શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: શનિવાર, 2 ડિસેમ્બર 2017 (14:27 IST)

જિજ્ઞેશ મેવાણીને ચૂંટણી લડવા અરૂંધતી રોયે 3 લાખ આપ્યા

ગુજરાત વિધાનસભા ચુંટણી પહેલાં દલિત નેતા જિગ્નેશ મેવાણીને સામાજિક કાર્યકર્તા લેખિકા અરુંધતિ રોયનો સાથ મળી રહ્યો છે. અરુંધતિ રોયે જિગ્નેશને 3 લાખની મદદ કરી છે. આ મદદ મેવાણીને ડોનેશનના રુપે મળી છે. આ પ્રમાણે વિધાનસભા ચુંટણીમાં અપક્ષ ચુંટણી લડી રહેલાં મેવામીને કેમ્પેઈન માટે ક્રાઉડ ફંડિંગ દ્વારા કુલ 9 લાખ મળી ગયા છે. આ બાબતે મેવાણીએ જણાવ્યું હતું કે અરુંધતિ રોયે દાન રુપે 3 લાખ આપ્યા છે. રોય ઉપરાંત નારીવાદી લેખક પ્રોફેસર નિવેદિતા મેનને 50 હજાર રુપિયાનું ફંડ આપ્યું છે. હજુ સુધી અમને કુલ 9 લાખનું ફંડ પ્રાપ્ત થયું છે. જેની મદદથી અમે અમારા ચુંટણી અભિયાનને મજબૂતીથી આગળ વધારવા પાછળ ખર્ચ કરીશું.