1. ધર્મ
  2. તહેવારો
  3. દશેરા
Written By
Last Updated : સોમવાર, 23 ઑક્ટોબર 2023 (14:02 IST)

રાવણ ની માતા નું નામ શું હતું ?

Ravana and Rambha
રાવણ રામાયણનું એક વિશેષ પાત્ર છે. રાવણ લંકાનો રાજા હતો. તે પોતાના દસ માથાંને લીધે પણ ઓળખાતો હતો. 
 
હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર અને વાલ્મીકિ રામાયણ મુજબ રાવણ પુલસ્ત્ય મુનિનો પૌત્ર હતો. અર્થાત્ તેના પુત્ર વિશ્વશ્રવાનો પુત્ર હતો. વિશ્વશ્રવાની વરવર્ણિની અને કૈકસી નામની બે પત્નિઓ હતી. વરવર્ણિનીએ કુબેરને જન્મ આપ્યો, શોક્યના પુત્રનો જન્મ થયો હોવાથી, ઈર્ષ્યામાં કૈકસીએ ગર્ભ ધારણ કર્યો, જેથી તેના ગર્ભમાંથી રાવણ અને કુંભકર્ણ જન્મ્યા હતા. 
 
રાવણના પિતાનુ  નામ ઋષિ વિશ્વશ્ર્વા અને માતાનો નામ કૈકસી હતું. કૈકસી વિશ્વશ્રવાની બીજી પત્ની હતી. તેનાથી પહેલા તેમનો લગ્ન ઈલાવિડા હતી. જેનાથી રાવણ પહેલા કુબેરનો જન્મ થયું. 

રાવણના દાદા દાદી
બ્રહ્માના પુત્ર મહર્ષિ પુલસ્ત્ય રાવણના દાદા હતા. રાવણની દાદીનું નામ હવિર્ભુવા હતું.
  
રાવણના નાના-નાની
રાવણના નાનાનું નામ સુમાલી અને નાનીનું નામ તાડકા હતું.
 
રાવણના ભાઈઓ અને બહેનો
રાવણને કુલ 8 ભાઈઓ અને બહેનો હતા. વિભીષણ, કુંભકરણ, અહિરાવણ, ખાર, દુષણ રાવણના સાચા ભાઈઓ હતા. સુર્પણખા અને કુંભીની રાવણની વાસ્તવિક બહેનો હતી. આ સિવાય રાવણના સાવકા ભાઈ (જે રાવણથી મોટા હતા) કુબેર હતા.
 
 
રાવણની પત્નીઓ
રાવણને ત્રણ પત્નીઓ હતી. પહેલી પત્નીનું નામ મંદોદરી, બીજી પત્નીનું નામ ધન્યામાલિની અને ત્રીજી પત્નીનું નામ જાણી શકાયું નથી. રાવણની પ્રથમ પત્ની મંદોદરી રાજા માયાસુર અને અપ્સરા હેમીની પુત્રી હતી.
 
રાવણનો પુત્ર
પૌરાણિક માન્યતાઓ અનુસાર, રાવણને સાત પુત્રો હતા. રાવણના પુત્રોના નામ નીચે મુજબ છે.
1. ઇન્દ્રજીત
2. પ્રહસ્થ
3. અતિકાય 
4. અક્ષય કુમાર
5. દેવાન્તક 
6. નરાન્તક 
7. ત્રિશિર