રીઓમાં સમાન રૂપે હોય છે.  
 
પહેલી વાત ખૂબ વધુ સાહસ - રાવણ મુજબ સ્ત્રીઓમાં સાહસ ખૂબ વધુ હોય છે. જેને કારણે સ્ત્રીઓ અનેકવાર એવુ કામ કરી નાખે છે જેના પછી પાછળથી પછતાવુ પડે છે. રાવણ મંદોદરીને કહે છે કે સ્ત્રીઓ એ સમજી નથી શકતી કે સાહસનો ક્યારે અને કેવી રીતે પ્રયોગ કરવો જોઈએ. જ્યારે સાહસ હદથી વધી જાય છે તો તે દુસાહસ બની જાય છે અને આ હંમેશા નુકશાનદાયક છે. 
 
બીજી વાત છે ખોટુ બોલવુ - રાવણ મંદોદરીને કહે છે કે સ્ત્રીઓ વાત વાત પર ખોટુ બોલે છે. આ આદતને કારણે તેમને પરેશાનીઓનો સામનો કરવ પડે છે. ક્યારેય અસત્ય વધુ સમય સુધી છુપુ રહી શકતુ નથી.   સત્ય એક દિવસ તો સામે આવી જ જાય છે.  
 
ત્રીજી વાત છે ચંચળતા  - સ્ત્રીઓનુ મન પુરૂષોની તુલનામાં વધુ ચંચળ હોય છે. આ કારણે તેઓ કોઈ એક વાત પર લાંબા સમય સુધી ટકી નથી શકતી. ક્ષણ ક્ષણમાં સ્ત્રીઓના વિચાર બદલાય છે અને આ જ કારણે તે મોટાભાગે પરિસ્થિતિયોમાં એ સાચો નિર્ણય નથી લઈ શકતી. 
 
ચોથી વાત છે માયા રચવી - રાવણ મુજબ સ્ત્રીઓ પોતાના સ્વાર્થને પુર્ણ કરવા માટે અનેક પ્રકારની માયા રચે છે. કોઈ વ્યક્તિ પાસેથી પોતાનુ કામ કરાવવા માટે જુદી જુદી લાલચો આપે છે.  રિસાય જાય છે. મનાવે છે. આ બધી માયા છે. જો કોઈ પુરૂષ આ માયામાં ફસાય જાય તો તે સ્ત્રીના વશમાં થઈ જાય છે. રાવણ મંદોદરીને કહે છે કે તે માયા રચીને મારા શત્રુ રામનો ભય સંભળાવ્યો છે.   જેથી હુ તારી વાતોમાં આવી જઉ અને સીતાને પરત કરુ. 
 
પાંચમી વાત છે ડરપોક થવુ -  ક્યારેક ક્યારેક સ્ત્રીઓ કારણ વગર જ ગભરાય જાય છે અને આ કારણે તેમના દ્વારા અનેક કામ બગડી જાય છે. સ્ત્રી બહારથી સાહસ બતાવે છે પણ તેના મનમાં ભય હોય છે. 
 
છઠ્ઠી વાત છે અવિવેકી સ્વભાવ મતલબ મૂર્ખતા - રાવણ કહે છે કે કેટલીક પરિસ્થિતિયોમાં સ્ત્રીઓ અવિવેકી સ્વભાવના કારણે મૂર્ખતા પૂર્ણ કામ કરી દે છે. વધુ સાહસ હોવાને કારણે અને ખુદને શ્રેષ્ઠ સાબિત કરવા માટે એવા કામ કરવામાં આવે છે જે ભવિષ્યમાં મૂર્ખતા પુર્ણ સિદ્ધ થાય છે. 
 
રાવણના મુજબ સાતમી વાત છે નિર્દયતા મતલબ સ્ત્રીઓ જો નિર્દયી થઈ જાય તો તે ક્યારેય દયા નથી બતાવતી. 
 
અંતિમ આઠમી વાત - એ છે કે સ્ત્રીઓમાં અપવિત્રતા મતલબ સાફ-સફાઈનો અભાવ હોય છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

હિન્દુ

news

Hindu Dharm - સોમવારે કોઈપણ સમયે કરો શિવ રુદ્રાષ્ટકનો આ પાઠ, મળશે મનપસંદ ફળ

અઠવાડિયુ પુર્ણ થતા જ શરૂઆત થાય છે ભગવાન શિવના વિશેષ દિવસની. સોમવારનો દિવસ વિશેષ રૂપે શિવ ...

news

Hindu dharm- સવારે ઉઠતા જ થાય આવું તો, Mahalaxmiની કૃપા મળવાના છે ઈશારા

1. સવારે ઉઠતા જ શંખ, મંદિરની ઘંટડીની આવાજ સંભળાત તો આ બહુ શુભ હોય છે. 2. જો ઉઠતા જ ...

news

Success અને Health સાથે જોડાયેલ આ ફાયદા માટે ઘરમાં પ્રગટાવો માટીનો દીવો

હિન્દુ પરંપરામાં પૂજા દરમિયાન દીવો પ્રગટાવવાની માન્યતા છે. દીવો એ પાત્ર છે જેમા ઘી કે તેલ ...

news

Hindu Dharm- જો તમારા ઘરમાં (lizard) ગરોળી જોવાય તો, જાણો શું છે ઈશારા

જ્યોતિષ મુજબ દૈનિક જીવનમાં બહુ બધા એવા ઈશારા હોય છે જેનું અમે અંદાજો થઈ જાય છે કે ...