શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. ગણેશ ઉત્સવ
Written By
Last Updated : ગુરુવાર, 10 ઑગસ્ટ 2017 (14:00 IST)

25 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર સુધી સુધી ઘરે લાવો આ વસ્તુઓ, જ્ઞાન અને ધનની કમી ક્યારેય નહી આવે

25  ઓગસ્ટથી ગણેશ ચતુર્થીનો શુભારંભ થઈ રહ્યો  છે. ગણેશોત્સવ દસ દિવસ સુધી ચાલશે. આમ તો કોઈપણ કાર્યનો આરંભ કરતા પહેલા ગણેશ પૂજન કરવામાં આવે છે. જેથી કાર્ય વગર પણ વગરના વિઘ્ન વગર પરવાન ચઢી શકે.  આ દસ દિવસ ગણપતિ બાપ્પાને અત્યાધિક પ્રિય છે. તેથી તેનો આશીર્વાદ મેળવવા માટે ઉત્તમ સમય છે. 
 
વાસ્તુશાસ્ત્રીઓ મુજબ કેટલીક વિશેષ વસ્તુઓ છે. જેનો સંબંધ ભગવાન ગણેશ સાથે માનવામાં આવે છે. આજથી લઈને આવનારા 10 દિવસની અંદર જો આ વસ્તુઓમાંથી કોઈપણ એક વસ્તુથી ઘરે લઈને આવશે. તો ગણેશજીની સાથે સાથે મહાલક્ષ્મી પણ પ્રસન્ન થઈને તમાર પર જ્ઞાન અને ધનની કૃપા વરસાવશે. 
 
- ગણેશજીની નૃત્ય કરતી પ્રતિમા ઘરમાં રાખવી ખૂબ શુભ હોય છે. મુખ્યદ્વાર પર ક્યારેય પણ સમજ્યા વિચાર્યા વગર ગણેશ પ્રતિમા ન લગાવો. જે ઘરના દ્વાર દક્ષિણ કે ઉત્તરમુખી હોય ત્યા જ ગણેશજીની લગાવો. 
 
- જે ઘરમાં વાંસળી મુકી હોય છે ત્યા પ્રેમ અને ધનની કોઈ કમી રહેતી નથી.  સામાન્ય રીતે ઘરમાં વાંસની વાંસળી મુકવી જોઈએ. વાસ્તુ મુજબ આ વાંસળી ઘરના વાતાવરણમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. 
 
- ચાંદીની સાત વાંસળીઓ લઈને લાલ રંગના ચમકીલા કપડામાં બાંધીને પોટલી બનાવી લો.  આ પોટલીને સાક્ષાત માં લક્ષ્મીનુ સ્વરૂપ માની તેનુ પૂજન કરો ત્યારબાદ શ્રી સૂક્તનો પાઠ કરો.   ફરી પોટલીને ઉઠાવીને તિજોરીમાં મુકી દો. 
 
-શંખ જેના ઘરમાં રહે છે ત્યા બધુ મંગળ જ મંગળ રહે છે. લક્ષ્મી ખુદ સ્થિર થઈને નિવાસ કરે છે. જે ઘરમાં ઉત્તમ દક્ષિણાવર્તી શંખની પૂજા થાય છે. તે કૃષ્ણના સમાન સૌભાગ્યશાળી અને ધનપતિ બની જાય છે. જે પરિવારમાં શાસ્ત્રોક્ત ઉપાયો દ્વારા તેની સ્થાપના કરવામાં આવે છે. ત્યા ભૂત પિશાચ પ્રેત, બ્રહ્મ-રાક્ષસ વગેરે દ્વારા પહોંચાડવામાં આવતા દુર્ભક્ષોને ખુદ હી સમાધાન થવા માંડે છે. 
 
- મહાલક્ષ્મી સાથે જ ધનના દેવતા કુબેર દેવને પૂજાઅથી પૈસા સાથે જોડાયેલ સમસ્યાઓ દૂર થઈ જાય છે. આ કારણથી કોઈપણ દેવી-દેવતાના પૂજનના સાથે જ તેનુ પણ પૂજન કરવુ ખૂબ લાભદાયક હોય છે. જો તમારા કર્ત્યવ્યોનુ નિષ્ઠાથી પાલન કરતા શ્રી કુબેરની ઉપાસના કરવામાં આવે અને કુબેર યંત્ર પૂજા ઘરમાં સ્થાપિત કરવામાં અવે તો તે નિશ્ચિત પ્રસન્ન થઈને વેપાર વૃદ્ધિ, ધન વૃદ્ધિ, એશ્વર્ય, લક્ષ્મી કૃપા પ્રદાન કરી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને સૌભાગ્યનો આશીર્વાદ આપે છે. 
 
- જે ઘરમાં એકાક્ષી નારિયળની પૂજા થાય છે ત્યા લક્ષ્મીજીની કૃપા થાય છે. અન્ન અને ધનની ક્યારેય કમી થતી નથી. 
 
ધ્યાન રાખો.. 
 
આમ તો રોજ ઘરના મુખ્ય દ્વાર પ સ્વસ્તિક, ૐ, શુભ-લાભ જેવા માંગલિક ચિહ્ન બનાવવા શુભ હોય છે. શક્ય ન હોય તો 4 સપ્ટેમ્બર સુધી અને દરેક બુધવારે આ ચિત્ર જરૂર બનાવો.