ભાજપ અધ્યક્ષ અમિત શાહ સરદારની જ પ્રતિમાને વંદન કરવાનું ભુલી ગયા

amit shah
Last Modified શનિવાર, 2 ડિસેમ્બર 2017 (14:45 IST)

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે છે.શનિવારે સવારે અમિત શાહે ગીર સોમનાથમાં મહાદેવના દર્શન કર્યા હતા.જો કે હંમેશા સરદાર વલ્લભભાઇ પટેલના નામની દુહાઇઓ ગાતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ સરદારની પ્રતિમાને જ વંદન કરવાનું ચુકી ગયા હતા.સોમનાથમાં પ્રસ્થાપિત કરવામાં આવેલી સરદાર પટેલની પ્રતિમા પાસે અમિત શાહની મુલાકાતને લઇને તૈયારીઓ કરવામાં આવી હતી.પરંતુ સરદાર પટેલને વંદન કરવાનું ચુકી ગયા છે.મહત્વનું છે કે, અમિત શાહની મુલાકાતને લઇને સરદાર પટેલની પ્રતિમા પાસે વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.પરંતુ અમિત શાહ પોતાના કાફલા સાથે મંદિરમાં પહોંચ્યા હતા.અને સરદારને પૂષ્પાજલિ પાઠવતા ચૂકી ગયા હતા.

જેના પગલે ત્યા હાજર પહેલા પૂજારીએ સરદાર પટેલને ફૂલહાર પહેરાવીને પૂષ્પાજલિ પાઠવી હતી. આ અગાઉ અમિત શાહે કોડીનાર,વેરાવળ અને માંગરોળમાં સભા સંબોધી હતી. સભામાં તેમણે કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશની માફક ગુજરાતમાં પણ કોંગ્રેસના સુપડાં સાફ કરી ભાજપનો જંગી બહુમતીથી વિજય થશે. અમિત શાહે રાહુલ ગાંધીને એવો પડકાર ફેંક્યો હતો કે, ભાજપ વિકાસનાં મુદ્દે ગુજરાતમાં અને દેશમાં ચૂંટણી લડી રહી છે, ક્યા મુદ્દા પર લડી રહી છે. તેનો જવાબ રાહુલ ગાંધી આપે.


આ પણ વાંચો :