શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: શુક્રવાર, 24 નવેમ્બર 2017 (12:45 IST)

ભાજપના કાર્યકરો હાર્દિકનું પૂતળુ સળગાવે તે પહેલા પાસના કાર્યકરો પૂતળુ લઈને ભાગ્યા

પાટણમાં પાટીદારો, ભાજપ અને પોલીસ વચ્ચે હાઈવોલ્ટેજ ડ્રામા ઉભો થયો હતો. પાટણમાં ભાજપના કાર્યકરોએ હાર્દિક પટેલના પૂતળાનું દહન કરવા માટે બગવાડા દરવાજે આયોજન કર્યુ હતું જ્યા પોલીસ પહેલે થી જ ત્યાં હાજર હતી. ભાજપના કાર્યકરો પૂતળાનું દહન કરે તે પહેલા જ પાસના કાર્યકરોએ તે પૂતળું લઈને ભાગી ગયાં હતાં. જ્યારે ભાજપના કાર્યકરોએ બીજુ પૂતળું કાઢીને સળગાવ્યું હતું અને પોલીસે તેને હોલવવાનો પ્રયાસ કર્યો હતો. તે ઉપરાંત પાસના કાર્યકરોએ જયસરદારના નારા સાથે પાટીદાર યુવકોએ હાઇવે પર અંબાજી નેળીયા ઓવરબ્રિજ પાસે ભાજપના આગેવાનો નરેન્દ્ર મોદી અમીત શાહ, વિજય રૂપાણી, નીતીન પટેલના પોસ્ટરો સાથેના પુતળુ સળગાવી ભાજપ હાય હાયના સુત્રોચ્ચાર કરી ટાયરો સળગાવ્યા હતા અને હલ્લાબોલ કરી વિરોધ દર્શાવ્યો હતો.