ઋષિ પંચમી વ્રત વિધિ અને કથા જુઓ વીડિયો

Widgets Magazineબ્રહ્મ પુરાણ અનુસાર ભાદરવા માસના શુક્લ પક્ષમાં આવતી પાંચમની તીથી ને ઋષિ પંચમી તરીકે મનાવવામાં આવે છે. ભારતીય પંચાગ પ્રમાણે વસંત પંચમી ખૂબ મહત્વ ધરાવે છે. પ્રકૃતિ પુજન અને ઋષિ પુજનનું મહત્વ આ દ્રારા આપણને જાણવા મળે છે.


માસિક ધર્મમાં આવતી બહેનો ખાસ આ કરે છે. જે તે વ્યક્તિનું પાપ કર્મ ઋષિ પાંચમના પર્વે જેટલીવાર ન્હાય એટલા વધુ  પાપ ધોવાય છે. તેવી માન્યતા પ્રચલિત હોય આ પર્વે શ્રદ્ધાળુઓ સવાર, બપોર અને સાંજ, એમ ત્રણવાર તો સ્નાન કરે જ છે. તેમાંય જે સ્થળે પાંડવોના પાપ ધોવાયા તે કોળીયાકના નિષ્કલંક મહાદેવ મંદિરના સમુદ્ર તટે તો જે ભાવિક-શ્રદ્ધાળુને ન્હાવાની તક મળે તે પોતાની જાતને ધન્ય ગણે છે.


એક પૌરાણીક કથા પણ આ પવિત્ર તહેવાર સાથે જોડાયેલી છે.

વિદર્ભ દેશમાં એક ઉત્તંક નામનો સદાચારી બ્રાહ્મણ રહેતો હતો. તેને સુશીલા નામની એક પતિવ્રતા પત્નિ હતી.આ બ્રાહ્મણને એક પુત્ર અને પુત્રી એમ બે સંતાન હતા. વિવાહ યોગ્ય થતાં તેણે પુત્રીના વિવાહ સમાન કુળવાળા પરિવારમાં કર્યા.પરંતુ થોડા જ દિવસોમાં તે વિધવા થઇ ગઇ. દુ:ખી બ્રાહ્મણ દંપતી પુત્રી સાથે ગંગા તટે રહેવા લાગ્યા.

એક દિવસ બ્રાહ્મણ કન્યા સુતી હતી તે વખતે તેના શરીર માં કીડા પડી ગયા. ઉત્તકે સમાધી લગાવીને જોયું તો તેને ખ્યાલ આવ્યો કે પૂર્વ જન્મમાં પણ તે બ્રાહ્મણી હતી અને રજસ્વલા હોવાં છતાં તે વાસણોને અડી ગઇ હતી. આ જન્મમાં પણ તેણે બીજાનું જોઇને ઋષિ પંચમી વ્રત કર્યું ન હતું.

પિતાની આજ્ઞાનુસાર તેણે ઋષિ પંચમી વ્રત કર્યુ અને તેને સર્વ પાપો માંથી મુક્તિ મળી.આ જન્મમાં તેણે સુખ ભોગવ્યું અને પછીના જન્મે તેને અખંડ સૌભાગ્યની પ્રાપ્તી થઇ. આમ વ્રત ના પ્રભાવ થી અખંડ સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

વસંત પંચમી વ્રત કેવી રીતે કરવું

સવારે વહેલા ઉઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા

ત્યાર પછી ઘરમાં જ કોઇ પવિત્ર જગ્યાએ હળદરથી ચોરસ કરવું.

તેની પર સાત ઋષિઓની સ્થાપના કરવી.

ત્યાર પછી સાતેય ઋષિઓનું વિવિધ ઉપચારો વડે પુજન કરવું અને નૈવેધ અર્પણ કરવું.

ત્યાર પછી વ્રત કથા પ્રમાણે આરતી અને પ્રસાદ વિતરણ કરવો.

દિવસ દરમ્યાન માત્ર ફળાહાર ગ્રહણ કરવો.

આ પ્રમાણે સાત વર્ષ વ્રત કરીને આઠમાં વર્ષે તેની પૂર્ણાહુતિ કરવી.

છેલ્લે સાત બ્રાહ્મણ પતિ-પત્નિઓને ભોજન કરાવી,દક્ષિણા આપીને વિદાય કરવાં.

આ વ્રત કરતી વખતે બ્રહ્મચર્યનું પાલન કરવું જરૂરી છે.

ઋષિ પંચમીના દિવાસે કંદમૂળને બદલે વાડાના શાક ખાવામાં આવે છે. ખડધાનમાં સામો ઉપરાંત વાડાના તમામ શાક પણ પાંચમના પર્વે ખવાય છે. જેમાં દુધી, તૂરીયા, ચીભડુ, ગલકા વગરેનો સમાવેશ થાય છે. તે ઉપરાંત તમામ પ્રકારના ફ્રુટ પણ ખાઇ શકાય છે. આ પર્વે કંદમૂળના ભોજનનો નિષેધ હોવાથી સૂરણ કે બટાકાનો ખાવામાં ઉપયોગ કરવો જોઈએ નહીં.
Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ઋષિ પંચમી વ્રત તહેવાર ગુજરાતી વ્રત તહેવાર ઋષિ પંચમી વ્રત કથા ઋષિ પંચમીનું મહત્વ કેમ કરવામાં આવે છે ઋષિ પંચમી Hindu Dharma Hindu Festival Rishi Panchami Vrat Katha In Gujarati

હિન્દુ

news

VIDEO Rishi Panchami Vrat Katha - ઋષિ પંચમી વ્રત કથા જુઓ વીડિયો

વેબદુનિયાના ધર્મ ચેનલમાં આપનુ સ્વાગત છે. ભાદરવા સુદ પાંચમને જેને ઋષપિંચમી અને સામાપાંચમ ...

news

VIDEO Hartalika Teej Vrat Katha - કેવડાત્રીજની વ્રત કથા જુઓ વીડિયો

VIDEO Hartalika Teej Vrat Katha - કેવડાત્રીજની વ્રત કથા જુઓ વીડિયો

news

Hartalika Teej - 24 ઓગસ્ટના રોજ કેવડાત્રીજ આ છે પૂજાનુ યોગ્ય મૂહુર્ત

કેવડાત્રીજ 24 ઓગસ્ટના રોજ ઉજવાવામાં આવે છે. કેવડાત્રીજનુ વ્રત પતિની લાંબી આયુ માટે મહિલાઓ ...

news

હનુમાનને શા માટે કહેવાય છે બજરંગબળી

દરેક કોઈને ખબર છે કે હનુમાન બાળ બ્રહ્મચારી બજરંગબળી કહેવાય છે. તેમની મૂર્તિને મહિલાઓને ...

Widgets Magazine