રામવિલાસ પાસવાને ઉનાકાંડ પર કરેલા નિવેદન પર જિજ્ઞેશ મેવાણીની પ્રતિક્રિયા

સોમવાર, 13 નવેમ્બર 2017 (15:00 IST)

Widgets Magazine

 

jignesh mevani

ગુજરાતમાં પ્રચાર અર્થે આવેલા ભાજપના નેતા કેન્દ્રીય અન્ન અને નાગરીક પુરવઠા મંત્રી રામવિલાસ પાસવાને ઉંનાકાંડ પર ટિપ્પણી કરતા કહ્યુ છે કે આ એક નાની ઘટના છે જેને પ્રાધાન્ય વધુ મળી રહ્યુ છે.  પાસવાને આપેલા આ નિવેદન પર દલિતોનાં યુવા નેતા જીગ્નેશ મેવાણીએ પ્રતિક્રિયા આપતા કહ્યુ છે કે, જો નાની ઘટના હોય તો દેશનાં પીએમ મોદીએ કેમ એવું નિવેદન આપવુ પડ્યુ હતુ કે મારના હો તો મુજે મારો મેરે દલિત ભાઇઓ કો નહી, શાં માટે 30 જેટલા દલિતોએ ઝેર પીંધુ હતુ, શાં માટે તેમણે રસ્તા રોક્યા હતા, શાં માટે હજારો દલિતોને રસ્તે આંદોલન કરવુ પડ્યુ હતુ, આ ઘટના જો સામાન્ય હોય તો મોટી ઘટના કઇ તે જણાવે પાસવાન.

જીગ્નેશે પાસવાનને આડે હાથ લેતા જણાવ્યુ કે આ નેતાઓને ક્યારે પણ નહી સમજાય કે જ્યારે ભરબજારે તમને કોઇ અર્ધનગ્ન હાલાતમાં ગુનાહ વિના લાકડીઓથી ફટકારે તો કેવુ થાય છે, તમારા આત્મસંમ્માનને કેવી ઠેસ પહોચે છે અને તે સમય વિત્યા બાદ તેને ફરી યાદ આવે તો શું અહેસાસ થાય તે સમજવું આ નેતાઓનું કામ જ નથી. જીગ્નેશે વધુમાં જણાવ્યુ કે, પાર્લામેંટમાં એસીમાં બેસતા રામવિલાસ પાસવાનને તે ક્યારે પણ નહી સમજાય કે જે દલિત યુવાનોને બાધીને ગૌ રક્ષકોએ ઢોર માર માર્યો હતો તેની વેદના શું છે. જીગ્નેશે તીખા સુરમાં કહ્યુ કે, 40 લાખ દલિતોની લાગણીને દુભાવવા બદલ રામવિલાસ પાસવાને રાજીનામું આપવુ જોઇએ.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

રાજ્યમાં ઠેર ઠેર સરકાર વિરોધી બેનરો લાગવાથી ભાજપ ભયભીત

રાજ્યમાં વિધાનસભાની ચુંટણી નજીક આવતાં ભાજપ સરકાર વિરોધી બેનરો લાગતાં ભાજપ હવે રીતસર ...

news

ચૂંટણીનો ધમધમાટ: ગુજરાતમાં ૧૦ હજાર અર્ધ લશ્કરી દળો ખડકાશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે ગુજરાતમાં અર્ધ લશ્કરી દળોની ...

news

ગુજરાતની ગાદી કબજે કરવા નાણાની રેલમછેલ - ભાજપ 200 અને કોંગ્રેસ 100 કરોડનો ખર્ચ કરે તેવી શક્યતા

ગુજરાતની ચૂંટણી જીતવા માટે મુખ્ય બન્ને પક્ષો ભાજપ અને કોંગ્રેસે હવે પોતાની તીજોરી ખુલ્લી ...

news

અલ્પેશ ઠાકોરે વિરમગામથી ચૂંટણી લડવા કોંગ્રેસની ટિકીટ માંગી

ઠાકોર સેનાના આગેવાન અલ્પેશ ઠાકોરે વિરમગામ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવા માટે કોંગ્રેસ ...

Widgets Magazine