વારાણસીમાં મુખ્તાર અંસારીએ કોંગ્રેસનું સમર્થન કર્યુ

congress ansari
વારાણસી :| Last Modified મંગળવાર, 29 એપ્રિલ 2014 (18:26 IST)

કૌમી એકતા દળનાં બાહુબલી નેતા મુખ્તાર અંસારીનાં ભાઇ અફઝલ અંસારીએ વારાણસીમાં કોંગ્રેસ ઉમેદવાર અજય રાયને સમર્થન આપવાનું એલાન કર્યુ છે. વારાણસીમાં ભાજપનાં પીએમ પદનાં ઉમેદવાર નરેન્દ્ર મોદી મેદાનમાં છે. જ્યારે આમ આદમી પાર્ટીનાં અરવિંદ કેજરીવાલ પણ છે.
અફઝલ અંસારીએ પ્રેસ કૉન્ફરન્સ યોજીને કોંગ્રેસને સમર્થન આપવાની જાહેરાત કરી. આ સાથે જ મુખ્તાર અંસારી કોને સમર્થન આપશે, તેને લઇને સસપેન્સ સમાપ્ત થયુ છે. એવુ માનવામાં આવતુ હતુ કે અંસારી કેજરીવાલને સમર્થન કરશે. પણ આજે તેમને કોંગ્રેસને આપવાની જાહેરાત કરી છે.

નોંધનીય છે કે કોંગ્રેસ નેતા અજય રાય અને મુખ્તાર અંસારી વચ્ચે મનમેળ નથી. પણ નરેન્દ્ર મોદીને મજબૂત ટક્કર આપવા માટે અંસારીએ અજય રાયને સમર્થનની જાહેરાત કરી છે. વારાણસીમાં અંદાજે 3 લાખ મુસ્લિમ મતદાતા છે.


આ પણ વાંચો :