88 વર્ષમાં આટલી વાર થઈ ફીફા વર્લ્ડ કપ ટ્રોફીની ચોરી

ગુરુવાર, 14 જૂન 2018 (17:02 IST)

Widgets Magazine

ફીફા વિશ્વ કપમાં રમાનારી બધી ટીમોની નજર ટ્રોફી પર કાયમ રહે છે. પણ શુ તમે જાણો છો કે ફીફા વિશ્વ કપના 88 વર્ષના ઈતિહાસમાં આ ટ્રોફી કેટલીવાર ચોરી થઈ છે.  આવો આજે અમે તમને બતાવી રહ્યા છીએ. 
 
દુનિયાની સૌથી લોકપ્રિય રમત ફુટબોલના મહાકુંભને જીતનારી ટીમને મળનારી ટ્રોફી ફક્ત ખેલાડીઓને જ પસંદ નથી પણ આ ટ્રોફી તો ચોરોની વચ્ચે પણ ખૂબ લોકપ્રિય છે.  દુનિયાની સૌથી ફેમસ ટ્રોફિયોમાં સામેલ આ ફીફા વિશ્વ કપ ટ્રોફીની અત્યાર સુધી બે વાર ચોરી થઈ ચુકી છે. 
 
બ્રાઝીલના 1970માં વિશ્વ કપ જીત્યા પછી આ ટ્રોફીને લઈને બ્રાઝીલી ખેલાડી મેદાનમાં ફર્યા અને તે દરમિયાન ટ્રોફીની ઉપરનો સોનાનો ભાગ ગાયબ થઈ ગયો. જે પછી બ્રાઝીલના ખેલાડી ડવિયોને સ્ટેડિયમમના બહારની તરફ જવાના સ્થાન પાસે એક દર્શક પાસે મળ્યો. આ ઘટના પછી નવી ટ્રોફીને ફક્ત એક જ ભાગમાં બનાવવામાં આવી. 
 
આ ટ્રોફીને પહેલા વિશ્વ કપ કે કોપ ડુ મોંડેના નામથી બનાવવામાં આવતી હતી પણ ફીફાએ રિમેટના યોગદાનને જોતા 1946માં આ ટ્રોફીને તેનુ નામ આપ્યુ. કોઈપણ વિજેતા ટીમને અસલી ટ્રોફી નહોતી અપાતી. પણ બ્રાઝીલે જ્યારે 1970માં ત્રીજીવાર ખિતાબ જીત્યો તો તેને અસલી ટ્રોફી સોંપી દેવામાં આવી. 
 
બ્રાઝીલ 1983માં એટલુ ભાગ્યશાળી નહોતુ રહ્યુ, જ્યારે બ્રાઝીલી ફુટબોલ પરિસંઘના રિયો ડિ જિનેરિયોમાં એક બુલેટપ્રુફ કાંચના કબાટમાં પોતાના મુખ્યાલય પર મુકેલી ટ્રોફીને 19 ડિસેમ્બર 1983ના રોજ હથોડાથી કબાટના પાછલો ભાગ તોડીને ચોરી ગયુ. ત્યારબાદ આ ટ્રોફી પરત ક્યારેય ન મળી. 
 
ઉલ્લેખનીય છે કે ફીફા વિશ્વ કપની વર્તમાન ટ્રોફીની ડિઝાઈન ઈટલીના જાણીતા શિલ્પકાર સિલ્વિયો ગાજાનિગાએ તૈયાર કરી છે. 18 કેરેટ સોનાની 14.2 ઈંચ લાંબી ટ્રોફીનુ કુલ વજન 6.175 કિગ્રા છે.  ફીફા વિશ્વ કપ ટ્રોફીને 1970 સુધી ફીફાના પૂર્વ અધ્યક્ષના નામ પર જૂલ્સ રિમે ટ્રોફી કહેવામાં આવતુ હતુ. જેમણે 1930માં પ્રથમ વિશ્વકપના આયોજનમાં મહત્વની ભૂમિકા ભજવી. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

રમત

news

આ છે સ્ટાર ફુટબોલર્સની ખૂબસૂરત અને હોટ પાર્ટનર્સ, PHOTOS જુઓ

રૂસમાં રમાનારા ફીફા ફુટબોલ વર્લ્ડ કપનુ કાઉંટ ડાઉન શરૂ થઈ ચુક્યુ છે. 14 જૂનથી શરૂ થનારા આ ...

news

Fifa World Cup 2018 - રૂસના મેદાન પર જોવા મળશે ભારતની આ વસ્તુ, જેના વગર મેચ શક્ય નથી

રૂસમાં થવા જઈ રહેલ ફીફા વર્લ્ડ કપ 2018 દરમિયાન સાઈબર સિટી મતલબ ગુરૂગ્રામની એક વસ્તુ ...

news

VIDEO: વિરાટનો ફુટબોલ સાથે એલિયન ડાંસ નહી જોયો તો શુ જોયુ

થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર એલિયન ડાંસ (ડેમોકસીટો) ખૂબ વાયરલ થયો હતો. ભારતની તમામ ...

news

આ 'વર્લ્ડ કપ ગર્લ' ની સુંદરતાના રૂસી રાષ્ટ્રપતિ પુતિન પણ છે દિવાના.. જુઓ વાયરલ ફોટા

વિક્ટોરિયા લૉપરેવા 2003માં મિસ રૂસ પણ રહી ચુકી છે. હવે તીને વર્લ્ડ કપ ગર્લ જાહેર ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine