શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Updated : શુક્રવાર, 13 ઑક્ટોબર 2017 (13:13 IST)

રાહુલ ગાંધીનું સંઘ વિરૂદ્ધનું નિવેદન આગામી ચૂંટણીમાં કોંગ્રેસને ભારે પડી શકે છે

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કરેલા નિવેદન શું RSSમાં તમે મહિલાઓને ખાખી શોટ્સમાં જોઈ છે?’ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ મહિલાઓના સન્માન સાથે જોડાયેલા મુદ્દો બની શકે છે. ભાજપની આક્રામક રણનીતિથી કોંગ્રેસ પાર્ટીને નુકસાન થઈ શકે છે. અત્યાર સુધી આ કમેન્ટ પર ભાજપ શું રણનીતિ બનાવશે તે સ્પષ્ટ નથી થયું. કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું કે, પાર્ટી રાહુલ ગાંધીના શોટ્સવાળા નિવેદનને લઈને થોડી ચિંતામાં જરુર છે.  સૂત્રોનું કહેવું છે કે, પાર્ટી ગુજરાતમાં પોતાનો વનવાસ સમાપ્ત કરવા માટે સંપૂર્ણ તાકાત લગાવી રહી છે. કોંગ્રેસના કેટલાક સૂત્રોએ જણાવ્યું કે શાખામાં શોટ્સવાળા નિવેદન પછી કદાચ એક મોટી ભૂલ કરી છે. બની શકે છે કે તેનાથી મહિલાઓને વાંધો હોય. ગુજરાતના એક વરિષ્ઠ ભાજપના નેતાએ કહ્યું, “કોંગ્રેસ ઉપાધ્યક્ષના નિવેદન પર પાર્ટીને વાંધો પડી રહ્યો છે. રાહુલ ગાંધીના આવા નિવેદન પર આનંદીબહેન પટેલે ત્વરિત પ્રતિક્રિયા આપી. કોંગ્રેસના પૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડે પણ માન્યું છે કે પાર્ટી માટે આ નિવેદન એક અસહજ સ્થિતિ પેદા કરી દીધી છે. તેમણે કહ્યું કે, અમે જાણીએ છીએ કે RSSમાં મહિલાઓની ભાગીદારી નથી. RSS પ્રચારક સામાન્ય રીતે અવિવાહિત પુરુષ જ હોય છે, જેઓ સંઘના પ્રચાર કાર્ય કરવા માટે પરિવારોના સંપર્કમાં રહે છે. RSSના પ્રવક્તા મનોમોહન વૈદ્યએ આ નિવેદન પછી ઘણા ટ્વિટ કર્યા, “કેટલાક મીડિયા સમૂહો તરફથી એવી ભ્રામક સામગ્રી પ્રચારિત કરવામાં આવી છે કે સંઘની શાખામાં જલદી મહિલાઓનો પ્રવેશ થશે. વૈદ્યએ ટ્વીટ કર્યું, શાખામાં માત્ર પુરુષ જ કામ કરે છે. મહિલાઓ માટે રાષ્ટ્ર સેવિકા સમિતિ છે. સંઘના જુદા-જુદા કાર્યક્રમોમાં સમિતિની સેવિકાઓ પોતાનું યોગદાન આપે છે.