Widgets Magazine
Widgets Magazine

ભાજપ-કોંગ્રેસ ધાર્મિક નેતાઓના સહારે ભાજપ-કોંગ્રેસ બાદ હવે સંપ્રદાયનું રાજકારણ

સોમવાર, 6 નવેમ્બર 2017 (13:25 IST)

Widgets Magazine


રાજકીય પક્ષોએ ગુનાહિત કૃત્યો કરનારાઓનો સાથ લીધો. હવે ભાજપ અને કોંગ્રેસે ક્રિમીનલાઇઝેશન બાદ ખેલવા થવુ પડયું છે. આ કારણોસર લાખો અનુયાયી ધરાવતાં ધર્મગુરૃઓની ડિમાન્ડ બોલાઇ રહી છે. ધર્મગુરૃઓના ચરણસ્પર્શ કરીને લાખો અનુયાયીઓની સહાનુભૂતિ મેળવી મતો મેળવવા રાજકારણીઓએ હોડ લગાવી છે. પાટીદાર આંદોલન બાદ ગુજરાતમાં જ્ઞાાતિવાદે જાણે ઘર કર્યું છે. ગામડાઓમાં જ નહીં, શહેરોમાં ય જ્ઞાાતિવાદે કબજો કરવા માંડયો છે.

હવે તો વિવિધ સમાજો માંગણીઓ-સમસ્યા લઇને રોડ પર ઉતરી રહ્યાં છે. આ જોતાં ભાજપ-કોંગ્રેસે ફરી એકવાર સંપ્રદાયના રાજકારણ આધારે ચૂંટણી જીતવા કમર કસવી પડી રહી છે. ભાજપ-કોંગ્રેસે વિવિધ સંપ્રદાયના ધર્મગુરૃઓ સાથે બેઠકો યોજવા માંડી છે. એટલું જ નહીં, સંપ્રદાયના ટ્રસ્ટોને લાખો રુપિયા ગ્રાન્ટ આપીને રાજી કરવા સરકાર મથામણ કરી રહી છે. તાજેતરમાં ઉંઝા ઉમિયાધામમાં કરોડો રૃપિયા ગ્રાન્ટ આપવામાં આવી હતી. ભાજપના નેતાઓ સ્વામિનારાયણ સંપ્રદાયના મહંતો સાથે ગુપ્ત બેઠકો કરી રહ્યાં છે. સાંસદો-મંત્રીઓ વિવિધ સમાજના સંતો સાથે પણ વાતચીત કરી મંદિરો-ટ્રસ્ટોના આંટાફેરા વધાર્યા છે. રાહુલ ગાંધીએ પણ સોફ્ટ હિન્દુત્વ અપનાવી ગુજરાતની મુલાકાત વખતે ચોટિલા,ઉનાઇ,શબરીધામ સહિતના મંદિરોમાં દર્શને જઇને મતો અંકે કરવા રણનિતી અપનાવી છે. મહત્વની વાત તો એછેકે,ભાજપે યુપીના મુસ્લિમ ફિરકાઓના મૌલવીઓનો સંપર્ક કરીને ગુજરાતમાં પ્રચાર કરવાની ય કામગીરી સોંપી છે. ગુજરાત ભાજપના મુસ્લિમ નેતાઓએ કેટલાંક સુફીસંતોને ગુજરાતના મુસ્લિમો ભાજપને વોટ આપે તે માટે સમજાવવા પણ કામ સોંપ્યું છે. કેન્દ્રીય મંત્રીના કહેવાથી એક મુસ્લિમ ધર્મગુરૃ અમદાવાદની એક ફાઇવસ્ટાર હોટલમાં રોકાઇને ગુજરાતના મુસ્લિમ નેતાઓ સાથે સંપર્ક કરીને ભાજપને મત મળે તેવા પ્રયાસો કરી રહ્યાં છે. આમ,સંપ્રદાયના રાજકારણ આધારે ચૂંટણી જીતવા કામે લાગ્યાં છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

પાટીદાર અનામત આંદોલનમાં નોંધાયેલા ૫૦૦ કેસોમાંથી 55 પરત ખેંચાયા

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન ગુજરાતમાં થયેલા તોફાનોમાં પાટીદારો સામે નોધાયેલા ...

news

ચૂંટણી પંચે ફરાર થયેલા 80 વોન્ટેડની યાદી મગાવી

ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ ગુજરાતમાં આચારસંહિતા તાત્કાલીક અસરથી લાદી દેવાઈ. શરૂઆતની ...

news

સનદી અધિકારી કે ક્લાસ વન અધિકારીઓને નેતા થવાની તાલાવેલી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ રાજકીય પક્ષો હવે રાજકીય, સામાજિક સમીકરણોના ...

news

ભાજપ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ વણઝારાને ટિકીટ આપશે

ત્રાસવાદના મુદ્દાને ચૂંટણીના સેન્ટર સ્ટેજ પર લાવવાના હેતુથી ભાજપ હુકમનું પત્તુ ઉતરે તેવી ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine