શુક્રવાર, 1 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 20 મે 2014 (16:41 IST)

શાનદાર જીત મેળવ્યા બાદ મોદીના જીવનના યાદગાર ક્ષણ

1. જીત મેળવ્યા બાદ સૌ પ્રથમ મોદીએ પોતાના માતા હીરાબા ના આશીર્વાદ મેળવ્યા.
 
 


2. હીરાબાએ પોતાના લાડકવાયાનું તિલક કરી આશીર્વાદ આપ્યા કે બેટા જે રીતે ગુજરાતની સેવા કરી એ જ રીતે દેશની સેવા કરજે. 


વડોદરાના કાર્યકર્તાઓએ મોદીનુ સ્વાગત ફુલોનો હાર પહેરાવીને કર્યો.. મોદી સાથે છત્તીસગઢના મુખ્યમંત્રી રમણ સિહ પણ ગુજરાતની જનતાનો પ્રેમ જોવા આવી ગયા હતા. 

વડોદરાની જનતાએ તો ભાઈ ભારે કરી દીધુ.. વડોદરામાં 5 લાખથી વધુનો વિજય મેળવતા મોદીએ સૌ પ્રથમ વડોદરામાં લોકોને સંબોધન કર્યુ 


 'હુ જે છુ તમારે કારણે જ છુ... અને જ્યારે તમે મુસીબતમાં હશો હુ તમારા બોલાવતા પહેલા જ હાજર થઈ જઈશ' અમદાવાદમાં પોતાના છ કરોડ ગુજરાતીઓનુ અભિવાદન કરતા મોદી. 


દિલ્હીના લોકોએ મોદીનુ જોરદાર સ્વાગત કર્યુ. દિલ્હીમાં રોડ શો દરમિયાન લોકોનો પ્રેમ જોઈને મોદીએ કારમાંથી બહાર નીકળતા પોતાની જાતને ન રોકી શક્યા.. અને તેમણે આ રીતે અભિવાદન કર્યુ 






જ્યા મોદી માટે સૌથી મોટો પડકારરૂપ ગણાતી હતી એ વારાણસી સીટ પર વિજય મેળવ્યા બાદ મોદીએ સૌ પ્રથમ ગંગામૈયાનો અભિષેક કર્યો 


ગંગા માતાને પુષ્પ અર્પણ કરતા મોદી અને રાજનાથ સિંહ 



વારાણસીમાં લોકોનુ અભિવાદન કરવા નીકળેલા શ્રી નરેન્દ્ર મોદી રાજનાથ સિંહ અને અમિત શાહ 
 

પીએમ બનવાના માર્ગની પ્રથમ સીડી પર પ્રથમવાર ચઢતા પગથિયે નતમસ્તક મોદી...