1. ધર્મ
  2. તહેવારો
  3. ગણેશ ઉત્સવ
Written By

ગણેશ પુરાણ : ગણપતિનું વાહન ઉંદર જ કેમ?

ભગવાન ગણેશજીની પ્રતિમાઓ પૂજા મંડપોમાં શોભાયમાન થઈ રહી છે. ગણેશજીની સાથે તેમના વાહનની પણ પૂજા થઈ રહી છે. આનું કારણ છે કે ગણેશજીને કૈલાશ પર્વત પરથી ભક્તોનાં ઘર સુધી લાવનાર તેમનું વાહન મૂષક છે. ગણેશજીએ પોતાના વાહન મૂષકની શા માટે પસંદગી કરી આ વિષયમાં ઘણી કથાઓ મળે છે. એક કથા પ્રમાણે ગજમુખાસુર નામના એક અસુર સાથે ગજાનંદને યુદ્ધ કરવું પડ્યું હતું. ગજમુખાસુરને એવું વરદાન મળેલું હતું કે તે કોઈ અસ્ત્રથી ન મરી શકે.

ગણેશજીએ આને મારવા માટે પોતાનો એક દાંત તોડ્યો અને ગજમુખાસુર પર ઘા કર્યો. ગજમુખાસુર આનાથી ભયભીત થયો અને મૂષક (ઉંદર) બનીને દોડવા લાગ્યો. ગણપતિએ મૂષક બનેલા ગજમુખાસુરને પોતાના પાશમાં બાંધી દીધો. ગજમુખાસુર ગણેશજીની માફી માગવા લાગ્યો. ગણેશજીએ ગજમુખાસુરને પોતાનું વાહન બનાવીને જીવનદાન આપ્યું.

વધુ એક કથાનો ઉલ્લેખ ગણેશ પુરાણમાં મળી આવે છે. જે પ્રમાણે દ્વાપર યુગમાં એક બળવાન મૂષક પરાશરના આશ્રમમાં આવીને મહર્ષિ પરાશરને ખૂબ દુખી કરતો. ઉત્પાતિ મૂષકે મહર્ષિ આશ્રમની માટીનાં વાસણો તોડી નાંખ્યા હતા, તેમજ આશ્રમમાં રાખેલું અનાજ નષ્ટ કરી દીધું. ઋષિઓનાં વસ્ત્રો અને ગ્રંથોને કતરી નાંખ્યા હતાં.

વધુ આગળ
P.R

મહર્ષિ પરાશર મૂષકના આ કૃત્યથી ખૂબ દુખી થઈને ગણપતિની શરણમાં ગયા. ગણેશજી મહર્ષિ પરાશરની વિનંતિથી પ્રસન્ન થઈને ઉત્પાત કરી રહેલા મૂષકને પકડવા માટે પોતાનો પાશ નાંખ્યો. પાશે મૂષકનો પીછો કરીને પાતાળ લોક ગયો અને તેને બાંધીને ગણપતિ સમક્ષ રજૂ કર્યો.

ગણપતિને સામે જોઈને મૂષક તેમની સ્તુતિ કરવા લાગ્યો. ગણેશજીએ કહ્યું કે તમે મહર્ષિ પરાશરને ખૂબ રંજાડ્યા છે, પરંતુ હવે તમે મારી શરણમાં છો જેથી તમને ઈચ્છો તે માંગી લો. ગણેશજીના આવા વચન સાંભળીને મૂષકને અભિમાન થયું. તેને કહ્યું કે મારે તમારી પાસેથી કાઈ નથી જોઈતું. જો તમારે મારી પાસેથી કશું માગવું હોય તો માંગી લો. ગણેશજી સ્મિત કરીને મૂષકને કહ્યું કે તમે મારું વાહન બની જાઓ.

પોતાના અભિમાનને લીધે મૂષક ગણેશજીનું વાહન બની ગયો. પરંતુ જેવા ગણેશજી પર બેઠા કે ગણેશજીના વજનથી તેઓ દબાવવા લાગ્યા. મૂષકે ગણેશજીને કહ્યું કે પ્રભુ હું તમારા વજનથી દબાઈ રહ્યો છું. પોતાના વાહનની વિનંતિ સાંભલીને ગણપતિએ પોતાના ભાર ઓછો કરી લીધો. બાદમાં મૂષક ગણેશજીનું વાહન બનીને તેમની સેવામાં લાગી ગયા.

ગણેશ પુરાણમાં એવું પણ વર્ણન કરાયું છે કે દરેક યુગમાં ગણેશજીનું વાહન બદલાતું રહે છે. સતયુગમાં ગણેશજીનું વાહન સિંહ છે. ત્રેતા યુગમાં ગણેશજીનું વાહન મયુર છે અને વર્તમાન યુગમાં એટલે કે કળિયુગમાં તેમનું વાહન ઘોડો છે.