BJPનું મિશન 150 - યૂપીના ધુરંધર સાચવશે ગુજરાતમાં મોરચો...

શુક્રવાર, 6 ઑક્ટોબર 2017 (11:47 IST)

Widgets Magazine

ગુજરાતમાં નવેમ્બરમાં થનારી ચૂંટણીને ધ્યાનમાં રાખતા બીજેપીએ સંપૂર્ણ રીતે બાયો ચઢાવી લીધી છે. તાજેતરમાં પીએમ નરેન્દ્ર મોદીએ અનેક રોડ શો અને રેલીઓ થઈ ચુકી છે. પીએમ મોદી 7-8  ઓક્ટોબરે ફરી ગુજરાત પ્રવાસે આવવાના છે. બીજેપી અધ્યક્ષ પહેલા જ એલાન કરી ચુક્યા છે કે પાર્ટી આ વખતે કુલ 182 માંથી 150 સીટો જીતવાના ઈરાદાથી મેદાનમાં ઉતરી રહી છે. છેલ્લા 15 વર્ષમાં આ પહેલીવાર હશે જ્યારે પીએમ મોદીના ચેહરા વગર પાર્ટી મેદાનમાં ઉતરશે. આ વખતે સૂત્રો મુજબ બીજેપીની ખાસ રણનીતિ હેઠળ  યૂપીના રાજકારણીય યોદ્ધા વિશેષરૂપે અહી મોરચો સાચવશે. ઉલ્લેખનીય છે કે તેનુ એક મોટુ કારણ એ છે કે અમદાવાદ અને સૂરત જેવા મોટા ઔધોગિક કેન્દ્રોમાં યૂપીના લોકો નિવાસ કરે છે. બીજી વાત પીએમ મોદી, વારાણસીથી લોકસભા સભ્ય પણ છે. તેથી તેમના પ્રધાનમંત્રી બન્યા પછી સ્વાભાવિક રૂપે બંને રાજ્યોના સંબંધોમાં મજબૂતી આવી છે. 
 
આમ તો બીજેપી પ્રચારમાં પોતાના વિકાસના મુખ્ય એજંડા સાથે ઉતરશે પણ હિન્દુત્વનો એજંડા પણ તેની મુખ્ય કડી છે. જેને કારણે  હવા બનાવવા માટે યૂપીના સીએમ યોગી આદિત્યનાથ ચૂંટણી પ્રચાર માટે ગુજરાત આવે એવી ચર્ચા છે. આમ પણ કેરલમાં બીજેપી અધ્યક્ષ અમિત શાહની જન રક્ષા યાત્રામાં હાજરી માટે તેમની પ્રથમ પંસદ સીએમ યોગી આદિત્યનાથ જ હતા.  તેમને ત્યા ભરપૂર જનસમર્થન પણ મળ્યુ. ઉલ્લેખનીય છે કે સીએમ યોગીએ મુખ્યમંત્રી બન્યા પછી પણ પોતાનુ હિન્દુત્વના એજંડાને ધાર આપી છે.  તેથી બીજેપી ગુજરાતમાં તેમની આ છબિનો ફાયદો ઉઠાવવા માંગશે. 
 
તાજેતરમાં ગુજરાતના પટેલ લોકોએ અનામતની માંગ કરી છે. જે માટે હાર્દિકના નેતૃત્વમાં પાટીદાર આંદોલન પણ થયુ. આ સમુહને બીજેપીના પરંપરાગત વોટર માનવામાં આવે છે. તેથી પાર્ટી આ અસંતોષને સાચવવાની રણનીતિ પણ બનાવી રહી છે. આ કડીમાં યૂપીના પરિવહન મંત્રી સ્વતંત્ર દેવ સિંહને કુર્મી સમૂહને પ્રભવિત કરવાની જવાબદારી આપવામાં આવી છે. તો બીજી બાજુ યૂપીમાં બીજેપીના પ્રદેશ મહામંત્રી પણ છે. સ્વતંત્ર દેવ સિંહને ચૂંટણીમાં રેલી અને પીએમની સભાઓની જવાબદારી સોંપવામાં આવી હતી.  હવે બીજેપી ત્યા તેમના અનુભવોનો લાભ ઉઠાવશે. આ ઉપરાંત સૂત્રો મુજબ યૂપીથી લગભગ અડધો ડઝન મંત્રીઓ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવે એવી શક્યતા છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 અહમદ પટેલ ગુજરાત વિધાનસભા 2017 ગુજરાત ચૂંટણી 2017 ઓપિનિયન પોલ ગુજરાત ચૂંટણી સર્વે તાજા સમાચાર એક્ઝીટ પોલ બીજેપી નરેન્દ્ર મોદી અમિત શાહ મુખ્યમંત્રીપદના ઉમેદવાર રૂપાણી હાર્દિક પટેલ કોંગ્રેસ Congres Bjp-strategy Bjpનું મિશન 150 Kejriwal Bjp Congress 2017 Latest News Gujarat Election 2017 Amit Shah Narendra Modi Hardik Patel Vijay Rupani Ahemd Patel Gujarat-election -2017 Gujarat Congress Assembly Elections 2017 Gujarat Gujarat Assembly Election Gujarat Assembly Election 2017 Gujarat Election 2017 Exit Poll Gujarat Assembly Election 2017 Date Aap. Cm Of Gujarat Gujarat Assembly Election 2017 Opinion Poll

Loading comments ...

ગુજરાત સમાચાર

news

Video - એક રહસ્યમયી શહેર... City of the Monkey God

અનેક હજાર વર્ષ પહેલા સેંટ્રલ અમેરિકાના હૉન્ડરસમાં એક વિચિત્ર શહેર હતુ. આ શહેરમાં રહેનારા ...

news

વર્કઆઉટથી પણ પેટની ચરબી ઉતરતી નથી તો પીવો આ ચા

પેટની વધતી ચરબી પર્સનાલિટીને ખરાબ કરવાનુ સૌથી મોટુ કારણ છે. કેટલાક લોકો વર્ક આઉટ કરીને પણ ...

news

જો ફરીથી સર્જીકલ સ્ટ્રાઈક થઈ તો પાકિસ્તાનના પરમાણુ ન્યૂક્લિયર સ્થાનો ખતમ થઈ શકે છે

પડોશી દેશ ચીન અને પાકિસ્તાનને પડકાર આપતા એયર ફોર્સ ચીફ બીએસ ધનોઆએ આજે કહ્યુ છે કે ...

news

રાજકોટમાં વધી રહેલા પેટ્રોલ ડિઝલના ભાવને લઈને અનોખો વિરોધ કરાયો

ગુજરાતમાં ચૂંટણી નજીક આવતાં જ કોંગ્રેસના કાર્યકરો આક્રમક મૂડમાં જોવા મળી રહ્યાં છે. કોંગી ...

Widgets Magazine