લોકસભા ચૂંટણી 2014 : ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર

નવી દિલ્હી :| વેબ દુનિયા| Last Modified શુક્રવાર, 28 ફેબ્રુઆરી 2014 (12:40 IST)

P.R
ભારતીય જનતા પાર્ટીએ પોતાનાં લોકસભા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થઇ ગઇ છે. થઇ ગયું છે, જેમાં 16 બેઠકો મહારાષ્ટ્રની છે જ્યારે અન્ય બેઠકોમાં 3 હિમાચલ, 5 જ્મ્મુ કાશ્મીર,2 અરૂણાચલ, 17 પશ્ચિમબંગાળ અને 6 બેઠક ઓડિશાનો સમાવેશ થયો છે.

પ્રથમ યાદીમાં જે લોકોનાં નામ હાજર છે, તેમાં ભાજપાનાં પૂર્વ અધ્યક્ષ નિતિન ગડકરી પણ છે. તેઓ નાગપુરથી ચૂંટણી લડશે. ગોપીનાથ મૂંડે બીડ બેઠક પરથી ચૂંટણી લડશે. કિરીટ સોમૈયા ઉત્તર પૂર્વ મુંબઇ અને દિલીપ ગાંધી અહમદનગરથી ચૂંટણી લડશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ ભાજપના વડામથકે બે કલાક સુધી ચાલેલી ચર્ચા બાદ આ નામ ઉપર અંતિમ મહોર મારી હતી.
આ બેઠકમાં નરેન્દ્ર મોદી, એલ.કે.અડવાણી, રાજનાથસિંહ, સુષમા સ્વરાજ, અરુણ જેટલી, મુરલી મનોહર જોશી અને એમ.વેંકૈયા નાયડુ જેવા ટોચના નેતાઓ હાજર રહ્યાં હતાં.

મહારાષ્ટ્ર

સુભાષ ભામરે- ધૂલે, અશોક તાપિરામ પાટિલ- જલગાંવ, હરિભાઉ જવલે- રાવેર, સંજ્યા ધોત્રે- અકોલા, નીતિન ગડકરી- નાગપુર, નાના પટોલે- ભંડારા-ગોડિંયા, અશોક નેતે-ગઢચિરોડી-ચિમુર, હંસરાજ આહિ‌ર- ચંદ્રપુર, ડી.બી.પાટિલ- નાંદેડ, રાવસાહેબ દાનવે પાટિલ- જલના, હરીશચંદ્ર ચૌહાણ- ડિંડોરી, ચિંતામન વાંગા- પલઘાર, ગોપાલ શેટ્ટી- મુંબઇ નોર્થ, કિરીટ સોમૈયા- મુંબઇ નોર્થ ઇસ્ટ, દિલીપ ગાંધી- અહેમદનગર, ગોપીનાથ મુંડે- બીડ, સંજયકાકા પાટિલ- સાંઘલી
પ‌શ્ચિ‌મ બંગાળ

સમ્રાટ ઘોષ-જંગીપુર, સુજિતકુમાર- મુર્શિ‌દાબાદ, સત્યબ્રાતા મુખરજી- ક્રિષ્ણાનગર, ડો.સુપ્રાવત બિશ્વાસ- રાણાઘાટ, તપન સિકદાર- દમદમ, પી.સી.સરકાર- બારાસાત, તપન નાસકર- મથુરાપુર, અવિજાત દાસ- ડાયમંડ હાર્બર, તાથાગાટા રોય- કોલકાતા દક્ષિણ, રાહુલ સિંહા- કોલકાતા ઉત્તર, જ્યોજ બાકેર- હાવરા, આર.કે. મહન્તી- ઉલુબેરિયા, ડો. સુભાષ સરકાર- બાનકુરા, સત્યલાલ સરકાર- જલપાઇગુરી, બિશ્વાપ્રિયા રાયચૌધરી-બલુરઘાટ, સુભાષક્રિષ્ણા ગોસ્વામી- માલ્દાહા ઉત્તર, હેમચંદ્રા બર્મન- કૂચ બેહર
અરુણાચલ પ્રદેશ

કિરણ રિજિજુજી- અરુણાચલ વેસ્ટ, તાપિર ગાવ- અરુણાચલ ઇસ્ટ

મણિપુર

ડો.આર.કે.રંજનસિંઘ - ઇનર મણિપુર, પ્રો.ગંગમુમુઇ કમાઇ- આઉટર મણિપુર

ગોવા
શ્રીપાદ યાસો નાઇક- નોર્થ ગોવા, નરેન્દ્ર સુવાઇકર- સાઉથ ગોવા

ઓડિશા

જુઆલ ઓરામ- સુંદરગઢ, સુરેશ પૂજારી- સંબલપુર, રુદ્ર નારાયણ પાની-ધેનકાનાલ, સંગીતા કુમારી સિંઘ- બોલાગિંર, પરશુરામ માઝી- નાબારંગપુર, બૈધર મલિક- જગતસિંઘપુર

હિ‌માચલ પ્રદેશ
શાંતાકુમાર- કાંગરા, અનુરાગ ઠાકુર- હમિરપુર, વિરેન્દ્ર કશ્યપ- શિમલા

જમ્મુ અને કાશ્મીર

ગુલામ મોહમ્મદ મીર- બારામુલ્લા, મુસ્તાક અહેમદ મલિક- અનંતનાગ, થુનપ્રસ્થાન ચેવાંગ- લદ્દાખ, જિતેન્દ્રસિંઘ- ઉધમપુર, જુગલ કિશોર શર્મા- જમ્મુ


આ પણ વાંચો :