અલ્પેશ ઠાકોરના કારણે જૂથબંધી વકરવાનો ડર, કોંગ્રેસ નામ જાહેર કર્યા વિના ઉમેદવારોને ખાનગીમાં કહી દેશે.

શુક્રવાર, 27 ઑક્ટોબર 2017 (12:11 IST)

Widgets Magazine
alpesh thakore

 
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના મુરતીયા નક્કી કરવા માટે દિલ્હીમાં છેલ્લા ત્રણેક દિવસથી સ્ક્રીનીંગ કમિટીની બેઠકમાં ઉમેદવારોની પસંદગીને આખરી ઓપ અપાયો હતો. જોકે, ઉમેદવારોને ટિકીટ આપવાના મુદ્દે વિવાદ થવાની ભીતિને પગલે કોંગ્રેસે પસંદ થયેલાં ઉમેદવારોને ખાનગીમાં સંદેશો મોકલીને પ્રચાર કાર્યમાં લાગી જવા આદેશ આપવા નક્કી કર્યું છે. સૂત્રોનું કહેવું છેકે, ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડુ મોકલાવ્યુ હતું.

સ્ક્રીનીંગ કમિટીમાં લગભગ ૧૦૦-૧૧૦ બેઠકો પર એક નામ પર સર્વસંમતિ સધાઇ ચૂકી છે. કોંગ્રેસે જ્ઞાાતિવાદ આધારે ટિકીટની વહેંચણી કરવા નક્કી કર્યું છે. જોકે,ટિકીટની વહેંચણી બાદ જૂથવાદ, આંતરિક ખેંચતાણ થઇ શકે છે તેવા ડરથી જે ઉમેદવારની પસંદગી થઇ છે તેને ખાનગીમાં કહી ચૂંટણી તૈયારીમાં લાગી જવા સૂચના આપી દેવાશે. પ્રથમ તબક્કામાં ૩૦ વર્તમાન ધારાસભ્યો સહિત ૭૦ ગ્રામિણ બેઠકો પર પસંદ થયેલા ઉમેદવારો નક્કી કરી લેવાયા છે.  અલ્પેશ ઠાકોરના પ્રવેશ બાદ ૨૫ બેઠકો પર ફેરવિચારણા થશે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાં પ્રવેશ મેળવ્યા બાદ ગુજરાતમાં નવા રાજકીય સમીકરણો મંડાયા છે. આ ઉપરાંત હાર્દિક પટેલ અને જીજ્ઞોશ મેવાણીનું પણ તરફી વલણ રહ્યું છે તે જોતા કોંગ્રેસે ઉમેદવારી પસંદગી પ્રક્રિયામાં બદલાવ લાવવો પડયો છે.  પાંચ વર્તમાન ધારાસભ્યોને ટિકીટ આપવાના મુદદે વિવાદ વકર્યો કોંગ્રેસે ૬૦ વર્ષથી વધુ વયના ઉમેદવારને ટિકીટ નહી આપવા નક્કી કર્યુ હતું.  Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

મતદાન પહેલાં વડાપ્રધાન મોદી ગુજરાતમાં 30થી વધુ જાહેરસભા કરશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઇ ચૂકી છે ત્યારે ભાજપે હવે પોતાના સ્ટાર કેમ્પેઇનરોને ...

news

છુપા મતદારો ભાજપ માટે તકલીફોનું કારણ બની શકે છે.

બીજેપીના સાંસદ અને વરિષ્ઠ નેતા ભૂપેન્દ્ર યાદવની ગુજરાતના પ્રભારી તરીકે નિમણૂંક થઈ તેના ...

news

કોંગ્રેસ પાવર ઓફ પાટીદાર ફિલ્મને ખરીદીને સોશિયલ મીડિયામાં વાયરલ કરશે

ગુજરાતમાં પાટીદારો દ્વારા ચલાવવામાં આવતા અનામત આંદોલન પર બનેલી ગુજરાતી ફિલ્મ પાવર ઓફ ...

news

Top 10 Gujarati Samachar - આજના મુખ્ય 10 ગુજરાતી સમાચાર

ગુજરાતમાં પાટીદારો દ્વારા ચલાવવામાં આવતા અનામત આંદોલન પર બનેલી ગુજરાતી ફિલ્મ પાવર ઓફ ...

Widgets Magazine