દેશમાં 2 કરોડ મતદારો ૧૮-૧૯ વર્ષનાં

વેબ દુનિયા| Last Modified શનિવાર, 22 ફેબ્રુઆરી 2014 (12:18 IST)

P.R
ચૂંટણી પંચે આજે કહ્યુ હતુ કે દેશના બે કરોડથી વધારે મતદારોની વય ૧૮થી ૧૯ વર્ષની વચ્‍ચેની છે. ચૂંટણી પંચે ૧૪મી ફેબ્રુઆરીના દિવસે જારી કરેલા આંકડાનો ઉલ્લેખ કરતા કહ્યુ હતુ કે દેશના ૮૧૪૫૯૧૧૮૪ મતદારોમાં ૨૩૧૬૧૨૯૬ મતદારોની વય ૧૮થી ૧૯ વર્ષની વયની છે જે દેશના કુલ મતદારો પૈકી ૨.૮ ટકાની આસપાસ છે. ૨૮ રાજ્‍યો અને કેન્‍દ્રશાસિત પ્રદેશોમાં દાદર અને નગર હવેલીમાં સૌથી વધારે યુવા મતદારો છે ત્‍યારબાદ સૌથી વધારે યુવા મતદારો ઝારખંડમાં ૯.૦૩ ટકા છે. અંદમાન નિકોબાર દ્વિપમાં આવા મતદારોની ટકાવારી ૧.૧ ટકાની આસપાસની છે. સૌથી ઓછા મતદારો છે. હિમાચલ પ્રદેશમાં પણ યુવા મતદારોની સંખ્‍યા ખૂબ ઓછી એટલે કે ૧.૩ ટકાની આસપાસની છે. સંખ્‍યાની દૃષ્ટિએ ઉત્તરપ્રદેશમાં ૧૮-૧૯ વર્ષની વયના મતદારોની સંખ્‍યા સૌથી વધુ ૩૮.૧ લાખની છે. ત્‍યારબાદ પશ્ચિમ બંગાળ બીજા ક્રમાંકે છે. અહીં આ સંખ્‍યા ૨૦.૮ લાખની આસપાસની છે.


આ પણ વાંચો :