શુ આપ જાણો છો 'કોઈ મિલ ગયા'નો જાદુ કોણ હતો ?

કલ્યાણી દેશમુખ 

ગુરુવાર, 9 ઑગસ્ટ 2018 (13:26 IST)

Widgets Magazine
jadoo

બાળકો માટે આમ તો ઘણી ફિલ્મો આવે છે.. પણ ખૂબ જ ઓછી ફિલ્મો એવી હોય છે જે બાળકોને જ નહી સૌને યાદ રહી જાય છે. કારણ કે તેમા કંઈક અલગ જોવા મળે છે. બાળકોને જ નહી તમામને યાદ હશે 2003 માં આવેલી ઋત્વિકની ફિલ્મ 'કોઈ મિલ ગયા'.  આ ફિલ્મ ઋત્વિકની એક એવી ફિલ્મ હતી જે બાળકોને ખૂબ જ પસંદ આવી હતી. જોકે ત્યારબાદ ઋત્વિકની કૃષ શ્રેણીની ફિલ્મો પણ બાળકોને ગમે છે પણ 'કોઈ મિલ ગયા' એ બાળકોમાં વધુ ફેવરિટ રહી. તેનુ કારણ હતુ તેમાનું એક પાત્ર જાદુનો રોલ ભજવનારા એલિયન. .  જી હા આ કંઈ પણ ન બોલનારા જાદુના કેરેક્ટરે ફક્ત પોતાના કારનામાંથી જ બાળકોના દિલ જીતી લીધા હતા. આ પ્રકારની ફિલ્મો મોટેભાગે અંગ્રેજીમાં બનતી હોય છે પણ હિન્દીમાં અને એ પણ ભારતીય પુષ્ઠભૂમિ પર બનેલી ફિલ્મ અને ઉપરથી ઋત્વિક જેવા મોટા સ્ટાર સાથે બાળકોની જોડીને કારણે આ ફિલ્મએ બાળકોને વધુ આકર્ષિત કર્યા હતા. 
jadoo
આજે હુ તમને 15  વર્ષ જૂની એ ફિલ્મના જાદુ વિશે બતાવી રહી છુ.. જાદુને કોણ નથી જાણતુ.. આજે પણ જો નામ લેશો તો તમને એ જ ચહેરો યાદ આવી જશે.  તડકા દ્વારા બેટરી ચાર્જ થનારા જાદુનો . તો ચાલો આજે અમે તમને આજે બતાવી રહ્યા છીએ કોઈ મિલ ગયાના જાદુની અસલી સ્ટોરી.  મતલબ આ એલિયન બનેલા ચેહરા પાછળના અસલી ચેહરા વિશે.. પરંતુ શું તમે જાણો છો કે ફિલ્મમાં જાદુની ભૂમિકા કોણે કરી?  ઠીંગણા જાદૂનું પાત્ર ભજવનારા એક ગુજરાતી એક્ટર હતા. જેનું નામ હતુ ઈંદ્રવદન પુરોહિત. તેઓ છોટુદાદાના નામે જાણીતા હતા
balveer
કોઈ મિલ ગયામાં જાદુએટલે કે એલિયનનો રોલ પ્લે કરી ચુકેલા કલાકારનુ નામ ઈન્દ્રવદન જે પુરોહિત છે. જેઓ હાલ આ દુનિયામાં નથી રહ્યા.  તેમનુ મૃત્યુ 28 સપ્ટેમ્બર 2014ના રોજ થઈ ગયુ. 
 
ઈન્દ્રવદન જે પુરોહિતે આ ફિલ્મ ઉપરાંત અનેક ટીવી સીરિયલ્સમાં પણ કામ કર્યુ છે.  બાલ વીર નામની ટીવી સીરિયલમાં તેઓ ડૂબા ડૂબાનું કેરેક્ટર પ્લે કરતા હતા.  
 
પોતાના એક ઈંટરવ્યુમાં ઋત્વિકે કહ્યુ હતુ કે આ ફિલ્મ માટે ઓસ્ટ્રેલિયાથી બનાવડાવ્યો હતો.  જેમ્સ કૉલનર નામના આર્ટિસ્ટે તેને ડિઝાઈન કર્યો હતો. 
 
 
આ કોસ્ટમ્યુમને બનાવવામાં એક વર્ષનો સમય લાગ્યો હતો. તેમા અનેક સ્પેશ્યલ ફીચર્સ હતા.  મતલબ કે તેની આંખો માણસ અને પશુ, બંનેની આંખોથી પ્રભાવિત થઈને બનાવી હતી. 
 
શુ આપ જાણો છો આ જાદુથી હાથીઓ પણ ગભરાય ગયા હતા.  કોઈ મિલ ગયામાં એક સીન છે જ્યારે અનેક હાથી જાદુની સામે આવી જાય છે.  પણ અસલમાં આવુ નહોતુ થયુ. આ ફિલ્મના ડાયરેક્ટર રાકેશ રોશનના જણાવ્યા મુજબ જ્યારે હાથીને સેટ પર લાવવામાં આવ્યો અને હાથીઓએ જાદુને જોયો તો તેઓ બધા ગભરાય ગયા અને આમતેમ ભાગવા લાગ્યા.  ઘણી મહેનત પછી આ સીનને શૂટ કરવામાં આવ્યો હતો. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

બાળ જગત

news

બાળવાર્તા - અભિમાન કરવુ નહી

મિત્રો આજે અમે તમને એક એવી વાર્તા સંભળાવી રહ્યા છીએ જેના પરથી તમને બોધ મળશે કે ક્યારેય ...

news

જાદુઈ લાકડીઓ - The Magical Sticks

એક વખત અકબરના રાજમાં એક વેપારીને ઘેર મોટી રકમની ચોરી થઈ ગઈ. વેપારીએ તે ચોરીની ફરિયાદ કાજી ...

news

બાળવાર્તા - સાંત પુંછડીવાળો ઉંદર..

મિત્રો આજે અમે તમને જે વાર્તા સંભળાવી રહ્યા છીએ તેમાંથી તમને એક પાઠ ભણવા મળશે કે ક્યારેય ...

news

બાળ વાર્તા - રાજા સિદ્ધાર્થ - ગૌતમ બુદ્ધની વાર્તા

વર્ષો જૂની વાત છે. કપિલવસ્તુ નામની એક નગરીમાં શુદ્ધોધન નામે રાજા હતા. તેની રાણીનું નામ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine