જિજ્ઞેશ મેવાણીને વગર માંગ્યે પોલીસ રક્ષણ મળ્યું

મંગળવાર, 7 નવેમ્બર 2017 (11:37 IST)

Widgets Magazine
jignesh


દલિત નેતા જિગ્નેશ મેવાણીને રાજ્ય સરકાર દ્વારા પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. પણ, મેવાણીએ તે જરૂરી ન હોવાનું જણાવતા તે ભાજપની ‘ચાલ’ હોવાનું શંકા વ્યક્ત કરી છે. મેવાણીએ આશંકા વ્યક્ત કરી કે તે ભગવા પાર્ટી સામે ખુલીને બોલે છે એટલે ભાજપ તેની સામે કોઈ ષડયંત્ર રચી શકે છે. તેણે કહ્યું કે, તેના ઘરમાં કે વાહનમાં કંઈક એવું કરવામાં આવી શકે છે કે જેથી તે ફસાઈ જાય. મેવાણીએ  જણાવ્યું કે, ‘ મેં કોઈ સુરક્ષાની માગ નહોંતી કરી કે મને કોઈ ધમકી નથી મળી છતાં શનિવારની રાત્રે હથિયારધારી બે પોલીસકર્મી મારા ઘરે મોકલવામાં આવ્યા. પોલીસને કદાચ હું ખતરારૂપ જણાયો હોઈશ એટલે આ સિક્યોરિટી તૈનાત કરાઈ હોઈ શકે છે. મને શંકા છે કે, સત્તાધારી ભાજપ મારા ઘરમાં કે મારા વાહનમાં કંઈક કરવાનો પ્લાન બનાવી રહ્યો છે, કેમકે હું સતત ભાજપ સરકાર સામે અવાજ ઉઠાવતો રહું છું. જિગ્નેશ મેવાણી ઉનામાં દલિતોને માર મારવાની ઘટના બાદ જમીન વિહોણા દલિતો માટે અવાજ ઉઠાવીને ચર્ચામાં આવ્યો હતો. પાટીદાર અનામત આંદોલન ચલાવતા હાર્દિક પટેલ અને ઠાકોર નેતા અલ્પેશ ઠાકોરની સાથે-સાથે જિગ્નેશ પણ હાલમાં ગુજરાતના રાજકારણમાં મહત્વનું ફેક્ટર માનવામાં આવી રહ્યો છે. અલ્પેશે તો કોંગ્રેસમાં જોડાઈ ગયો છે, જ્યારે હાર્દિકે પોતાના પત્તા ખોલ્યાં નથી. જોકે, તે ભાજપની વિરુદ્ધ પ્રચાર કરી રહ્યા છે.જ્યારે, જિગ્નેશે તાજેતરમાં કોંગ્રેસના વાઈસ પ્રેસિડન્ટ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી અને પોતાની 17 માગ મૂકી હતી. જેમાં જમીન વિહોણા દલિતોને જમીન આપવાથી લઈને ઉના કાંડના આરોપીઓને સજા સહિતના મુદ્દા સામેલ હતા. મિટિંગ બાદ મેવાણીએ દાવો કર્યો હતો કે, રાહુલ ગાંધીએ 90 ટકા માગ સ્વીકારી લીધી છે. ઉલ્લેખનીય છે કે, મેવાણી સતત દલિતો પરના અત્યાચાર અને કથિત હિંદુત્વ વિચારધારા પર રાજ્ય સરકાર સામે સતત બોલતો રહ્યો છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ભાજપે કરોડની ઓફર કરી હોવાનો આક્ષેપ કરનારા નરેન્દ્ર પટેલ કોંગ્રેસમાં જોડાયા!

ભાજપે પોતાને એક કરોડ રૂપિયાની ઓફર કરી હોવાનો આક્ષેપ કરનારા ‘પાસ’ના નરેન્દ્ર પટેલ હવે ...

news

આ 2 રૂપિયાના સિક્કાથી બનો લખપતિ

આ 2 રૂપિયાના સિક્કાથી બનો લખપતિ

news

ખેડા - અમદાવાદ-ઈદોર હાઈવે પર ટ્રક કાર વચ્ચે ટક્કર 9ના મોત

અમદાવાદ-ઈન્દોર હાઈવે પર આજે એક માર્ગ અકસ્માતમાં નવ લોકોની મોત થઈ ગયા જ્યારે કે 5ના જખ્મી ...

news

Top 10 Gujarati News - આજના મુખ્ય 10 ગુજરાતી સમાચાર

વિધાનસભા ચૂંટણીને લઈને રાજનીતિક નિવેદોનો વચ્ચે કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાની ...

Widgets Magazine