આપ જાણો છો ગણેશ પ્રતિમાનું વિસર્જન કેમ કરવામાં આવે છે ?

ગુરુવાર, 31 ઑગસ્ટ 2017 (16:47 IST)

Widgets Magazine

ભગવાન શ્રીગણેશને બધા દેવી-દેવતાઓમાં અગ્ર પૂજ્ય માનવામાં આવે છે. ભગવાન ગણેશને બુદ્ધિના દેવતા માનવામાં આવ્યા છે. દરેક મંગલ કાર્યમાં તેમને સૌથી પહેલા મનાવવામાં આવે છે. ભગવાન ગણપતિ જળ તત્વના અધિપતિ છે. એ જ કારણ છે કે અનંત ચતુર્દશીના દિવએ ભગવાન ગણપતિની પૂજા-અર્ચના કરી ગણપતિ પ્રતિમાનુ વિસર્જન કરવામાં આવે છે. 
 
ધાર્મિ ગ્રંથો મુજબ મહર્ષિ વેદવ્યાસજીએ ગણેશ ચતુર્થીથી સતત દસ દિવસો સુધી મહાભારત કથા ભગવાન શ્રીગણેશને સંભળાવી હતી. જેને ભગવાન શ્રીગણેશે અક્ષરશ: (એવીને એવી) જ લખી હતી. જ્યારે વેદવ્યાસજી કથા સંભળાવી રહ્યા હતા ત્યારે તેમણે પોતાની આંખો બંધ કરી રાખી હતી. તેમને ખબર જ ન પડી કે કથાનો ગણેશજી પર શુ પ્રભાવ પડી રહ્યો છે. 
 
જ્યારે મહર્ષિએ કથા પૂરી કરીને આંખો ખોલી તો તેમણે જોયુ કે સતત 10 દિવસ સુધી કથા સાંભળતા સાંભળતા ગણેશજીનુ તાપમન ખૂબ વધુ ગયુ છે.  તેમને તાવ આવી ગયો છે.  મહર્ષિ વેદવ્યાસજીએ ગણેશજીને નિકટના કુંડમાં લઈ જઈને ડુબકી લગાવડાવી જેનાથી તેમના શરીરનુ તાપમાન ઓછુ થયુ. 
 
એવુ કહેવાય છે કે ભગવાન ગણપતિ ગણેશ ચતુર્થીથી અનંત ચતુર્દશી સુધી એ જ મૂર્તિમાં  સગુણ સાકાર રૂપમાં સ્થાપિત રહે છે. જે મૂર્તિને દરમિયાન સ્થાપિત કરવામાં આવે છે. 
 
એવુ માન્યતા છે કે ગણપતિ ઉત્સવ દરમિયાન લોકો પોતાની જે ઈચ્છા પૂર્તિ કરવા માંગે છે તે ભગવાન ગણપતિના કાનમાં કહી દે છે.  ગણેશ સ્થાપના પછી 10 દિવસો સુધી ભગવાન ગણપતિ લોકોની ઈચ્છાઓ સાંભળી સાંભળીને એટલા ગરમ થઈ જાય છે કે અનંત ચતુર્દશીન રોજ વહેતા પાણીમાં વિસર્જિત કરી તેમને ઠંડા કરવામાં આવે છે. 
 
ગણપતિ બાપ્પા સાથે જોડાયેલ મોરયા નામની પાછળ ગણપતિજીનુ મયૂરેશ્વર સ્વરૂપ માનવામાં આવે છે. ગણેશ પુરાણ મુજબ સિંધુ નામના દાનવના અત્યાચારથી બચવા માટે દેવગણોએ ગણપતિજીનુ આહ્વાન કર્યુ. સિંધુનો સંહાર કરીવા માટે ગણેશજીએ મયૂર વાહન પસંદ કર્યુ અને છ ભુજાઓનો અવતાર ધારણ કર્યો. આ અવતારની પૂજા ભક્ત ગણપતિ બાપ્પા મોરિયાના જયકારા સાથે કરે છે. 
webdunia gujaratiના  વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe નો લાલ બટન દબાવો અને Subscribe કરો  Webdunia gujaratiWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

તહેવારો

news

ગણેશજીનુ વાહન ઉંદર, ઘરમાં આવીને આપે છે ભવિષ્ય સાથે જોડાયેલા સંકેત

ગણેશોત્સવ પર્વની શરૂઆત થવાની છે. આ વખતે પૂર્ણ 11 દિવસ સુધી બાપ્પા શ્રદ્ધાળુયઓ સાથે રહેશે. ...

news

ચતુર્થીના દિવસે ભૂલીને પણ આ કામ ન કરવું

આ વર્ષે ગણેશ ચતુર્થી 25 ઓગસ્ટથી 5 સેપ્ટેમ્બર સુધી ચાલશે. ભગવાન ગણેશના જન્મોત્સવને ગણેશ ...

news

Ganesh Chaturthi - જાણો કેમ ઉજવાય છે ગણેશ ચતુર્થી અને શુ છે તેનુ મહત્વ

ગણેશ ચતુર્થીને ભારતના વિવિધ ભાગમાં અનેક રૂપમાં ઉજવાય છે. હિન્દુ ધર્મ મુજબ આ દિવસે ભગવાન ...

news

બૂંદીના લાડુ (કળીના લાડુ)

2 વાટકી ચણાનો લોટસ 2 વાટકી ઘી 3 વાટકી ખાંડ એલચી, કેસર, બદામ, લીંબૂનો રસ

Widgets Magazine